ઉંદરનો ત્રાસ: ઉંદર ભગાવવાના દેશી ઉપાયો

Spread the love

ઉંદરનો ત્રાસ – ઉંદર ભગાવવાના દેશી ઉપાયો: ઘર હોય કે ફળિયું જો ઉંદર નો ત્રાસ વધી જાય તો લોકો કંટાળી જાય છે.. ઘરમાં કપડાંથી માંડીને નાની મોટી ચીજ વસ્તુઓ કાતરી લે છે અને જો ફળિયામાં કાર હોય તો કારના વાયર અને એસેસરીઝ પણ ખાતરી જાય છે.

જો કોઈ ગેસ્ટ આવે અને ઉંદરો ઘરમાં આંટા મારતા હોય તો ખૂબ શરમજનક વાત કહેવાય છે. ઉંદર અને ભગાડવા માટે લોકો ઘણી બધી તરકીબો અજમાવતા હોય છે જેમ કે ઘરમાં ઉંદર માટે પાંજરું મૂકી દે છે પરંતુ તેનાથી ઉંદરના ત્રાસમાં ઘટાડો આવતો નથી. આજે અમે તમને ઉંદરોના ત્રાસથી બચવા માટે થોડા ઘરગથ્થુ ઉપાયો બતાવીએ છીએ જે તમને જરૂરથી કામ આવશે.

ઉંદરનો ત્રાસ: ઉંદર ભગાવવાના દેશી ઉપાયો

ઉંદરો ઘરમાં હોય ત્યારે તે ગંદકી પણ ફેલાવે છે અને તેની સાથે સાથે ઘરમાં પણ અનેક રીતે નુકસાન પહોંચાડે છે ખાસ કરીને કપડાં ખાતરી જવા એક સામાન્ય બાબત છે. આજે અમે ઉંદરોનો ત્રાસ ઓછો કરવા માટે એટલે ઉંદર ભગાવવાના દેશી ઉપાયો જણાવીએ છીએ.

તમાલપત્રના ઉપયોગથી ઉંદર ભાગી જશે.

તમને એ વાતનો ખ્યાલ નહિ હોય કે તમાલપત્ર ઉંદર ભગાવવા માટે ખૂબ જ કામ લાગી શકે છે. તમાલપત્રની સુગંધ ઉંદરોને જરા પણ ગમતી નથી તેથી જ્યાં તમાલપત્ર હશે ત્યાંથી ઉંદર નાસી જશે. ઘરમાં જે કઈ જગ્યાએ ત્રાસ વધી ગયો હોય તે જગ્યા પર તમાલપત્ર મુકવાથી ત્યાં ઉંદર આવશે નહીં. તમે જે જગ્યાએ ઇચ્છો ત્યાં મૂકી શકો છો.

See also  બાગેશ્વર ધામ:- શું ભૂત-પ્રેત નું અસ્તિત્વ હોય છે? ધાર્મિક માન્યતા? વિજ્ઞાન શું કહે છે? જાણો

લસણના ઉપયોગથી ઉંદર ભાગી જશે.

ઉપર જોયું તે મુજબ તમાલપત્રની જેમ જ લસણની સુગંધથી પણ ઉંદરો ભાગી જાય છે. લસણ તમારા રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી વસ્તુ છે. લસણનો ઉપયોગ કરીને ઉંદર પગાવવા માટે સૌપ્રથમ લસણને સાવ બારીક રીતે કટકા કરી લો અને તેને પાણીમાં મિક્સ કરી દો. આ મિશ્રણનો ઉપયોગ જે જગ્યાએ ઉંદરનો ત્રાસ વધારે હોય અથવા જે જગ્યાએ તમે ઉંદર ભગાવવા માગતા હોય ત્યાં છંટકાવ કરી દો. આ મિશ્રણ દ્વારા તમે ઉંદરના ત્રાસની ઓછો કરી શકો છો. તેના સિવાય પણ ઉંદરની અવરજવરના સ્થાને લસણને કાપીને મૂકી શકો છો. લસણના ઉપાયથી ઉંદર ઘરમાંથી નાશી જશે

ફુદીનાના તેલના ઉપયોગથી ઉંદર ભાગી જશે

અગાઉ જોઈ ગયા તેમ લસણ અને તમાલપત્ર ની જેમ જ ફુદીનાના તેલના ઉપયોગથી પણ તમે ઉંદરને ભગાડી શકો છો. ફુદીનાનું તેલ તમે ઘરે બનાવી શકો છો, તેમ જ બહારથી તૈયાર પણ મેળવી શકો છો. ફુદીનાની સુગંધ ઉંદર અને ખૂબ જ અપ્રિય છે. આ ફુદીનાન તેલનો ઉપયોગથી તમે ઘરમાં તથા ઓફિસમાં ક્યાંય પણ ઉંદરોનો ત્રાસ હશે તો તે ભાગી જશે. જો તમારી પાસે ફુદીનાનું તેલ ન હોય તો તેની અવેજીમાં તમે ફુદીનાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો.

ડુંગળીના ઉપયોગથી ઉંદર ભગાવો

ડુંગળી એ લગભગ લગભગ દરેકના ઘરમાં સરળતાથી મળી શકે છે. ઉંદરોને વગાડવા માટે ડુંગળી એક હાથવગુ હથિયાર સાબિત થઈ શકે તેમ છે. ડુંગળી માંથી નીકળતી વાસ થી ઉંદરો ખૂબ જ ખીજકાય છે. તેથી ડુંગળીનો ઉપયોગ ઉંદર ભગવવા માટે કરી શકો છો. જે જગ્યાએ ઉંદરનું પ્રમાણ વધુ હોય, અથવા જે જગ્યાએ ઉંદર સંતાઈ જતા હોય ત્યાં ડુંગળીને કાપીને રાખી દેવાથી ડુંગળીની વાસથી ઉંદરો ભાગી જશે.

લવિંગના તેલનો ઉપયોગ કરી ઉંદરનો ત્રાસ ઓછો કરો

લવિંગ ના ઉપયોગથી તમે ઉંદરને ભગાડી શકો છો. લવિંગના ઉપયોગથી ઉંદર ભગાડવા માટે સૌપ્રથમ એક માખમલનું કાપડ લો. અને આ કાપડ પર લવિંગનું તેલ છાંટી દો. ત્યારબાદ મખમલનું કાપડ જ્યાં ઉંદર સતત અવરજવર કરતા હોય ત્યાં રાખી દેવાથી ઉંદર આવશે નહીં. તમે મખમલના કાપડમાં આખા લવિંગ ને વીંટીને પણ મૂકી શકો છો.

See also  Viral Video: બીયર પીવાનું શોખીન વાંદરું - ઉતર પ્રદેશ

પીપરમિન્ટની દ્વારા ઉંદર ભગાવો

આ બધા સિવાય પિપરમેન્ટ પણ એવી વસ્તુ છે કે જે અંદરોને નથી ગમતી. ખરેખર એવું છે કે પીપરમેન્ટ માંથી નીકળતી ગંધ અંદરોને ખૂબ જ અપ્રિય છે. અને આ ગંદ દ્વારા ઉંદરો ખૂબ પરેશાન થઈ જાય છે. પીપરમેન્ટ નો ઉપયોગ કરવા માટે એક કપાસ લો અને કપાસમાં પીપરમેન્ટ ને વીંટી અને જે જગ્યાએથી ઉંદર આવે છે ત્યાં આ કપાસના ટુકડાને મૂકી દો તેનાથી ઉંદરો 10 ફૂટ દૂર ભાગશે.

લાલ મરચાના પાઉડર દ્વારા ઉંદર ભગાવો

લાલ મરચા ની પાવડર થી ઉંદરો તરત નાસી જાય છે કારણ કે લાલ મરચા ની અંદર અને ખૂબ એલર્જી હોય છે. એવું કહેવાય છે કે જે જગ્યાએ લાલ મરચા નો પાવડર હોય ત્યાંથી ઉંદરો નાસી જાય છે. જે જગ્યાએ ઉંદરો સંતાતા હોય અથવા વધુ પડતી હોય ત્યાં તમે મરચા ભૂકીનો પાવડર છાંટી દો ઉંદરો તરત જ તે જગ્યાએથી નાસી જશે.

ઉપર જણાવ્યા મુજબ આપેલી ટ્રિક દ્વારા કોઈપણ એક ટ્રિકનો ઉપયોગ કરી અને તમે ઉંદર અને ઘરમાંથી ભગાવી શકો છો અને ઉંદરનો ત્રાસ દુર કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રને શેર અવશ્ય કરજો. અને કૉમેન્ટમાં અવશ્ય જણાવજો.

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!