સરકારી કર્મચારીઓને બખ્ખા / 7th Pay Commission બજેટમાં આ જાહેરાત થશે તો સરકારી કર્મચારીઓ ને પગારમાં ધરખમ વધારો થશે.

Spread the love

7th Pay Commission સાતમા પગાર પંચ અંતર્ગત આ વર્ષે સરકારી કર્મચારીઓને નવા બજેટ માં ઘણી આશા છે. કર્મચારીઓને આશા છે કે તેની માંગને આ બજેટમાં સરકાર સામેલ કરશે. કર્મચારીઓના લાંબા સમય સુધી અટકેલા 18 મહિના જેટલા ડીએની ચુકવણી ની રાહ જોઈ રહ્યા છે

  • આ બજેટમાં સરકારી કર્મચારીઓને ઘણી આશા છે.
  • કર્મચારીઓ તેના બાકી રહેલા 18 મહિનાના DAની રાહ જોઈ રહ્યા છે
  • સેલરીમાં કર્મચારીઓના પગારમાં આટલા ટકા નો વધારો થઈ શકે છે થઇ શકે છે આટલા ટકાનો વધારો

7th Pay Commission અંતર્ગત જોઈએ તો હમણાં જ પહેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થશે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી કર્મચારીઓને નાણામંત્રી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે જો સરકાર સરકારી કર્મચારીઓની આ ત્રણ વાતોનો સ્વીકાર કરે છે તો સરકારી કર્મચારીઓને પગારમાં ધરખમ વધારો થઈ શકે છે તેવી સરકારી કર્મચારીઓને આશા છે અને આશા અમર છે

સરકારી કર્મચારીની આ ત્રણ વાતોમાં પહેલી વાત કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો. બીજું એ કે બાકી રહેલા ડીએની ચુકવણી. ત્રીજી માંગમાં ફિટમેંટ ફેક્ટરમાં વધારો કરવો. સરકારી કર્મચારીઓને અપેક્ષા છે કે સરકાર આ વસ્તુઓને આવતા બજેટમાં સામેલ કરશે કર્મચારીઓને આશા છે કે સરકાર આ વસ્તુઓને આગળ બજેટમાં સામેલ કરી શકે છે. 

બાકી રહેલા DAની ચુકવણી

મોંઘવારી કુદકે અને બુસકે વધતી જાય છે આ મોંઘવારી સામે ટકવા માટે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને થોડી રાહત આપી શકે છે. જેમાં કર્મચારીઓની પહેલી માંગે છે કે તેના 18 મહિનાના બાકી રહેલા ડીએના ચુકવણા જે ઘણા સમયથી બાકી છે તે ચૂકવવાના ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

See also  E Aadhar Card Download PDF 2022, uidai.gov.in Aadhaar Card Online

જ્યારે કોરોનાની મહામારી ચારે તરફ ફેલાયેલી હતી, એ સમયે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA એલાઉન્સ 18 મહિના માટે હોલ્ડ પર રાખી દિધા છે. સરકારી કર્મચારીઓ તેના બાકી રહેલા ડીએ ની રકમ ચૂકવવા માટે માંગણી કરે છે. જો કર્મચારીઓને તેનું બાકી રહેલું અઢાર માસનો ડીએ ચૂકવવામાં આવે તો, કર્મચારીઓને આર્થિક રીતે ઘણી રાહત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કર્મચારીઓને જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું DA એલાઉન્સ ચૂકવવાનું બાકી છે. 

કર્મચારીઓ દ્વારા ફિટમેન્ટ ફેક્ટર વધારાની માંગ

સરકારી કર્મચારી ઘણા સમયથી તેમના ફિટમેન્ટ ફેક્ટરને વધારવા માટેની માંગણી કરી રહ્યા છે. આ બજેટમાં જો કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને સરકાર વધારી દે છે તો કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં વધારો થઈ શકે છે. ફીટ મેન્ટ ફેક્ટર વધવાથી કર્મચારીઓની સેલેરી 18,000 રૂપિયા સુધી વધીને 26,000 રૂપિયા થઈ જશે. 

આ પરથી આપણે કહી શકાય કે કર્મચારીઓના પગારમાં સીધે સીધા 8,000 રૂપિયાનો વધારો થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારી સરકારથી ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધીને 3.68 કરવાની માંગ કરી છે. 

નવા બજેટમાં કર્મચારીને DA વધારાની આશા 

7th Pay Commission મુજબ મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓની આશા છે કે, નવા બજેટ માં તેનું મોંઘવારી ભથ્થું પણ વધશે. કારણ કે દર વર્ષે સરકાર વર્ષમાં બે વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારે છે. કર્મચારીઓની માંગણી એવી છે કે ફેબ્રુઆરીમાં આવતા બજેટમાં રજૂ થતા બજેટની સાથે જ અથવા તો પછીથી DAનો વર્ષનો પહેલો વધારો કરી દેવામાં આવશે, જેથી હોળી પહેલા કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. 

DA સેલેરીનો જ એક ભાગ હોય છે.

ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે આ બજેટમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને DA એલાઉન્સમાં સરકાર પાસેથી ત્રણ થી પાંચ ટકા સુધી વધારો કરી શકે છે. અત્યારે સરકારી કર્મચારીઓને 38% ના દરથી DA મળી રહ્યું છે.

See also  LIC IPO GMP Today, Subscription Day 1, Allotment Status

DA એટલે કે મોંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓના પગારનો જ એક ભાગ છે. સરકાર વર્ષમાં બે વખત દર છ મહિને ડીએમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બર મહિનાના સરકારે કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જે પહેલા 34% હતો જેમાં ચાર ટકા વધતા અત્યારે 38% જેટલો દર છે.

વિશ્વ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને નીચેની વિગતો આપીએ છીએ.

આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!