કોણ હશે AAPના મુખ્યમંત્રી ? અરવિંદ કેજરીવાલએ કરી જાહેરાત !!!

Spread the love

કોણ હશે AAPના મુખ્યમંત્રી ? અરવિંદ કેજરીવાલએ કરી જાહેરાત !!!: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનીચૂંટણીમાં દરરોજ નવા નવા દાવપેચ સામે આવી રહ્યા છે. ગુજરાતણા રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેમનું ફોકસ ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાત માટે મુખ્યમંત્રીનો ચેહરો પણ જાહેર કરશે. 

AAP આ CM ચેહરા સાથે લડશે ચૂંટણી !!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રીનો ચેહરો પણ પસંદ કરી લેશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. જોકે મુખ્યમંત્રી ચેહરા માટે આમ આદમી પાર્ટી જનતા પાસેથી સૂચનો માંગવી શકે છે.

મુખ્યમંત્રી ચેહરો કોણ નક્કી કરશે??

ચૂંટણી જાહેર થયા બાદ AAP CM ચહેરા સાથે પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP સર્વે કરશે અને ગુજરાતના લોકો પાસેથી સૂચનો માંગશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિફોન દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવશે અને સીએમ ચહેરા માટે ઓપીનિયન પોલ કરવામાં આવશે. ગ્રાઉન્ડ સર્વે પણ કરવામાં આવશે તેમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP પંજાબની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી લડવા માંગે છે. પંજાબમાં AAPએ CM ચહેરાને ભગવંત માન તરીકે જાહેર કર્યો હતો અને તેથી જ ગુજરાતમાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવશે અને જનતા સીએમ ચહેરો નક્કી કરશે.

See also  5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો