ફિલ્મ ‘Avatar: The Way of Water’ નું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. Avatar 2 ફિલ્મની વાર્તા વર્ષ 2009માં આવેલી ‘Avatar’થી આગળ હશે. તમને જણાવી દઈએ કે અગાઉની ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે 13 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ ફરી એકવાર લોકો પર પોતાનો જાદુ પાથરવા માટે તૈયાર છે.
હોલીવુડ મૂવી “Avatar” વિશે કોઈ ખાસ પરિચય આપવાની જરૂર નથી.. કોઈ પણ ફિલ્મ પ્રેમી આ ફિલ્મને ભૂલી શકશે નહીં. જ્યાં સુધી Avatar 1 ની વાત છે, તો 1994 માં આ ફિલ્મના લખાણથી લઈને શૂટિંગ પૂર્ણ થવામાં 15 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. લગભગ 237 મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મે તે સમયે વિશ્વભરમાં 3 બિલિયન યુએસ ડોલરથી વધુ કમાણી કરી હતી.
દિગ્દર્શક જેમ્સ કેમેરોને તેમની દિગ્દર્શક પ્રતિભાથી એક નવી દુનિયા બતાવી, જેને પાન્ડોરા કહેવાય છે. ‘Avatar: The Way of Water’ એ 2009ની વિઝ્યુઅલ વન્ડર ‘Avatar’ની સિક્વલ છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર 16 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થશે. ઝુંબેશના ભાગરૂપે, ટીમે તાજેતરમાં ટ્રેલર (Avatar: the Way of Water) રિલીઝ કર્યું.
પહેલા ભાગની જેમ ફિલ્મના પાત્રો ત્યાં જ રહેશે પરંતુ આ વખતે લોકોને પહેલા કરતા વધુ એડવેન્ચર જોવા મળશે. આ ફિલ્મ આ વખતે લોકોને પાણીની અલગ દુનિયાનો પરિચય કરાવશે. આ ફિલ્મનું નવું ટ્રેલર અવતારના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં પેન્ડોરાની દુનિયાની અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
Avatar 2 નું ટ્રેલર 3D વર્ઝનમાં જોયા બાદ ચાહકો ઉજવણી કરી રહ્યા છે. ટ્રેલર સામે આવ્યા બાદ હવે ફેન્સના રિએક્શન પણ આવવા લાગ્યા છે. એક યુઝરે લખ્યું, ‘હું 13 વર્ષથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું. હું તેને પહેલા દિવસે જ જોઈશ. અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે આ ફિલ્મની રાહ જોઈ શકતો નથી.’ અન્ય યુઝરે લખ્યું, ‘વર્ષોની રાહ જોયા બાદ આખરે…’ આ સિવાય ઘણા યુઝર્સ આ ટ્રેલર પર ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે Avatar: the Way of Water 16 ડિસેમ્બરે 160 દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન જેમ્સ કેમેરોન દ્વારા કરવામાં આવ્યું છે. તેણે તેનો પહેલો ભાગ પણ ડિરેક્ટ કર્યો હતો. રિલીઝ થયા બાદ અવતારે દુનિયાભરમાં ઘણી કમાણી કરી હતી. હવે મેકર્સ આ ફિલ્મ પાસેથી બોક્સ ઓફિસ પર પણ એવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે જોરદાર ઓપનિંગ કરશે અને 30 થી 40 કરોડનો બિઝનેસ કરશે. જો ફિલ્મ સુપર હિટ હોય તો વીકેન્ડમાં 100 કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહીં.
