Viral Video: બીયર પીવાનું શોખીન વાંદરું – ઉતર પ્રદેશ

Spread the love

બીયર પીવાનું શોખીન વાંદરું: હમણાં તાજેતરમાં એક વાંદરા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં આ વાંદરો બિયર નું ટીન પી રહ્યો છે. આ વિડીયો ઉત્તરપ્રદેશના રાયબરેલીનો હોવાનું જાણવા મળે છે કે જ્યાં એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે અને તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે. ત્યારબાદ આ વાંદરું તે બિયર પી જાય છે.

વાઇન શોપના દુકાનદારે અધિકારીઓને આ બાબતે ફરિયાદ પણ કરી છે. વાઇન શોપ નો સંચાલક આ વાંદરા થી ખૂબ જ પરેશાન થઈ ગયો છે. તેણે અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી તો એવો જવાબ મળ્યો કે તે વાંદરાને ત્યાંથી ભગાડી દો. જ્યારે દુકાનના સેલ્સમેન આ વાંદરાને ભગાડે છે ત્યારે તે બચકું ભરવા દોડે છે. હવે આ વાંદરાને પકડવાની પણ વાત જાણવા મળી રહી છે. વાઈન શૉપમાં કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે, આ વાંદરું ગ્રાહકો પાસેથી દારૂ અને બિયર છીનવી લે છે તેમજ દુકાનમાં રખાયેલી દારૂની બોટલને પણ નુકસાન પહોંચાડે છે.

બીયર પીવાનું શોખીન વાંદરું વિડિયો જુવો

વાયરલ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે આ વાંદરું બિયર પી રહ્યું છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આ વાંદરું દારૂ પીતા પણ જોવા મળી રહ્યું છે. જે જોતાં એવું લાગે છે કે આ વાંદરું દારૂનું એડિક્ટ થઈ ગયું છે. જેથી તમામ લોકો પરેશાન છે. જેવી રીતે લોકો વાંદરાને જોતાં ફળ છુપાવે છે તે રીતે અહીં આ વાંદરાને જોતાં દારૂ પણ છુપાડવો પડી રહ્યો છે.

See also  Haunted place of Gujarat / ગુજરાત ના આ ભૂતિયા સ્થળે જતા લોકો ધોળા દિવસે પણ ડરે છે.

વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વાંદરું દારૂ પીતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વાંદરું વાઈન શૉપમાં આવતા લોકો પાસેથી દારૂ છીનવી લે છે અને પછી તે દારૂ અને બિયર પી જાય છે.

1 thought on “Viral Video: બીયર પીવાનું શોખીન વાંદરું – ઉતર પ્રદેશ”

  1. વાંદરું બીયર પીવાનું શોખીન હોય જ નહિ આ તમારા જેવા મોટા વાંદરા ઓ એ એકાદ વાર પીવડાવ્યો હશે અને ઘડી ઘડી પણ પીવડાવિયો હશે તે પછી તમારી જેમ જ આદત પડે ને બોલતા વાંદરા ઓ

    Reply

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો