10 Rupees New Note: નવા વર્ષમાં અમે તમારા માટે ખુશખબરી લાવ્યા છીએ. જો તમારા પાસે 10 રૂપિયાની જૂની ફાટેલી તૂટેલી નોટો હોય અને તેને તમે બદલવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખાસ વાંચવા જેવા છે. આ સરકારી બેંકે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આ બેંક ગ્રાહકોની કોઈપણ જાતનું કમિશન લીધા વિના જુની નોટો બદલી આપશે. તેમજ જૂની નોટો ને બદલે નવી નોટ નું બંડલ આપશે.
Get 10 Rupees New Note
2023 નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષમાં પંજાબ નેશનલ બેંક ગ્રાહકો માટે એક જબરદસ્ત ઓફર લઈને આવ્યું છે. જે લોકો પાસે જૂની ફાટેલી તૂટેલી 10 રૂપિયાની નોટ હોય. અને તેઓ આ જૂની ફાટેલી તૂટેલી દસ રૂપિયાની નોટ ના બદલે 10 રૂપિયાની નવી નોટ મેળવવા માંગતા હોય તો તમારે પંજાબ નેશનલ બેંકમાં જવું પડશે. કારણકે પંજાબનેશનલ બેંકે જ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર ટ્વીટ કરીને 10 રૂપિયાની નવી નોટ નું વિતરણ કરવાની માહિતી આપી છે. પંજાબ નેશનલ બેન્કે તેમના ઓફિસિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે કે “નવા વર્ષ પર નવી નોટો”. જો 10 રૂપિયાની નવી નોટ મેળવવા માટે તમે ઈચ્છુક હોય, તો જાણો કે તમે નવી નોટ કેવી રીતે મેળવી શકશો.
પંજાબ નેશનલ બેંક (PNB) નું ઓફિસિયલ ટ્વીટ
વર્ષ 2023 ની શરૂઆતમાં પંજાબ નેશનલ બેંક એક જબરદસ્ત ઓફર લઈને આવી છે. 28 ડિસેમ્બરના રોજ પંજાબ નેશનલ બેંકના ઓફિસિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે “નવું વર્ષ નવી નોટો!” તેથી જો તમે તમારી પાસે રહેલી ફાટલી નોટો બદલવા માંગતા હોય તો તમારી નજીકની પંજાબ નેશનલ બેંકની મુલાકાત લો. ત્યાંથી તમને જૂની નોટો કે સિક્કા બદલીને નવી નોટો કે સિક્કા આપશે.
નોટ બદલવા માટે આરબીઆઈ (RBI) નો નિયમ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નોટ બદલવાના નિયમો અનુસાર, જો તમે ફાટેલી નોટો બદલવા માંગતા હોય તો તમે કોઈપણ બેંકમાં જઈને બદલી શકો છો. એટલે કે તે બેંકમાં તમારું ખાતું હોય કે ના હોય તો પણ તમે નોટ બદલવા માટે જઈ શકો છો. જો કોઈ બેંકના કર્મચારી તમને નોટ બદલવાની ના પાડે તો તમે તેમની વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો. પરંતુ એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે તમારી નોટની સ્થિતિ જેટલી ખરાબ હશે તેટલી જ તેની કિંમત ઓછી થશે.
લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.
વોટ્સએપ ગૃપ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
