આ 1100નું હીટર જેકેટમાં રાખવાથી જરા પણ ઠંડી નહિ લાગે.

Spread the love

હીટર જેકેટ: ગરમ પ્રદેશો માં રહેતા લોકો શિયાળામાં ઠંડી વાળા પ્રદેશમાં જવાનું ટાળતા હોય છે. ઘણા લોકો તો શિયાળામાં ઘરની બહાર જ નીકળતા નથી. આવામાં એક ખુશ ખબર આવી છે. એક હીટર આવે છે જે જેકેટ માં રાખવાથી તમને જરા પણ ઠંડી નહિ લાગે, શું છે આ હીટર આપડે વિસ્તારથી માહિતી મેળવીએ

હવે તમે શિમલા, મનાલી, કાશ્મીર, લેહ લદાખ ગમે ત્યાં જાઓ તમને જરા પણ ઠંડી નહિ લાગે. એમાં પણ જ્યારે આપડે બાઇક ચલાવતા હોઈએ ત્યારે ખૂબ ઠંડી લાગે છે. એટલે ઠંડીમાં બાઇક ચલાવવામાં તકલીફ પડે છે. પરંતુ એક વખત એક વાત વિચારો કે જો તમારી પાસે ગરમી આપતા હીટર વાળું જેકેટ હોય તો, તો કેવું લાગશે? આજે જેકટ પહેરવાથી ગમે તેટલી ઠંડી વાળો વિસ્તાર હોય અથવા ગમે તેટલો શિયાળાનો ઠંડો પવન હોય તમે મોજથી ઠંડીમાં પણ બાઈકની મુસાફરીનો આનંદ માણી શકશો. કારણ કે જેકેટમાં રહેલું હીટર તમારા શરીરને ઠંડીમાં પણ ગરમ રાખશે અને તમને ઠંડીનો જરા પણ અહેસાસ નહીં થાય.

તમને આ વાત માનવામાં ન આવતી હોય અને તમે એવું વિચારી રહ્યા હોય કે હીટર વાળા જેકેટ અથવા કોટ બજારમાં મળતા નથી તો તમે ભૂલ કરો છો.

અત્યારે બજારમાં ઘણા પ્રકારના છે કે મળે છે કે જેમાં હીટર સાથે જ આવે છે. આ જેકટ પહેરીને તમે બાઈક પર ગમે તેટલી ઠંડીવાળા વિસ્તારમાં આરામથી હરિ ફરી શકો છો સીમલા, મનાલી, કાશ્મીર, લેહ – લદાખ જેવા કોઈપણ સ્થળો એ જઈ શકશો.

હીટર જેકેટની કિંમત

આવા જેકેટની બજારમાં અત્યારે લગભગ 2000 જેવી ઓછામાં ઓછી કિંમત સાથે મળી શકે છે. શરુવાતની કિંમત 2000 થી સ્ટાર્ટ થાય છે. ત્યાર બાદ જેવા ફીચર્સ તેવી કિંમત બોવ સારા ફીચર્સ વાળા જેકેટની કિંમત ખૂબ વધુ પણ હોય શકે છે. આ સિવાય જેકેટમાં અલગથી હીટર પણ લગાવવામાં આવે છે, ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર આવા જેકેટ હીટરની કિંમત માત્ર 1100 રૂપિયાની આસપાસ શરૂ થાય છે. આ સિવાય બીજા ઘણા બધા એક સમાન જેકેટ હીટર છે, જેની કિંમત પણ 1500 આસપાસ છે.

See also  બાગેશ્વર ધામ:- શું ભૂત-પ્રેત નું અસ્તિત્વ હોય છે? ધાર્મિક માન્યતા? વિજ્ઞાન શું કહે છે? જાણો

હીટર જેકેટની ઓનલાઈન ખરીદી

અને જો તમે હીટર જેકેટ નોખું લેવા નથી માંગતા તો તમે સીધે સીધા હીટર ની સાથે જેકેટ પણ લઈ શકો છો. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે, મેક્સબેલ હીટેડ વેસ્ટ વોર્મ બોડી ઇલેક્ટ્રિક યુએસબી હીટિંગ કોટ વાઇસ્ટકોટ (જેન્ટ્સ અને લેડીસ બંને માટે) આવે છે, જેની કિંમત લગભગ 2000 રૂપિયા છે. હવે ત્યારેજ, અમે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર અન્ય સમાન ડેટેડ જેકેટ જોયું, જે જેકેટની કિંમત લગભગ 9,000 રૂપિયા જેટલી છે. આવી રીતે આ સ્થિતિમાં, તમને બીજા પણ ગરમ જેકેટ્સ મળી જશે.

આ હીટર જેકેટ માટે તમે ઓનલાઈન માહિતી મેળવી શકો છો અને તેને ઓનલાઈન શોધી પણ શકો છો. આવા જેકેટ્સ તમને અલગ અલગ કિંમતની રેન્જમાં ઉપલબ્ધ છે. આ જેલેટમાં ઇલેક્ટ્રિક હીટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. અહીં પાવર બેંકનો ઉપયોગ હીટિંગ મેળવવા માટે અને સતત પાવર સપ્લાય માટે થાય છે. તમે આ જેકેટનો ઉપયોગ માત્ર બટનના દબાણથી જ હીટર તરીકે કરી શકશો.

આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

2 thoughts on “આ 1100નું હીટર જેકેટમાં રાખવાથી જરા પણ ઠંડી નહિ લાગે.”

  1. Pingback: My WordPress

Leave a Comment

error: Content is protected !!