બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના ૨૦૨૩ | Beauty Parlour Kit Sahay 2023 | માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચાલતી બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના ૨૦૨૩: ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સહાયકારી યોજનાઓ ચાલવામાં આવે છે. આવી જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના જે અંતર્ગત મહિલાઓ ને બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના આપવામાં આવે છે. આ યોજના માટેના ફોર્મ ઓનલાઇન ભરવામાં આવે છે. ૦૧/૦૪/૨૦૨૩ થી આ યોજના માટેના ફોર્મ ભરવાનું ચાલુ થશે. તો ક્યારે ફોર્મ ભરવું અને ક્યારે ફોર્મ ભરાશે તે વિશે વિગતવાર જાણીયે.
Beauty Parlour Kit Sahay 2023
માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે બ્યૂટી પાર્લર કીટ સહાય ૨૦૨૩ હેઠળ જે મહિલાઓ બ્યૂટી પાર્લર બ્યૂટી પાર્લર ચલાવવા માંગતી હોઈ તેવા લોકો ને ફ્રી માં બ્યૂટી પાર્લર કીટ આપવામાં આવે છે. આ યોજના નો હેતુ મહિલાઓ આર્થિક રીતે પગભર બને અને ઘરે બેસીને જ પોતાનો સ્વ રોજગાર શરુ કરી શકે છે તેવો છે. બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ મહિલાઓ આ યોજનાનો લાભ રાજ્યના ગ્રામીણ અને શહેરી બંને ના જે આર્થિક રીતે નબળી મહિલાઓ હોઈ તેને સહાય મળે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય 2023
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
સહાય નું નામ | Beauty Parlour Kit Sahay 2023 |
વિભાગનું નામ | કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ |
અરજી | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો |
સત્તાવાર વેબસાઇટ | e-kutir.gujarat.gov.in |
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 01/04/2023 |
ઉમર મર્યાદા | 16 વર્ષ થી 60 વર્ષ |
BEAUTY PARLOUR KIT SAHAY 2023 યોજના માટેની લાયકાત:
BEAUTY PARLOUR KIT SAHAY YOJANA 2023 હેઠળ જે લોકો ને લાભ મેળવવો હોઈ તે માટે કુટિર અને ગ્રામ ઉદ્યોગ તથા ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટે અમુક લાયકાતો જરૂરી છે જે નીચે મુજબ નક્કી થયેલ છે:
- BEAUTY PARLOUR KIT SAHAY 2023 યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ની કુટુંબની વાર્ષિક આવક શહેર માં રહેતા હોઈ તેની ૧૫૦૦૦૦ અને ગામડામાં રહેતા હોઈ તેની ૧૨૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. અને નગર પાલિકા ચીફ ઓફિસર અથવા મામલતદાર અને મહાનગરો માં મહાનગરપાલિકા ના અધિકારીઓ નો આવક નો દાખલો રજુ કરવાનો રહેશે.
- આ યોજના માં અરજી કરનાર મહિલા ની ઉમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ હોવી જોઈએ.
- આ યોજનામાં વિકલાંગ મહિલાઓ , વિધવા મહિલાઓ પણ સામેલ થાય શકે છે.અને આ યોજનાનો લાભ મેળવી શકે છે.
BEAUTY PARLOUR KIT SAHAY 2023 માટેના જરૂરી પુરાવાની યાદી:
આ યોજના માટે અમુક ડોક્યુમેન્ટ્સ ની જરૂર રહે છે જેનું લિસ્ટ નીચે મુજબ છે.
આ યોજનામા ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે.
- જન્મ નું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરાવો આપતા (લીઝ એગ્રીમેન્ટ,પ્રોપર્ટી કાર્ડ,ચૂંટણી કાર્ડ,વીજળી બિલ,દસ્તાવેજ વગેરે )
- આધારકાર્ડ
- રાશનકાર્ડ
- વાર્ષિક અવાક દર્શાવતું અધિકારીનું પ્રમાણપત્ર
- અભ્યાસ ની માહિતી
- મોબાઈલ નંબર
- દિવ્યાંગ હોઈ તો મેડિકલ સર્ટિફિકેટ
- વ્યવસાય માટે જો કોઈ તાલીમ લીધી હોઈ તો તેનું પ્રમાણપત્ર
- જો મહિલા વિધવા હોઈ તો તેનું નિરાધાર વિધવાનું સર્ટિફિકેટ
જે પણ વિગતો અપલોડ કરવાની થાય તો ત્યારે ખાસ ધ્યાન રાખો કે ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને જ અપલોડ કરવા.
