ચાર ધામ જાત્રા: આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ. ઓનલાઈન આવેદન કરવા માટે લિંક.

Spread the love

ચાર ધામ જાત્રા: દરેક શ્રદ્ધાળુઓનું એક સપનું હોય છે કે ચારધામની જાત્રા કરવી. હાલમાં જ ચાર ધામની યાત્રા કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર એવા છે આજથી જ ચારધામની જાત્રાઓ કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ચારધામની જાત્રા કરવા માગતા લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી જોઈએ.

  • ચાર ધામ જાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ.
  • ચાર ધામની જાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ખુશી સમાચાર
  • આ ચાર ઓપ્શન દ્વારા ઓનલાઇન આવેદન શરૂ
  • જાત્રા ના નિર્ણય માટે આજે મહત્વપૂર્ણ દિવસ

ચારધામની જાત્રા માટે ગત સાલમાં ખૂબ જ શ્રદ્ધાઓની ભીડ ઉંટી પડી હતી. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને આ વખતે બે મહિના અગાઉ જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પર્યટન વિભાગનું ઓનલાઇન સાઇટ આજે સવારે 7:00 વાગ્યાથી ખુલી ગઈ છે.

આ વર્ષે ચારધામની જાત્રા એપ્રિલ મહિનામાં શરૂ થઈ જાય છે. તેમાં બદ્રીનાથ ધામના કપાટ 27મી એપ્રિલ અને કેદારનાથ ધામના કબાટ 25 મી એપ્રિલના રોજ ખુલી જશે દરેક શ્રદ્ધાળુઓને જાણ થાય કે જે લોકો આ વર્ષે ચાર ધામ જાત્રા કરવા માગતા હોય તે લોકો આજથી જ પર્યટન વિભાગના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

ચાર ધામ જાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

ચારધામની જાત્રા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ચાર રીત છે, જેમાંથી તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો.

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ટુરિઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in,
  • વોટ્સએપ નંબર 8394833833,
  • ટોલ ફ્રી નંબર 1364 
  • મોબાઈલ એપ ટુરીસ્ટ કેર ઉત્તરાખંડ (Tourist Care Uttarakhand) દ્વારા પણ કરી શકાશે.
See also  Makar sankranti 2024: 77 વર્ષ બાદ બની રહ્યો છે ખૂબ જ સુંદર સંયોગ થવાનો છે ઉપાય કરવાથી થશે ધનલાભ

આપેલા ચારમાંથી કોઈપણ એક વિકલ્પ પૈકી ફક્ત પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે. આજે સવારે સાત વાગ્યાથી જ ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ભક્તો પોતાની અનુકૂળતા મુજબ અને પોતાની સગવડતા મુજબ વેબસાઈટ, ટોલ ફ્રી, whatsapp નંબર અથવા તો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે.

આજે લેવાઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણયો.

આજે યોજનારી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી ની અધ્યક્ષતામાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ગત સાલની ભીડને જોતા આ વખતે ભક્તોની સંખ્યા વધી શકે તેવો નિર્ણય લેવામાં આવી શકે છે. અને દરેક ભક્તોની સુવિધા અને બેઠકને અનુલક્ષીને નિર્ણયો લેવામાં આવી શકે છે.

કયા કયા નિર્ણયો લેવાઈ શકે છે?

  • દરરોજ લગભગ 18000 યાત્રાળુ બદ્રીનાથ માટે
  • દરરોજ લગભગ 15000 યાત્રાળુ કેદારનાથ ધામ માટે
  • ગંગોત્રીમાં 9000 યાત્રાળુ
  • યમુનોત્રી માટે 6000 મુસાફરોની સંખ્યા નક્કી થઈ શકે છે.
  • ચારધામ યાત્રાના રૂટ પર ખાણીપીણી ની સુવિધાઓ
  • યાત્રાળુઓ માટે આરોગ્યની સુવિધાઓ
  • કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓનું રોકાણની વ્યવસ્થા
  • કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં VIP દર્શન માટે ફી નક્કી કરવી.
  • યાત્રાળુઓ માટે બસોનું સંચાલન.
  • યાત્રા માર્ગ માટે ઘોડા ખચ્ચરનું આરોગ્ય ચકાસણી.
  • ચાલીને જનારા લોકો માટે ચાલવાના માર્ગો પર હોટ સ્પોટ,
  • પીવાના પાણીની વ્યવસ્થા.
  • શેડની વ્યવસ્થા.
  • રોડ રસ્તાના રીપેરીંગ અંગે નિર્ણય.
  • આવી અનેક બાબતો અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે.

ચાર ધામ જાત્રા માટે મહત્વ પૂર્ણ લિંક

ઓનલાઈન રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ નંબર8394833833
ટોલ ફ્રી નંબર 1364
મોબાઈલ એપટુરીસ્ટ કેર ઉત્તરાખંડ
વિશ્વ ગુજરાત હોમઅહીં ક્લિક કરો
વોટ્સઅપ ગ્રુપઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!