5G Internet Launch In India: 13 શહેરોમાં સૌથી પહેલા લોન્ચ થશે 5G ઇન્ટરનેટ

Spread the love

13 Cities getting 5G in India: 5G ઇન્ટરનેટ સેવાને લઈને અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. આજે ભારતમાં પીએમ મોદીના હસ્તે 5G ઇન્ટરનેટ સેવા નો અનાવરણ કરવામાં આવ્યું. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો. આ 5G સેવાનો લાભ સૌથી પહેલા કોને મળશે તે વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવો.

પીએમ મોદીએ 5G ઇન્ટરનેટ કર્યું લોન્ચ

પીએમ નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ૧લી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ભારતમાં 5G સેવા લોન્ચ કરી. નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ તમામ ટેલિકોમ કંપનીઓના 5G ઇન્ટરનેટ ના ડેમોનો અનુભવ કર્યો.

૧૩ શહેરોને સૌથી પહેલા 5G ઇન્ટરનેટ નો લાભ મળશે

ભારતમાં 5G ઇન્ટરનેટ લોન્ચ થયાના પહેલા તબક્કામાં જે શહેરોને સામેલ કરાયા છે તેમાં અમદાવાદ, નવીદિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શહેરોમાં રહેતા લોકોને 5G સેવા નો લાભ લેવાની તક સૌથી પહેલા મળશે.

મુકેશ અંબાણીએ કરી મોટી જાહેરાત

પીએમ નરેન્દ્ર મોદીએ આજે 5જી સેવા લોન્ચ કરી જે અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ આપે છે. બીજી તરફ મુકેશ અંબાણીએ પણ આજે એક મોટું નિવેદન આપ્યું. તેમની કંપની રિલાયન્સ જિયો આગામી વર્ષ ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશમાં 5જી ઇન્ટરનેટ સેવાની શરૂઆત કરી દેશે. જિયો આ મહિનાના અંત સુધીમાં 5જી ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયું છે. આ કાર્યક્રમમાં અંબાણીએ કહ્યું કે ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ખૂણે આ સેવા પહોંચાડી દેવામાં આવશે.

See also  મોબાઈલમાં 5G નો ઉપયોગ કરવા માટેના સ્ટેપ
5G Internet Launch In India: 13 શહેરોમાં સૌથી પહેલા લોન્ચ થશે 5G ઇન્ટરનેટ
5G Internet Launch In India

એરટેલે આઠ શહેરોમાં 5G ઇન્ટરનેટ શરૂ કર્યું

ભારતી એરટેલ શનિવારે ચાર મહાનગરો સહિત આઠ શહેરોમાં 5G સેવા શરૂ કરશે. કંપનીની માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ સેવાઓ પહોંચાડવાની યોજના છે. ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલે આ માહિતી આપી. મિત્તલે IMC-2022માં કહ્યું કે દેશનું સૌથી જૂનું ખાનગી દૂરસંચાર ઓપરેટર આઠ મહાનગરોમાં 5જી ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહ્યું છે અને માર્ચ 2023 સુધીમાં મોટાભાગના તથા માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં આ સેવા પહોંચાડશે.

Important Links

આ પ્રકારની માહિતીઓ મેળવવા માટે ગૂગલ ન્યુઝ પર ફોલો કરોClick Here
Join WhatsApp GroupClick Here
Join On TelegramClick Here
Home PageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો