Exam Time Table 2023: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર : મોટાભાગે વાર્ષિક પરીક્ષાનો મહિનો એટલે કે એપ્રિલ મહિનો. ગુજરાત રાજ્યમાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 3 એપ્રિલથી યોજાશે. જી.સી.ઈ.આર.ટી એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તરફથી પ્રાથમિક શાળાઓ માટે બીજા સેમેસ્ટર ની પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023 જાહેર કરેલ છે. તો ચાલો જાણી લઈએ આપણે વિદ્યાર્થીઓને ક્યારે પરિણામ આવશે અને ક્યારથી વેકેશન પડશે તથા ક્યારથી પરીક્ષાઓ પણ શરૂ થશે.
પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ થયું જાહેર
લેખનું નામ | પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર / Exam Time Table 2023 |
ક્યો વિભાગ | ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) |
કેટલા ધોરણ ના વિદ્યાર્થીઓ | ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓ |
ટાઇમ ટેબલ વર્ષ | Exam Time Table 2023 |
ધોરણ 3 થી 8 વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ
સરકારી શાળાઓ ખાનગી શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમનો સમય એક સરખો જ રહેશે બધી જ શાળાનું પરીક્ષાનો ટાઈમ ટેબલ એક સરખું રહેશે.
Exam Time Table 2023
ક્રમ | તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
1 | 3-4-2023 | સોમવાર | 3 થી 5 | ગણિત | 8 થી 10 | 40 |
2 | 5-4-2023 | બુધવાર | 3 થી 5 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
3 | 6-4-2023 | ગુરુવાર | 3 થી 5 | પર્યાવરણ | 8 થી 10 | 40 |
4 | 8-4-2023 | શનીવાર | 3 થી 5 4 થી 5 | હિંદી (પ્રથમ ભાષા) હિંદી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
5 | 10-4-2023 | સોમવાર | 3 થી 5 4 થી 5 | અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) | 8 થી 10 | 40 |
6 | 11-4-2023 | મંગળવાર | 3 થી 5 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 10 | 40 |
7 | 12-4-2023 | બુધવાર | 6 થી 8 | ગુજરાતી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
8 | 13-4-2023 | ગુરુવાર | 6 થી 8 | વિજ્ઞાન | 8 થી 11 | 80 |
9 | 15-4-2023 | શનીવાર | 6 થી 8 | સામાજીક વિજ્ઞાન | 8 થી 11 | 80 |
10 | 17-4-2023 | સોમવાર | 6 થી 8 | ગણિત | 8 થી 11 | 80 |
11 | 18-4-2023 | મંગળવાર | 6 થી 8 | હિંદી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
12 | 19-4-2023 | બુધવાર | 6 થી 8 | અંગ્રેજી (પ્રથમ ભાષા/દ્વિતીય ભાષા) | 8 થી 11 | 80 |
13 | 20-4-2023 | ગુરુવાર | 6 થી 8 | સંસ્કૃત | 8 થી 11 | 80 |
14 | 21-4-2023 | શુક્રવાર | 6 થી 8 | મરાઠી/ઉડીયા/તેલુગુ/તમીલ/ઉર્દુ (પ્રથમ ભાષા) | 8 થી 11 | 80 |
પ્રશ્નપત્રો ક્યા તૈયાર થશે?
વાર્ષિક પરીક્ષા માટેના ધોરણ ત્રણ થી આઠ ના પ્રશ્ન પેપર જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને પર્યાવરણ આ બધા વિષયો માટે સમાન સમય પત્રક મુજબ પેપર તૈયાર કરવામાં આવશે આ સિવાયના બાકીના વિષયો માટેની પરીક્ષા શાળાઓ પોતાની રીતે શાળા કક્ષાએ તૈયાર કરીને તે ટાઈમ ટેબલ રજુ કરવાનુ રહેશે.
વિદ્યાર્થિ માટેના સામાન્ય સૂચનાઓ
- ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રના જવાબો અલગ ઉત્તરવહીમાં લખવાના હોય છે.
- ધોરણ ત્રણ થી ચાર ના વિદ્યાર્થીઓએ જવાબ પ્રશ્નપત્રમાં જ લખવાના હોય છે.
- કોઈપણ શાળાઓ માં શાળાનો સમય અલગ હોય તો પણ પરીક્ષા માટેનો જે સમય બહાર પાડેલ છે તે મુજબ જ પરીક્ષા લેવાની રહેશે.
Exam Time Table 2023 માટે મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા ટાઈમ ટેબલ વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

વાર્ષિક પરીક્ષાઓ ક્યારથી શરુ થઇ રહી છે?
ત્રીજી એપ્રિલ 2023 થી વાર્ષિક પરીક્ષા શરુ થઇ રહી છે
વેકેશન ક્યારે પડશે?
પહેલી મેં 2023 થી વેકેશન પડશે.
Exam Time Table 2023 ઓફિસીયલ લેટર ક્યાં મળશે?
ઓફિસીયલ લેટર માટે લીંક ઉપર આપેલી છે.