ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2022 @parivahan.gov.in

Spread the love

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ: સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.વ્યક્તિએ સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ મેળવવું પડે છે. ત્યારબાદ તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. ગુજરાત RTO દ્વારા મોટર અધિનિયમ,1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ મેળવ્યા પછી તે 6 મહિના માટે માન્ય રહેશે.લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ વ્યક્તિ 180 દિવસની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માટે અરજી કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

ડ્રાઇવિંગ લાયસન્સ (ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ ) સરળતાથી મળી રહે અને લોકોને આરટીઓ ના ધક્કા ઓછા ખાવા પડે તે માટે સરકાર દ્વારા હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન ફોર્મની સુવિધા શરૂ કરવામાં આવી છે.જે પણ વ્યક્તિ લર્નિંગ લાયસન્સ મેળવવા માંગે છે તે ઘરેબેઠા પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર થી ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

લાયસન્સ ના પ્રકાર

વાહનોની કેટેગરીના આધારે લાયસન્સ ના નીચે મુજબના પ્રકાર પાડવામાં આવ્યા છે:

હળવા મોટર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના LL માં જીપ,ઓટો રીક્ષા અને ડિલિવરી વાન વગેરે વાહનનો સમાવેશ થાય છે.
મધ્યમ પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં ટેમ્પો અને મીનીવાન નો સમાવેશ થાય છે.
મધ્યમ માલ સામનના વાહન માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ માલ સામાન માટે વપરાતા ડિલિવરી ટ્રક અને ટેમ્પો જેવા વાહનનો સમાવેશ આ પ્રકારના લાયસન્સ માં થાય છે.
ભારે પેસેન્જર વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સ માં મોટી બસો અને વાન જેવા વાહનનો સમાવેશ થાય છે.
ભારે માલ સામાનના વાહન માટે જાહેર કરાયેલ લાયસન્સ આ પ્રકારના લાયસન્સમાં ભારે ટ્રક અને બીજા હેવી વાહનનો સમાવેશ થાય છે.
ગિયર વગરની મોટર સાયકલ માટે જાહેર કરાયેલ લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વગરના સ્કૂટર અને મોપેડનો સમાવેશ થાય છે.
લાઈટ વ્હીકલ માટે લર્નિંગ લાયસન્સ આમાં,ગિયર વાળી કાર અને બાઇક વગેરેનો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • ઉંમર અને સરનામાં ના પુરાવા માટે આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ,LC,લાઈટબીલ,LIC પોલિસી,જન્મ પ્રમાણપત્ર વગેરે.
  • અરજી પત્રક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી નો ફોટો
See also  Digilocker Whatsapp Service: હવે whatsapp પર ડાઉનલોડ કરો મહત્વના ડોક્યુમેન્ટ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 – MYSY (Letest Update)

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ માંથી ‘Driver/Learners License’ નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ નવું પેજ ઓપન થાય તેમાં પ્રથમ ઑપ્સન ‘Apply For Learner License’ નો ઑપ્સન સિલેક્ટ કરો અને બીજા પેજમાં Continue પર ક્લિક કરો.
  • નવા પેજમાં તમારી કેટેગરી અને જિલ્લો સિલેક્ટ કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP એન્ટર કરીને ‘Authenicate With Sarathi’ પર ક્લિક કરો.
  • હવે Next પેજમાં જે ફોર્મ ખુલે એમાં માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ લાયસન્સ નો પ્રકાર સિલેક્ટ કરો અને ઓનલાઈન ફી ભરો.
  • છેલ્લે માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.

આમ,ઉપરના સરળ સ્ટેપ દ્વારા તમે લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમ પેજ અહીં ક્લિક કરો

Learning licence નું ફોર્મ ભરાય જાય ત્યાર બાદ શું કરવું?

ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યાબાદ તમારી પાસે ફોર્મ download કરવા માટે આવશે તમારે Application Form ,Form no1 (self Declaration form) , LL Slot Booking, Fee Receipt ની તમારી વધી વિગતો જોવા મળશે અને તે બધું download કરી ને RTO લઈ જવાનું રહેશે.

અને ત્યાં તમારા તમામ જરૂરી documents ને verify કરશે પછી તમને computer ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

જો તમે computer ની ટેસ્ટ માં પાસ થઈ જાવ તો તમને ત્યારેજ Learning licence આપી દેવામાં આવશે. પણ જો તમે તે ટેસ્ટ માં નાપાસ થાવ તો તમારે બીજી વખત ટેસ્ટ આપવાની રહેશે બીજા દિવસે તમે ટેસ્ટ આપી શકો છો. બીજી વખત ટેસ્ટ આપવા માટે ની ફી 50 રૂ. છે.

See also  अथेमा और एमांसिटा के बीच अंतर

Online Village Map Gujarat 2022 | ગુજરાતના તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન

ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ધ્યાન માં રાખવા જેવી બાબતો

૧) HSRP વાળી નંબર પ્લેટ હોવી ફરજિયાત છે. તેના વગર ટેસ્ટ આપવા ની મંજુરી નહીં મળે.

૨) હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ તમારે સાથે લઈ જવાનું રહેશે.

3) જે ગાડી માં તમે ટેસ્ટ આપવાના છો તેમાં બંને બાજુ અરીસા હોવા ફરજિયાત છે.

૪) ગાડી માં indicator ચાલુ હોવા જરૂરી છે

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ મેળવવા માટેના માપદંડ

  • 50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ અને તેને માતાપિતા ની સંમતિ મેળવેલી હોવી જોઈએ.
  • હળવા વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ ની ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ.
  • લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ.
ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2022 @parivahan.gov.in
ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2022 @parivahan.gov.in

ડ્રાઇવિંગ લાયસન્સ માટે વારંવાર પુછાતા પ્રશ્નો

  1. ઓનલાઈન લાયસન્સ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ કઈ છે?

    લર્નિંગ લાયસન્સ માટેની ઓફિશિયલ વેબસાઈટ www.sarathi.parivahan.gov.in છે.

  2. લર્નિંગ લાયસન્સ કેટલા મહિના માન્ય રહેશે?

    લર્નિંગ લાયસન્સ 6 મહિના એટલે કે 180 દિવસ વેલીડ ગણાય છે.

  3. લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ?

    50cc કરતા ઓછા એન્જીનના વાહન માટે 16 વર્ષની ઉંમર અને લાઈટ મોટર વ્હીકલ ના લર્નિંગ લાયસન્સ માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ:

લેખન સંપાદન : વિશ્વ ગુજરાત ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ VISHWAGUJARAT.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

See also  Best Vision Test App - Smart eye app તમારી આંખો ના નંબર ચેક કરો ફ્રી

1 thought on “ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ 2022 @parivahan.gov.in”

Leave a Comment

error: Content is protected !!