2023 Arthik Rashifal: જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નવા વર્ષમાં ઘણી રાશિના લોકોને ખૂબ જ આર્થિક લાભ થઈ શકે તેમ છે. જ્યારે ઘણી રાશિના લોકોને વધુ પડતો આર્થિક બોજ સહન કરવો પડશે. જેમકે મિથુન, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિ.
2023 આર્થિક રાશિફળ: નવા વર્ષનું જોરશોરથી આગમન થઈ ગયું છે. ઘણી રાશિ ના જાતકો માટે આ વર્ષ આર્થિક રીતે ખૂબ જ લાભદાયક રહેવાનું છે. જ્યારે મિથુન, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકો તેમના વધતા જતા ખર્ચના કારણે આર્થિક તંગીનો અનુભવ કરી શકે. ચાલો જાણીએ કે આ નવું વર્ષ કઈ રાશિ ના લોકો માટે ફળદાયી અને કઈ રાશિના લોકો માટે આર્થિક રીતે અકળામણ ભર્યું નીવડશે.
મેષ:- આ રાશિના લોકોને ઘણા બધા ફેરફારોનો સામનો કરવો પડશે. આ પરિવર્તન તમારી કારકિર્દીમાં નવી સફળતા લાવશે. આ પરિવર્તન તમારા જીવનમાં આર્થિક રીતે ખૂબ જ લાભદાયક નીવડશે. નવા વર્ષની શરૂઆતમાં જમીન મિલકતથી ફાયદો થઈ શકે છે. આ જાતિના લોકો માટે સૂર્યદેવની ઉપાસના ફાયદાકારક સાબિત થશે.
વૃષભઃ- આ વર્ષની શરૂઆત માં આર્થિક રીતે કેટલીક મુશ્કેલીઓનું સામનો કરવો પડશે પરંતુ ધીમે ધીમે આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. વર્ષના મધ્યભાગ પછી સંપત્તિમાં લાભ થઈ શકે છે. આ વર્ષે અટવાયેલા અને ડૂબી ગયેલા પૈસા પરત મેળવવાનો પ્રયાસ કરો. આ રાશિના લોકોને શનિદેવની પૂજાથી લાભ થશે
મિથુન:- આ રાશિના લોકોને આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. જૂની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ઘણો આર્થિક ખર્ચ થશે પરંતુ તમારું નાણાકીય સંચાલન ખૂબ સારું રહેશે. આ વર્ષે નવો ધંધો શરૂ કરવાના યોગ છે. આ વર્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી.
કર્કઃ- આ વર્ષે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન મિલકત અને આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે લાભકારક છે. વર્ષની શરૂઆતમાં જ તમને આર્થિક લાભ થવાનો શરૂ થઈ જશે. આ વર્ષે નવું વાહન ખરીદવાના યોગ છે. શનિદેવની નિયમિત પૂજા કરવી.
સિંહ:- આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ અને કારકિર્દીની દ્રષ્ટિએ એ આપના માટે મધ્યમ રહેશે. તેમ છતાં રૂપિયા સંબંધિત ઘણા કામો પૂરા થશે. નવી પ્રોપર્ટીમાં લાભ થવાની સંભાવના છે. જુગાર શેર બજાર અને સટ્ટા બાજી નુકસાનકારક છે, માટે તેનાથી દૂર રહેજો. સૂર્યદેવ નિયમિત પૂજા કરવાથી ફાયદો થશે.
કન્યા:- આ નવું વર્ષ આપના માટે મધ્યમ ગણાશે. આર્થિક પ્રશ્નો અને જમીન મિલકતના મામલાઓ પ્રમાણમાં સરળ રહેશે. આપેલા રૂપિયા આ વર્ષે ફસાઈ શકે છે, સાવધાની રાખવી. આ વર્ષે મિલકત અને વાહન ખરીદવા આપના માટે હિતાવહ નથી. ગુરુ ગ્રહ ની પૂજા કરવી ફાયદાકારક થશે.
તુલા:- આ વર્ષ તમારા માટે આર્થિક રીતે ખૂબ જ લાભદાયી છે. તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. કારકિર્દી માટે પણ ઉત્તમ તકો ઉપલબ્ધ થશે. અગાઉ ડૂબી ગયેલા કે અટવાયેલા રૂપિયા પરત મેળવવાની સંભાવનાઓ છે. લોની લેવડદેવડમાં ખાસ કાળજી રાખવી. ભગવાન શિવને જળ અર્પણ કરવું ફાયદાકારક નીવડશે.
વોટ્સએપ ગૃપ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
