પાકિસ્તાનનું પતન: માત્ર 21 દિવસ ચાલે તેટલા જ ભંડોળની બચત.

Spread the love

પાકિસ્તાનનું પતન: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ નું કહેવું છે કે પાકિસ્તાનના નાદાર થઈ ગયું છે લોકોને બે ટાઈમ ખાવાનું પણ મળતું નથી પાકિસ્તાનને જરૂરિયાતની વસ્તુઓ પણ બહારથી આયાત કરી શકતી નથી.

પાકિસ્તાનને આઝાદ થયો તેને પુરા 76 વર્ષ પૂરા થયા નથી અને પાકિસ્તાન દેશ ડૂબવાના સાથે પહોંચી ગયો છે. અત્યારની પરિસ્થિતિ જોતા IMFનું બેલઆઉટ પેકેજ પાકિસ્તાનને મળશે તો પણ તે બોટને પાર કરી શકે તેવું છે નહીં.

અત્યારે પાકિસ્તાનનું દેવું આખા દેશની જીડીપીના ૮૦ ટકા જેટલું થઈ ગયું છે. હવે તેની પાસે વિદેશી મુદ્રા નું ભંડોળ ફક્ત 3$ બિલિયન બાકી છે, જેનાથી પાકિસ્તાન માત્ર ત્રણ અઠવાડિયાનું આયાત બિલ ચૂકવી શકે છે. અઠવાડિયા પછી ખાવા પીવા અને ઇંધણ માટેની સામગ્રી આવી શકશે નહીં.

પાકિસ્તાનનું પતન / પાકિસ્તાન દેવામાં ગરકાવ

પાકિસ્તાન ઉપર અત્યારે 10 લાખ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. પાકિસ્તાને 57 હજાર કરોડ રૂપિયાની લોન IMF પાસેથી લીધેલી અને 30% લોન ચીન પાસેથી લીધેલ છે. અત્યારે પાકિસ્તાનની કરન્સી એક ડોલર સામે 260 રૂપિયા સુધી બગડી ગઈ છે. જે 2022 ની સાલમાં એક ડોલર સામે 178 રૂપિયા હતી. સામે સતત રૂપિયા ના ઘટાડાના પગલે પાકિસ્તાનનું આયાત બિલ વધી ગયું છે.

પાકિસ્તાનના લોકો સતત વધતી મોંઘવારીથી ત્રાહિમામો કરી ગયા છે. આવી સ્થિતિમાં અત્યારે પાકિસ્તાનમાં જે લોકો અમીર છે તેઓ વિદેશ જતા રહેશે અને જે લોકો ગરીબ છે તે લોકો ખૂબ જ પીડા અનુભવશે ખૂબ જ મુશ્કેલીમાં આવી જશે અથવા તો આજુબાજુમાં આવેલા કોઈપણ દેશોમાં સ્થળાંતર કરવાનો પ્રયત્ન કરશે.

See also  VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

પાકિસ્તાન એમ્બેસી વેચી મારવા તૈયાર

એક વર્ષ પહેલા એટલે કે 2022 માં પાકિસ્તાન પાસે 16 અબજ ડોલર જેટલી વિદેશી મુદ્રા હતી. અત્યારે પાકિસ્તાનને પૈસાની ખૂબ જ જરૂર છે, ત્યારે પૈસા મેળવવા માટે તે કંઈ પણ કરી શકે છે. પાકિસ્તાને આઈ એમ એફ ની તમામ શરતો સ્વીકારીને પાકિસ્તાનના લોકો પર ખૂબ જ કરવેરાનો બોજો નાખ્યો છે.

લોન મેળવવા માટે પાકિસ્તાને પેટ્રોલ – ડીઝલમાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. અને સાથે સાથે શોપિંગ મોલ અને બજારો પહેલા બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે, કે જેથી કરીને ઈંધણ બચાવી શકાય. અને એવું પણ સંભળાય છે કે પાકિસ્તાન પોતાના દૂતાવાસ ની પ્રોપર્ટી વેચીને પણ પૈસા એકત્ર કરવા માંગે છે.

હાલમાં તેના મિત્ર ચીન, સૈદી અને અન્ય દેશો પણ પાકિસ્તાનને લોન આપવા તૈયાર નથી.

પાકિસ્તાનમાં મોંઘવારીના આંકડા

  • એક કિલો લોટની કિંમત લગભગ 90 રૂપિયા થઈ ગઈ છે.
  • ડુંગળી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
  • ડીઝલ 270 રૂપિયા પ્રતિ લીટર અને
  • દૂધ 150 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે.

જો પાકિસ્તાન નાદાર થઈ જશે તો શું થશે?

જો પાકિસ્તાન નાદાર થઈ જશે તો

  • કંપનીઓ અને કારખાનાઓ બંધ થઈ જશે.
  • તમામ આયાત બંધ થઈ જશે.
  • બધીજ એરલાઇન સ્થગિત થઈ જશે.
  • પાકિસ્તાનમાં અનાજની ઉપલબ્ધ નહિ થાય
  • દવાઓ મળી શકશે નહીં.
  • સમાજમાં ગુનાખોરી વધશે.
  • હિંસા સામાન્ય બની જશે.

પાકિસ્તાનનું પતન મહત્વપૂર્ણ લિંક

વિશ્વ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!