જાણો બોલપેનના ઢાંકણામા છિદ્ર શા માટે હોય છે.

Spread the love

બોલપેન નુ ઢાંકણું માણસનો જીવ લઈ શકે છે શું તમે એ વાત જાણો છો? આજે આપણે વિસ્તારથી જોઈએ કે બોલપેનના ઢાંકણામા છિદ્ર શા માટે હોય છે

કેટલાક લોકો તેને મોઢામાં નાખીને ચાવવાનું શરૂ કરે છે, ખાસ કરીને બાળકો આવું કરે છે. આવી સ્થિતિમાં જો તે આકસ્મિક રીતે ઢાંકણું ગળામાં અટકી જાય છે. છો તેમાં છિદ્ર ન હોય તો, હવા તેમાંથી પસાર થઈ શકતી નથી, જે ઘાતક સાબિત થઈ શકે છે.

બોલપેનના ઢાંકણામા છિદ્ર પાછળ લોકો એવું માને છે

એક પૂર્વધારણા મુજબ, પેન બંધ અને ખોલવામાં આવે ત્યારે આ છિદ્ર હવાના દબાણને સમાન રીતે જાળવી રાખે છે. પરંતુ આ વાત ફક્ત તે પેન માટે જ સાચી છે, જેના ઢાંકણા દબાવવાથી બંધ થઈ જાય છે, જે પેન ટ્વિસ્ટ કરીને બંધ થઈ જાય છે તેમાં આ વસ્તુ તાર્કિક રીતે બેસતી નથી. ઉપરાંત, એક સામાન્ય ખ્યાલ છે કે પેનની કેપ્સને વીંધવામાં આવે છે જેથી પેનની નિબ પરની શાહી સુકાઈ ન જાય. આને યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ હકીકત શાહીને સૂકવવાની અને ન સૂકવવાની બંને વિભાવનામાં કહી શકાય છે. તેથી જ આ પણ સચોટ નથી.

બોલપેનમાં છિદ્રનું મુખ્ય કારણ શું છે?

ઘણી વખત આપણે જોઈએ છીએ કે બોલપેનના ઢાંકણા સહિત ઘણા લોકો તેને મોંમાં મૂકીને ચાવવાનું શરૂ કરી દે છે ખાસ કરીને બાળકોમાં આ આદતો હોય છે જો આવી સ્થિતિમાં ક્યારેક ભૂલથી ઢાંકણું ગળામાં અટકી જાય તો તેમાં છિદ્ર ન હોય તો હવાની અવરજવર થઈ શકતી નથી અને શ્વાસ બંધ થઈ જાય છે. જો ઢાંકણ માં છિદ્ર હોય તો મૃત્યુનું જોખમ અમુક અંશે ઘટાડી શકાય.

ચાલો બોલપેનના ઢાંકણામા છિદ્ર પાછળનુ વાસ્તવિક કારણ જોઈએ

દરેક વ્યક્તિએ આ પેનથી પોતાનુ હોમવર્ક કર્યું હોવું જોઈએ અને જો ન કર્યું હોય તેઓએ ઢાકણથી સીટી જરૂરથી વગાડી હશે.પરંતુ બોલપેનના ઢાંકણામા છિદ્ર પાછળનુ વાસ્તવિક કારણ બહુ ઓછા લોકો જાણે છે. તેમ છતા કેટલાક લોકો માને છે કે બોલપેનના ઢાંકણામા રહેલ છિદ્ર પેનને ભેજયુક્ત રાખે છે, જેનાથી પેન સારી રીતે કાર્ય કરે છે.પરંતુ બોલપેનના ઢાકણમા રહેલ છિદ્ર એ વાસ્તવિક કારણ નથી.

See also  લાઈફ સ્કીલ / તમારી સાથે વાત કરતી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે જાણવા માટે ટીપ્સ

હકીકતમા નાના બાળકો ઘણીવાર અભ્યાસ દરમિયાન પેન વડે લખતા લખતા પેનનુ ઢાંકણુ મોંમા નાખી ચાવ્યા કરે છે અને કેટલીકવાર ભૂલથી તેને ગળી પણ જાય છે. જ્યારે આવુ થાય ત્યારે ઢાંકણ શ્વાસનળીમા ફસાઈ જાય છે. પરંતુ સારી વાત એ છે કે ઢાંકણમા છિદ્ર હોવાને કારણે તે શ્વાસ લઈ શકાય છે. જો આ છિદ્ર ન હોય તો ગળામા ઢાકાણ અટકી જવાથી મૃત્યુ પણ થઈ શકે છે.

પેન કંપનીઓ બોલપેનના ઢાંકણમા છિદ્ર કરે છે જેથી ગળામાં અટકી ગયા પછી પણ શ્વાસ અટકે નહિ અને પેનના ઢાંકણને દૂર કરવા માટે ડોકટરોને સમય મળી રહે. યુ.એસ. મા દર વર્ષે લગભગ ૧૦૦ બાળકો પેનના ઢાકણને ગળી જવાને કારણે મૃત્યુ પામે છે, તેથી સલામતી નિયમો હેઠળ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને બચાવવા માટે બોલપેનના ઢાંકણામા છિદ્ર બનાવવામા આવે છે.

જો કે પેનની ટોપી કોઈએ ગળી જવાના સમાચાર મળ્યા નથી, પરંતુ પેન બનાવનારાઓએ હંમેશા આ આશંકા ધ્યાનમાં રાખી અને તેની ટોપીમાં એક છિદ્ર રાખ્યું.

Leave a Comment

error: Content is protected !!