Benefits of eating in a metal vessel: આજના જમાના માણસ કેવું ખાય છે તેના પર તેની તંદુરસ્તી નિર્ભર કરે છે. આજના જમાના માં આ બધું જંકફુડ નુ પ્રમાણ વધી રહ્યું છે. જેથી કરીને અલગ અલગ બીમારી થતી રહે છે.
પેલાના જમાનામાં લોકો તાંબાના લોટાનું પાણી પીતા ને ધાતુ ના વાસણમાં જમતા જે ફાયદાકારક હતું. પરંતુ આજના ડિજિટલ યુગ માં તો જાણે તે બધું ભૂલાય જ ગયું છે.
તો ચાલો આપડે ફરીથી જાણીએ Benefits of eating in a metal vessel | ધાતુના વાસણ અને તેમાં ભોજન ના ફાયદા શું થાય છે તે..
માટી :
માટીના વાસણમાં ભોજન પકવતા સમય લાગે છે પરંતુ તેમાં બનાવેલા ભોજન માં ખૂબ જ વધુ પ્રમાણ માં પોષક તત્વો હોય છે. જે ખૂબ જ ફાયદાકારક હોય છે. માટીના વાસણમાં બનેલા ભોજન ને બની ગયા બાદ તરત જ બીજા વાસણ માં લઇ લેવું જોઈએ જેથી કરીને ભોજન સૂકું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્ટીલ:
સ્ટીલ ના વાસણમાં ભોજન કરવાની કોઈ પણ જાતનો ફાયદો કે નુકશાન કશું જ નથી. અત્યારે લગભગ બધે સ્ટીલ ના વાસણ જ જોવા મળે છે.
કાંસુ:
પહેલાંના સમય ના કાંસા ના વાસણ ખૂબ જ વાપરતા હતા.પરંતુ હવે ધીમે ધીમે તેનો વપરાશ બંધ થાય ગયો છે. ભોજન કાંસાના વાસણ માં કરવાથી રક્તપિત્ત મટે છે અને ભૂખ ઊઘડે છે. આમાં ક્યારેય પણ ખાટું વસ્તુ ન રાખવી કે ખાવી કેમ કે તે તેમાં ઝેર બની જાય છે.
પિત્તળ:
પિત્તળ એ તાંબુ અને કાંસા ના મિશ્રણ થી બને છે. તેમાં ભોજન કરવાથી કફ તથા વાયુ જેવી અનેક બીમારી દૂર થાય છે.તેમાં ભોજન બનવાથી 7%જરૂરી પદાર્થ નાશ પામે છે.
લોખંડ:
લોખંડ ના વાસણ નુ ભોજન કરવાથી શરીર માં શક્તિ વધે છે તથા તેમાં રહેલું લોહતત્ત્વ શરીર માં કમળો સોજા પાંડુરોગ વગેરે જેવા રોગ દૂર કરે છે અને શક્તિ માં વધારો કરે છે. લોખંડ ના પાત્ર માં દુધ પીવું ફાયદાકરક છે
ચાંદી :
આ એક ઠંડી ધાતુ છે. તેમાં ભોજન કરવાથી શરીર ને શાંતિ તથા ઠંડક મળે છે. તેનાથી આંખો ની રોશની વધે છે.અને આંખોને સ્વસ્થ રાખે છે.
સોનું:
આ એક ગરમ ધાતુ છે. તેમાં ખાવાથી વ્યક્તિ બળવાન મજબૂત તથા તાકાતવર બને છે.અને તે પણ આંખોની રોશની વધારવામાં ઉપયોગી છે.
એલ્યુમિનયમ:
એલ્યુમિનયમ બોકસાઈટ નામની ધાતુમાંથી બને છે. તેમાં ભોજન કરવાથી કઇ પણ ફાયદો થતો નથી નુકશાન જ થાય છે. તેમાં ભોજન માં રહેલા કેલ્શિયમ અને લોહતત્ત્વ શોષી લે છે જેથી લાંબા ગાળે હાડકા લિવર મગજ વગેરેની બીમારી થાય શકે છે.
વિશ્વ ગુજરાત હોમ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપ | અહી ક્લિક કરો |

Benefits of eating in a metal vessel માટે મહત્વ પૂર્ણ પ્રશ્નો:
સોના ના વાસણ માં જમવાથી શું ફાયદો થશે?
સોના ના વાસણ માં જમવાથી આંખો ની રોશની વધે છે.
Benefits of eating in a metal vessel | ધાતુ ના વાસણ માં ભોજન કરવાથી કઈ ફાયદો થઈ શકે?
હા, ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ ધાતુના વાસણ માં ભોજન કરવાથી અલગ અલગ લાભ થઈ શકે છે.
2 thoughts on “Benefits of eating in a metal vessel: કઈ ધાતુના વાસણ માં ભોજન કરવા થી શું ફાયદા થશે?”