BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય, હવેથી મહિલા ક્રિકેટરોને પણ પુરૂષો જેટલી જ મેચ ફી મળશે

Spread the love

BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય: ભારતીય ક્રિકેટમાં હવે મહિલા ક્રિકેટરને પણ પુરુષ ખેલાડીઓ જેટલું જ સમાન વેતન મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)ના આ મહત્વના નિર્ણયની જાણકારી BCCI સેક્રેટરી  જય શાહે ટ્વીટરના માધ્યમથી આપી છે. જેમાં તેમણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.

BCCI નો મહત્વપૂર્ણ નિર્ણય: જય શાહે ટ્વીટર દ્વારા આપી માહિતી?

જય શાહે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.”

તેમણે વધુમાં લખ્યું, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ”

મહિલા ક્રિકેટરને અગાઉ કેટલી મેચ ફિ મળતી હતી?

મહિલા ક્રિકેટરને અત્યાર સુધી સરેરાસ મેચ ફિ દરરોજ 20 હજાર રૂપિયા મળતા હતા. તે લગભગ અંડર-19 પુરૂષ ક્રિકેટરની બરાબર હતી. જ્યારે સિનિયર પુરૂષ ખેલાડીઓ મેચ ફી તરીકે દરરોજ સરેરાશ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક મોટો તફાવત હતો. પરંતુ હવે આ ભેદભાવ પણ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મેચ ફી તરીકે માત્ર 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.

ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે દ્વારા સમાન વેતન નીતિની સૌપ્રથમ પહેલ

ક્રિકેટમાં મહિલા-પુરુષોને એકસમાન વેતન આપવાની પહેલ સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વર્ષે જુલાઈમાં શરૂ કરી હતી. તેમણે મહિલા અને પુરુષ ક્રિકેટર્સને સમાન વેતન આપવાનો નિર્ણય કર્ઓ હતો. જેને લઈને NZC અને 6 મોટા એસોશિએશન વચ્ચે એગ્રિમેન્ટ પણ થયો હતો. આ ડીલ પહેલા પાંચ વર્ષ માટે કરવામાં આવી હતી, તેના અંતર્ગત ઈન્ટરનેશનલ સહિત સ્થાનિક ક્રિકેટર્સને પણ તમામ ટૂર્નામેન્ટની ફી પણ સમાન જ મળે.

See also  આ પુસ્તક ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ આ OTT તેના પર બનેલી ફિલ્મ ભારતમાં લાવી રહ્યું છે.

Leave a Comment

error: Content is protected !!