Budget 2023 @ મોદી સરકારે શું કર્યા એલાન જાણો 8 પોઈન્ટ માં આખું બજેટ

Spread the love

આજ રોજ કેન્દ્રિય Budget 2023 ની રજૂઆત નાણામંત્રી નિર્મલા સીતારમણે દ્વારા થઈ છે. આ બજેટ માં ખેડૂતો થી લઈ ને મિડલ ક્લાસ લોકો માટે અનેક નાની મોટી જાહેરાતો થી છે જે આપણે ફક્ત 8 પોઈન્ટ દ્વારા સમજીએ.

 • Budget 2023 ની નાણામંત્રી નિર્મલા સીતારમણે દ્વારા રજૂઆત 
 • સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં
 • ટીવી, મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
 • નવી 157 નર્સિંગ કૉલેજ ખુલશે

આજે સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂઆત થઈ. આજે સાંસદમાં બજેટ 2023 રજૂ કરવામાં આવ્યું છે. આપના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના દ્વિતીય કાર્યકાળનું અંતિમ એટ્લે કે બીજું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. આજે રજૂ થયેલ બજેટમાં બધા જ સેક્ટરને આવરી લેવાયું હોય તેમ જણાઈછે. આજે બજેટમાં સામાન્યવર્ગ અને મધ્યમવર્ગ માટે ઘણી જાહેરાતો થઈએ છે, બજેટ દ્વારા કઈ વસ્તુમાં સામાન્ય જનતાના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો આજે જાહેર થયેલા બજેટ ની મહત્વ પૂર્ણ બાબતો જાણીએ. મહત્વના 8 પોઈન્ટ જોઈએ.

 BUDGET 2023ની હાઈલાઇટ્સ:-

 1. ઇન્કમ ટેક્સ માં રાહત: સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે (રિબેટ મળશે)
 2. ઇલેક્ટ્રીક સાધનો માં ભાવ ઘટાડો: મોબાઈલ ફોન, TV, ઇલેક્ટ્રીક વાહનો થશે સસ્તા 
 3. મહિલાઓ માટે સહાય: મહિલાઓ માટે સન્માન બચત પત્ર યોજના, બે વર્ષ સુધી બે લાખની બચત પર 7.5% વ્યાજ અપાશે 
 4. યોજના:  MSMEને વ્યાજમાં 1%ની રાહત, PM કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ થશે 
 5. :ડીજીટલ ક્ષેત્ર: ડિજીલૉકર અને આધારને એડ્રેસ પ્રૂફ માનવામાં આવશે, PAN કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે 
 6. આવાસ યોજના: PM આવાસ યોજનામાં વધુ 79 હજાર કરોડ રૂપિયાની ફાળવણી 
 7. મફત અનાજ: હજુ એક વર્ષ સુધી મળશે મફત અનાજ, રૂ.2 લાખ કરોડની ફાળવણી 
 8. નર્સિંગ કોલેજ: 157 નવી નર્સિંગ કૉલેજ ખોલવામાં આવશે
See also  First Chandra Grahan 2023: ક્યારે થશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ?

7 લાખ સુધીની આવક સુધી કોઈ ટેક્સ નહીં

આજે રજૂ થયેલ બજેટમાં ટેક્સને લઈ કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કારદાતાઓને કુલ 7 લાખ સુધીની આવક પર કોઈ ઈનકમ ટેક્સ નહીં ભરવો પડે. આજે રજૂ થયોલ બજેટમાં ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી કુલ 7 લાખ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી રીતે જોઈએ તો 6 લાખથી 9 લાખ માટે 10% ઇન્કમ ટેક્સ અને 9 લાખની વાર્ષિક આવક મેળવનારા માટે 45 હજારનો ટેક્સ ભરવો પડશે. લોકોને 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે. ઇન્કમ ને સરળ કરાશે અને 3 કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા MSMEને ટેક્સમાં માં છૂટ અપાઈ છે. જ્યારે 75 લાખ સુધી કમાનારા પ્રોફેશનલ્સને ટેક્સમાં પણ છૂટ અપાઈ છે.

Budget 2023માં કઈ કઈ વસ્તુ થશે સસ્તી?

– ઈલેક્ટ્રિક વાહનો  
– બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ  
– મોબાઈલ ફોન, કેમેરા  
– LED ટીવી, મોબાઈલ ફોન, કેમેરા 
– ઈ બેટરીને કસ્ટમ ડ્યૂટીમાં રાહત
– લેબ દ્વારા બનાવેલા હીરાના સીડ્સ પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ
– મોબાઈલના સ્પેરપાર્ટ સસ્તા થશે
– રમકડાં, સાઇકલ
– રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી

પાન કાર્ડને ઓળખપત્ર તરીકે માન્યતા

ડીજી લૉકર ને આધાર સરનામા તરીકે માન્ય ગણાયું છે. જ્યારે PAN કાર્ડને લઈને બજેટમાં મોટું એલાન કરવામાં આવ્યું છે. પાન .વેપાર ધંધો શરૂ કરવામાં મુખ્ય આધાર રહેશે. અને DIGI લોકરના દસ્તાવેજ શેયર મદદરૂપ થઈ શકશે. આજે નાણાંમંત્રી નિર્મલા સિતારમણએ કેટલાક મોટા એલાન કર્યા છે. હવે આધારકાર્ડ કેવાઈસીની પ્રક્રિયા સરળ થશે. digi locker ના વપરાશમાં વધારો કરવામાં આવશે. લોકો ની ઓળખપત્રના રૂપમાં પાનકાર્ડ માન્ય ગણાશે. બીજું કે એકીકૃત ફાઇલિંગની પ્રક્રિયા રજૂ કરવામાં કરવામાં આવશે. ગ્રીન ગ્રોથ પર પણ સરકારનો ભાર વધુ રહેશ. નાણામંત્રીએ કહ્યું કે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે 2070 સુધી ભારત આ તરફ આગળ વધશે.

See also  AFTER A BLIZZARD, NIAGARA FALLS IS OFFICIALLY A WINTER WONDERLAND
એં

ખેતી ક્ષેત્ર માટે મોટી જાહેરાત થઈ

BUDGET 2023 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે. ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી છે. અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનું ગઠન થશે. સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે.

નવી 100 જેટલી યોજનાઓ શરૂ થશે: નાણામંત્રી

નાણામંત્રીએ કહ્યું કે, રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના પર આગળ કામગીરી કરવામાં આવશે. 

આવાસ યોજનામાં 66% વધુ ખર્ચ કરવામાં આવશે

Budget 2023 રજૂ કરતાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તે 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.

Budget 2023માં નવી 157 જેટલી નર્સિંગ કોલેજ શરૂ થશે

નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે.  ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.

See also  આ પુસ્તક ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ આ OTT તેના પર બનેલી ફિલ્મ ભારતમાં લાવી રહ્યું છે.

વધુ એક વર્ષ માટે મફત અનાજ વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને

Budget 2023 માં કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈનું પેટ ખાલી ન રહે. કોરોનમાં 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અને હજી આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું. સરકારના 2014 બાદથી પ્રયાસોના કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે.

Budget 2023 @ મોદી સરકારે શું કર્યા એલાન જાણો 8 પોઈન્ટ માં આખું બજેટ
Budget 2023
વિશ્વ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે Budget 2023, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને નીચેની વિગતો આપીએ છીએ.

Leave a Comment

error: Content is protected !!