વોટસએપમાં જ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ ડાઉનલોડ કરો

Spread the love

WhatsApp દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ ડાઉનલોડ કરવું છે? અત્યારના સમયમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ એ ઉપયોગી મહત્વનો દસ્તાવેજ છે. ઘણી વખત અચાનક જ આપણે આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે. જો આપણી પાસે આધાર કાર્ડ અને પાનકાર્ડ તાત્કાલિક ન હોય તો આપણે whatsapp દ્વારા પણ ડાઉનલોડ કરી શકીએ છીએ.

વોટસએપમાં જ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે સ્ટેપ

પગલું 1: તમારા ફોનમાં MyGov હેલ્પડેસ્ક સંપર્ક નંબર તરીકે +91-9013151515 સેવ કરો,

પગલું 2: હવે WhatsApp ખોલો અને તમારી WhatsApp કોન્ટેક્ટ લીસ્ટને રીફ્રેશ કર્યો.

પગલું 3: MyGov હેલ્થડેસ્ક ચેટબોટ શોધો અને ખોલો.

પગલું 4: હવે MyGov હેલ્પડેક ચેટમાં નમસ્તે અથવા ”Hi” લખો.

પગલું 5: ચેટબૉટ તમને ડિજીલૉકર અથવા કૉવિન સેવા વચ્ચે પસંદગી કરવાનું કહેશે. અહીં DigiLocker Services”પસંદ કરો.

સ્ટેપ 6: હવે ચેટબોટ પૂછશે કે શું તમારી પાસે ડિજીલોકર એકાઉન્ટ છે, તો અહીં ‘હા’ પર ટેપ કરો. જો તમારી પાસે નથી, તો સત્તાવાર વેબસાઇટ અથવા ડિજીલોકર એપ્લિકેશનની મુલાકાત લઈને તમારું એકાઉન્ટ બનાવો.

પગલું 7: ચેટબોટ હવે તમારા DigiLocker એકાઉન્ટને લિંક કરવા અને પ્રમાણિત કરવા માટે તમારો 12 અંકનો આધાર નંબર માંગશે તમારો આધાર નંબર દાખલ કરો અને મોકલો.

પગલું ૭: તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે. તે નંબર ચેટ બોટ માં દાખલ કરો.

પગલું 9: ચેટબૉટ સૂચિ તમને તમારા DigiLocker એકાઉન્ટ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજોની યાદી બતાવશે.

પગલું 10: તમારા દસ્તાવેજને ડાઉનલોડ કરવા અને મોકલવા માટે તે નંબર લખો જેની સાથે તમારો દસ્તાવેજ લિંક હોય.

તમે એક સમયે માત્ર એક જ દસ્તાવેજ ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત, તમે માત્ર DigiLocker દ્વારા જારી કરાયેલ દસ્તાવેજો જ ડાઉનલોડ કરી શકો છો.

See also  1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો પોર્ટેબલ વોટર હીટર ગીઝર

દેશ-વિદેશના સમાચાર વાંચવા માટે ગૂગલ ન્યુઝ (Google News) પર ફોલો કરો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો