2023 ની શરૂઆતમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Spread the love

નવા વર્ષની શરૂઆતમાં જ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે. જો આગાહી સાચી પડશે તો ગુજરાતના લોકોને ઠંડી સાથે કમોસમી વરસાદનો પણ અનુભવ થશે.

નવા વર્ષની શરૂઆત થતા જ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. તેમણે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં જાન્યુઆરી માસમાં માવઠું થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડશે. આ કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થઈ શકે છે. તેથી કમોસમી વરસાદની આગાહી થી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.

ગુજરાતમાં બે દિવસ બાદ ફરીથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગઈ રાતે પારો 3 ડીગ્રી વધુ ગગડતા માણસોને ઠૂંઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી રાજકોટમાં 12.5 જ્યારે નલીયામાં ૧૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનો પારો ગગડતા લોકો તાપણું કરતા નજરે પડ્યા. ત્યારે 2023 ના પ્રથમ દિવસે જ અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી.

અંબાલાલ પટેલ ની માવઠાની આગાહી ની સાથે સાથે હવામાન વિભાગે હજુ તાપમાન ગગડવાની આગાહી કરી છે. આવનારા બે દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી વધવાની સંભાવના છે. નલિયામાં પારો ૧૦.૨ ડિગ્રીએ પહોંચ્યો જ્યારે ભુજમાં ૧૨.૦, ગાંધીનગરમાં ૧૫.૩, વડોદરામાં ૧૪.૪, સુરતમાં ૧૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું. સાથે સાથે પવનની ગતિ ૧૦ કિમી/કલાક રહેતા ઠંડીની તીવ્રતામાં વધારો થતો જોવા મળ્યો છે.

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.

See also  આ પુસ્તક ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ આ OTT તેના પર બનેલી ફિલ્મ ભારતમાં લાવી રહ્યું છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
2023 ની શરૂઆતમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો