ગુજરાત વનરક્ષક ભરતી: ખાલી પડેલી ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે: વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા

Spread the love
  • ગુજરાત વનરક્ષક ભરતીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે: ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રાખવામાં આવશે.
  • ઉમેદવારોનો કિંમતી સમય બચે તે હેતુથી ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે

ગુજરાત વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ માટે ભરતી

વન અને પર્યાવરણની સ્થિતિ અનુસાર રાજ્યના યુવાનોને સરકારી સેવાઓનો મહત્તમ લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરેલ છે. તે અનુસાર ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક(બીટગાર્ડ)ની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણાની જાહેરાત

વનમંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે હેતુ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તદુપરાંત મંત્રીશ્રીએ કહ્યું કે, વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં આપવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રાખવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોનો કિંમતી સમય બચે તે હેતુથી ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

વધુ જણાવતા તેમણે કહ્યું કે, ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લેવામાં આવશે. અને શકય તેટલી ઝડપથી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.

See also  TPSC JE Recruitment 2022 – Apply Online Now for Junior Engineer Posts

ગુજરાત વનરક્ષક ભરતી

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. વનરક્ષક વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન થશે અને જંગલની આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે લાભકારક નીવડશે.

આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની તમામ વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે htps://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ગુજરાત વન રક્ષક ભરતી જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તાઃ ૦૧/૧૧/૨૦૧૨ના રોજ ૧૫.૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦રર (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

૮૨૩ જગ્યાઓ માટે ગુજરાત વનરક્ષક ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ વનરક્ષક, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરંત જ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનુસાર શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૬ હતા. જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

See also  BJP Gujarat Candidate List 2022 | ભાજપ ઉમેદવારોની યાદી 2022
ગુજરાત વનરક્ષક ભરતી: ખાલી પડેલી ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે: વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા

FAQ

ગુજરાત વનરક્ષક ભરતી ના ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ક્યારથી શરુ થશે?

તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો