અમીત શાહની નજર સૌરાષ્ટ્ર પર, કાલે સોમનાથ પ્રવાસે!!!: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ખૂબ ઓછા દિવસો બચ્યા છે. આ દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે દિવાળી પર્વ પણ ચૂંટણીની કામગીરી શરૂ રાખી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આવતી કાલે અમિત શાહ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ એક હથ્થું શાસન ચલાવી રહી છે ત્યારે સત્તાનું પુનરાવર્તન માટે ભાજપ એક બાદ એક પાસા ફેકી રહી છે. તહેવારો પર પણ ચૂંટણીની તૈયારી પર બ્રેક લગાવવામાં આવી નથી. આવતીકાલે અમિત શાહ સોમનાથ પહોચશે અને સૌરાષ્ટ્ર ઝોનની રણનીતિ તૈયાર કરશે.
શા માટે અમીત શાહની નજર સૌરાષ્ટ્ર પર છે નજર ??
2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
મહત્વપૂર્ણ લીંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |