રીચાર્જ ધમાકા: અત્યારના સમયમાં રીચાર્જ ના ભાવમાં ખુબજ વધારો થયો છે. અને એમાં પણ હવે જેની પાસે 2 સીમ કાર્ડ હોય તેને બીજું સીમ કાર્ડ ચાલુ રાખવા માટે પણ રીચાર્જ કરવું પડે છે. તેવામાં અત્યારે એક ધમાકા વાળો પ્લાન આવ્યો છે. આજે તેના વિશે જોઈએ.
141 રૂપિયાના રિચાર્જ માટે મોટો ધમાકો, 1 વર્ષ સુધી સિમ એક્ટિવ રાખવાનો રીચાર્જ ધમાકા પ્લાન સાથે ઈન્ટરનેટનો ડેટા અને વોઇસ કોલિંગ ની સુવિધા પણ
ખરેખર તે પ્લાન MTNL કંપનીનો પ્લાન છે. આ પ્લાન તમારા સીમ કાર્ડને ચાલુ રાખવા માટે ખુબજ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. MTNL ના આ પ્લાનમાં તેના યુઝર્સને 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.
રીચાર્જ ધમાકા: MTNL પ્લાન વિશે માહિતી
MTNL યુઝર્સ ને આ રીચાર્જ ધમાકા પ્લાન માં 365 દિવસ ની વેલિડિટી મળી થઈ છે. આ પ્લાન માં પ્રથમ 3 માસ માટે યુઝર્સ 1 GB ડેટા પ્રતિ દિવસ માટે મેળવી શકશે. સાથે MTNL ના નેટવર્ક ઉપર અનલિમિટેડ calling ની સુવિધા પણ મળશે.
અત્યારે દરેક રિચાર્જ પ્લાન માં પ્રી પેઇડ પ્લાન જોઈએ તો દર મહિને અથવાતો દર ત્રણ માસે રિચાર્જ કરવું પડે છે. દરેક પ્લાનની કિમત તેના ઇન્ટરનેટ પ્લાન અને કોલિંગ સુવિધા અનુસાર અલગ અલગ રહે છે. જો તમને એવું કહેવામા આવે કે ફક્ત 141 રૂપિયાના રિચાર્જ માં આખું વર્ષ વેલીડિટી અને કોલીંગ સુવિધા અને સાથે સાથે ઇન્ટરનેટ પણ આપવામાં આવશે તો રમે ભરોશો કરશો? ના, તમને તો સુ કોઈ પણ વ્યક્તિને આ સમય માં આવી વાત નો ભરોશો નહીં આવે. પરંતુ તે વાત સાચી છે અત્યારે એક કંપની તેના નવા ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે આવી નવી નવી ઓફર આપે છે.
તે નવી કંપની એટ્લે કે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) કંપની 141 રૂપિયાના રિચાર્જ માં એક વર્ષની વેલીડિટી ની સ્કીમ આપે છે. આ કંપની મુંબઈ – દિલ્હી જેવા મેટ્રો સિટીમાં સુવિધા પૂરી પડે છે. ચાલો જાણીએ MTNL કંપની ની ઓફર વિશે
MTNL કંપનીનો રીચાર્જ ધમાકા પ્લાન
જો તમે બે સીમ કાર્ડ વાપરો છો અને બીજું કાર્ડ ચાલુ રાખવા માટે રિચાર્જ કરવું પરવડતું ના હોય તો આ પ્લાન તેમના માટે રીચાર્જ ધમાકા પ્લાન છે. MTNL ના આ પ્લાન માં ગ્રાહકોને 365 દિવસ ની વેલીડિટી મળે છે. વેલિડિટિ સાથે સાથે રિચાર્જ કર્યાના પ્રથમ 3 માસ માટે 1 GB ઇન્ટરનેટ ડેટા મળે છે. અને સાથે સાથે MTNL નેટવેર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ મળે છે. અને અન્ય નેટવર્ક પર વાત કરવા માટે 200 મિનિટ ફ્રી મળે છે.
અન્ય ચાર્જ
MTNL થી MTNL ફ્રી વાત થઈ શકે છે. અને MTNL થી અન્ય નેટવર્ક પર વાત કરવા માટે 200 મિનિટ ફી મળે છે જ્યારે 200 મિનિટ પૂરી થઈ જાય ત્યાર બાદ અન્ય નેટવર્ક પર વાત કરવા માટે 25 પૈસા દર મિનિટ નો અલગ ચાર્જ ચૂકવવો પડશે. આ કંપની તેના ગ્રાહકોને આકર્ષવા માટે અવાર નવાર નવી નવી સ્કીમ લાવે છે.
રીલાયન્સ જીઓ દ્વારા નવા પ્લાન
રીલાયન્સ જીઓ કંપની દ્વારા જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં 2.5GB દૈનિક ડેટા લાભો સાથે બે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. અને આ પ્લાન ની કિમત અનુક્રમે રૂ.349 અને રૂ.899 છે. આ બેય પ્રીપેડ પ્લાનમાં રિલાયન્સના ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે અનલિમિટેડ SMSના લાભો અને દૈનિક ડેટાની સાથે જિયો કંપની ની એપ્લિકેશનના ફ્રી એક્સેસ પણ મળે છે.

વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |