કેરળમાં બર્ડ ફ્લૂનો કલો કહેર: 20 હજાર પક્ષીઓને મારવાનો આદેશ અપાયો

Spread the love

કેરળમાં બર્ડ ફ્લૂનો કલો કહેર – આ પક્ષીઓને થઈ રહ્યો છે રોગ, 20 હજાર પક્ષીઓને મારવાનો આદેશ અપાયો: કેરળના એવિયન એન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાવચેતી વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રાલય તરફથી ગુરુવારે એવિયન ફ્લૂથી જોડાયેલા કેસની તપાસ માટે સાત સભ્યોની એક ટીમ કેરળ મોકલી દીધી છે. આ ટીમ પોતાની રીપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપશે અને સાથે જ તેને રોકવા માટેના સુજાવો આપશે. 

22 હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે

અલાપ્પુજા જિલ્લામાં એવિયન ફ્લૂની બીમારીની પુષ્ટી કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ બુધવારે આ રોગને ફેલાતો રોકવા માટે હરિપદ નગરપાલિકાના વજુથનમ વૉર્ડમાં 20 હજારથી વધુ પક્ષીઓને મારવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. ભોપાલની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાનમાં આ રોગના નમુનાની તપાસમાં સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારના 1 કિલોમીટરના પક્ષીઓને મારી નાખવામાં આવશે. પક્ષીઓને મારવામાં આવશે ત્યાર બાદ આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. 

પક્ષીઓમાં કેવી રીતે ફેલાયો આ રોગ?

ગત પાંચ દિવસથી કેરળના કુટ્ટનાડ વિસ્તારમાં હરિપદ નગરપાલિકા વિસ્તારમાં લગભગ 1300 બતકોના મોત થયા બાદ કેરળના અલાપ્પુજા જિલ્લામાં લગભગ 20 હજાર 500 પક્ષીઓને મારવાનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે. હરિપદ નગરપાલિકાના નવમાં નંબરના વોર્ડના પોલ્યુટ્રી ફાર્મમાં લગભગ 1500 જેટલા પક્ષીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 

See also  Maria Sharapova Bio, Maria Sharapova Is Pregnant, News, Months, Her Routine, Health

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો