Benefits of eating mug: મગ ખાવાના ફાયદા: રોજિંદા આહારમાં મગ નો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ મગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે અને તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તેમાં રહેલા જરૂરી તત્વો શરીરમાં વિટામીન પુરા પાડે છે જેના લીધે માણસ બીમાર ઓછો પડે છે.
કોરોના મહામારી સમય ડોક્ટરો તથા સરકાર બધાનુ એક જ કહેવાનું હતું કે જે લોકોને રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તે આ વાયરસ સામે લડી શકશે.
Benefits of eating mug – મગ ખાવાના ફાયદા નીચે મુજબ છે:
- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મગ જેવું ઉત્તમ કાંઈ નથી.
- મગમાં મેગ્નેશિયમ ફાઇબર પ્રોટીન વિટામિન સી તથા વિટામિન ઈ વગેરે તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
- તથા તેમાં ફેટની માત્રા પણ ભરપૂર હોય છે
- દરરોજ ખાલી પેટે ફણગાવેલા મગનું સેવન કરવાથી વજન સરળતાથી ઓછું કરી શકાય છે.
- ફણગાવેલા મગના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે .
- રોજ મગ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે તથા કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરી શકાય છે કોઈપણ બીમારી હોય ત્યારે મગનું સેવન કરવાથી નબળાઈ દૂર થાય છે અને શરીરમાં નવી શક્તિ આવે છે.
- મગના સેવનથી રોગપ્રતિકારશક્તિમાં વધારો થાય છે.
- જે લોકોને વાયુની તકલીફ હોય તે લોકોએ એકલા મગનુ સેવન ટાળવું તેમાં ધાણાભાજી લીંબુ સિંધવ જેવુ મિક્સ કરી સેવન કરવુ.
મગ ખાવાના ફાયદા બતાવતી કહેવતો
આપણે ગુજરાતી ભાષામાં મગ વિશે બે કહેવત જાણીતી છે “મગ લાવે પગ” અને બીજી છે “મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ“.
અંતે આ કહેવતનો મારો અનુભવ જણાવી મારી વાત પૂર્ણ કરું છું:- કોરોનાના સમયગાળા દરમિયાન મને કોરોના થતા પંદર દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલથી ઘરે આવતા દવાના ડોઝ ખૂબ જ ભારે લાગતા નબળાઈ અને અશક્તિ વધી ગયા તેથી બધા જ સભ્યો દર કલાકે મને ફળો અને જ્યુસ આપતા પરંતુ શરીરમાં થી નબળાઈ જવાનું નામ લેતી નથી.
થોડા દિવસ પછી મારા એક મિત્રનો મારે ખબર અંતર પૂછવા ફોન આવ્યો. ત્યારે તેને મેં જણાવ્યું કે મને નબળાઈ ખૂબ જ છે. ત્યારે તે મિત્રએ મને સલાહ આપી કે ફ્રુટ લે છે તે સારું છે. પરંતુ ફ્રુટની સાથે બાફેલા મગ લેવાનો ચાલુ કર અને તેની સાથે ફ્રુટ નહીં લે તો પણ ચાલશે.
આ રિલેટેડ તેણે મને ચાર પાંચ વિડિયો પણ મોકલ્યા .
તે જોઈને મેં દિવસમાં બે વખત વાટકો ભરીને બાફેલા મગ ખાવાનું ચાલુ કર્યું એકલા મગ ના ભાવે તે માટે મેં તેમાં લીંબુ નિમક ધાણાભાજી થોડું નાખીને ખાવાનું ચાલુ કર્યું અને ખરેખર તે ખાવાનું ચાલુ કર્યા બાદ મારામાં શક્તિ આવવા લાગી.
આથી થોડા દિવસોમાં સરળતા થી હલનચલન કરવા માંડ્યો ત્યારબાદ મેં તેને ફોન કરીને આભાર વ્યક્ત કર્યો.
તો છે ને મિત્રો મગ ખાવાના ફાયદા આજથી જ મગ ખાવાનું ચાલુ કરી દો આભાર.

વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
અમે તમારા સુધી મગ ખાવાના ફાયદા ની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. આ સામગ્રી ફક્ત સલાહ સહિત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.