માનવ કલ્યાણ યોજના માં સમાવેશ થતા વ્યવસાય નું લિસ્ટ
નીચે આપેલા વ્યવસાય ના નામ મુજબ વ્યવસાયકર્તા આ માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવી શકે છે
- બ્યૂટી પાર્લર
- મોચી
- સુથાર
- કુંભાર
- ધોબી
- અથાણાં પાપડ બનવવા
- દહીં દૂધ વેંચતા
- મસાલા મિલ
- ફ્લોર મિલ
- માસ માછી વેંચતા
- વાળંદ
- અલગ અલગ ફેરિયા
- ઇલેક્ટ્રિક વસ્તુ વેંચતા
- ઠંડા પીણાં નાસ્તા વેચનાર
- ખેતી લક્ષી લુહાર
- કડિયા
- વાહન રિપેરિંગ
- પેપર ડીશ અને કપ બનાવનાર
- પ્લમ્બર
- રૂ ની દિવેટ બનાવતા
- સાવરણી વેચનાર
- દરજી
- લુહાર
- સેન્ટીંગકામ કરનાર
- ભરતકામ કરનાર
આ યોજનાના લાભ માટે ઓનલાઇન અરજી કરવાની હોઈ છે. જેની વિગતવાર માહિતી જાણીયે.
માનવ કલ્યાણ યોજના અરજી કઈ રીતે કરવી?
નીચે મુજબ ના સ્ટેપ્સ અનુસરી ને તમે ઓનલાઇન અરજી કરી શકો છો:
- સૌથી પેહલા OFFICIAL WEBSITE https://e-kutir.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલા વિવિધ વિભાગ પૈકી કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ પર ક્લીક કરો.
- ત્યાં અલગ અલગ વિભાગો યોજનાઓ આપેલી હશે તેમાંથી માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરો.
- ત્યાં તમને આ યોજના વિશેની બધી જ માહિતી મળી જશે.
- તે પછી online અરજી કરો.અને તે માટે ત્યાં regestration કરો તે માટે ત્યાં જે માહિતી માંગવામાં આવે છે તે પુરી પાડો.
- જે ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે તે અપલોડ કરો.
- જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જ સ્કેન કરીને અપલોડ કરવા તે ખાસ ધ્યાન રાખવું.
- ફોર્મ ભરતી વખતે બ્યૂટી એર્લર કીટ સહાય યોજના ઓપ્શન પસંદ કરો.
Beauty parlour kit yojana નો ઉદ્દેશ:
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ યોજના હેઠળ ફ્રી માં ગુજરાત ની મહિલાઓ ને beauty parlour kit આપવામાં આવે છે જેથી કરીને મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર મેળવી શકે છે અને તેનો મુખ્ય હેતુ મહિલાઓ ને રોજગારી મળી રહે તે હોય છે.
official website : E kutir portal પર જઈને આ યોજના માટે ઓનલાઈન application કરવાની રહે છે.તેમાં ફરજિયાત ઓનલાઈન જ અરજી કરવાની હોય છે. આ યોજનામાં આપને આપના ધંધા મુજબ સહાય આપવામાં આવે છે. અરજી માટેની તારીખ 1 એપ્રિલ 2023 એ કરી શકો છો. તે પછી ઓનલાઈન અરજી કરી શકાશે નહી.
આ યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નું સરનામું
ગુજરાત રાજ્ય ના બધા k જિલ્લામાં આ યોજના અમલ માં મુકેલ છે.કુલ રાજ્યમાં 33 જિલ્લામાં સરનામા આપેલા છે જેમાંથી તમને જે લાગુ પડતું હોય તે જોઈ ને તમે ત્યાં જઈને માહિતી મેળવી ને આગળ કાર્યવાહી કરી શકો છો.
બસ આ રીતે અરજી થઈ ગઈ છે. અરજીની પ્રિન્ટ કાઢી ને સાચવી રાખો
Beauty Parlour Kit Sahay 2023 જાહેરાત | અહીં ક્લિક કરો |
વેબસાઇટ | અહીં ક્લિક કરો |

Beauty Parlour Kit Sahay 2023 અંતર્ગત પૂછાતા પ્રશ્નો:
બ્યૂટી પાર્લર કીટ સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?
માનવ કલ્યાણ યોજના હેઠળ આ સહાય મળે છે
માનવ કલ્યાણ યોજના માં કુલ કેટલા વ્યવસાય માટે સહાય મળી રહે છે?
આ સહાય હેઠળ કુલ ૨૮ જેટલા વ્યવસાય માટે સહાય મળી રહે છે
માનવ કલ્યાણ યોજના હેઠળ અરજી કરવાની તારીખ કઈ છે?
આ યોજનાના ફોર્મ ઓનલાઇન ૧-૪-૨૦૨૩ થી ભરાશે.
beauty parlour kit yojana કોના માટે છે?
Beauty parlor kit yojana જે મહિલાઓ beauty parlour નો વ્યવસાય ચાલુ કરવા માંગતી હોય તે માટે ની બહાર પડેલી સ્કીમ છે.
Beauty parlor kit scheme મા શેના માટે લોન આપવામાં આવે છે?
આ યોજના મહિલાઓ ને beauty parlour માટેની વસ્તુ માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી એક સહાય છે.
આ માહિતી દ્વારા અમે આપ લોકો ને Beauty parlor kit scheme માટેની માહિતી આપી છે. તે ઉપરાંત જો હજુ પણ કોઈ પણ સવાલ હોય તો તમે અમને comment box માં અમને જણાવી શકો છો. અમને આપના સવાલો ના જવાબ આપીને આપને મદદરૂપ થઈશું.
wadding
Nice
Yas
Mital