ક્રિસ્તોફર કોલંબસ (Christopher Columbus): (જન્મ. ૧૪૫ક્રિસ્તોફર કોલંબસ (Christopher Columbus)૧, જિનોઆ; અવસાન. ૨૧ મે, ૧૫૦૬, વલ્લદોલિદ, સ્પેન) ઇટાલિયન નાવિક, અમેરિકાના શોધક.
ક્રિસ્તોફર કોલંબસ (Christopher Columbus)
કોલંબસ, વણકર ડોમેનિકો કોલોમ્બો અને સુઝના ફોન્ટેનરોસ્સાના પુત્ર હતા. તેઓ પ્રથમ જિનોઆ અને પછી સોનામાં વસેલા. તે જિનોઆમાં સ્થિર થયેલા સ્પૅનિશ-યહૂદી કુટુંબના હતા. તે સ્પેન આવ્યા તે પહેલાં સ્પેનિશ ભાષામાં નોંધો લખતા. તે પોતાના દસ્તખત ‘કોલોમ્બો’, ‘કોલોમો’, ‘કોલોમ’ અને ‘કોલોન’ તરીકે કરતા.
ક્રિસ્તોફર કોલંબસ (Christopher Columbus) દરિયાઈ સફર
ચૌદ વર્ષની ઉંમરે તેમણે દરિયાઈ સફર શરૂ કરી હતી. ૧૪૭૨થી ૧૪૭૩ તેમણે રેને દ’ અજ્જોઉના ચાંચિયા વહાણમાં નોકરી કરી. ૧૪૭૩થી ૧૪૭૪માં તેઓ કિઓસ નામના ગ્રીક ટાપુ પર પહોંચ્યા. ૧૩ ઑગસ્ટ, ૧૪૭૬ના રોજ સે વિસેન્ટની ભૂશિરથી થોડે દૂર થયેલા યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો. ત્યાં તેમના વહાણને આગ લાગી ત્યારે તે તરાપાથી તરીને પોર્ટુગીઝના કિનારે પહોંચ્યા હતા.
પોર્ટુગલમાં આવ્યા પછી તેઓ આઇસલૅન્ડની સફરે ગયા. ૧૪૭૮માં તેમણે ફિલિયા મોનિઝ પેરેસ્ટ્રેલ્લા સાથે લગ્ન કર્યાં. તેમને એક પુત્ર ડિએગોના હતો. પછી તે પોર્ટો સો ટાપુમાં થોડો સમય વસ્યા, જ્યાં તેમના સાળાને કૅપ્ટનપદ વારસામાં મળ્યું હતું. આ સ્થળેથી તેમને દક્ષિણ આટલાન્ટિક અને પશ્ચિમના વિસ્તારમાં આવેલાં સ્થળોના સંકેતો પ્રાપ્ત થયા હતા.
તેઓ પાછા લિસ્બન આવ્યા. ત્યાં તેમણે કાર્ડિનલ પિએર દ ઐલ્લીની ‘ઇમેજ ઑવ ધ વર્લ્ડ’ અને માર્કો પોલોની પૂર્વની સફરોના અહેવાલ ધ્યાનપૂર્વક વાંચ્યા. ‘પ્રૉફેટ’ ઇસ્ટ્રોસસની પદ્ધતિના વિસ્તૃત કરેલા વિચારોનો તેમને ખ્યાલ હતો. આ વિચારો હતા : પૃથ્વી ગોળ છે, પશ્ચિમના છેડા(સ્પેન)થી પૂર્વના છેડા (ઇન્ડિયા – એટલે એશિયા) વચ્ચેનું જમીનનું અંતર ખૂબ લાંબું છે તેથી સ્પેન અને ઇન્ડિયા વચ્ચેનું સમુદ્રનું અંતર ઘણું ઓછું છે, વગેરે.
હવે તેમણે પશ્ચિમ તરફ સફર કરવાની યોજના કરી. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના રાજાઓએ તેમની આ યોજનામાં મદદ કરવાની ના પાડી; પરંતુ સ્પેનના ફર્ડિનાન્ડ અને ઇસાબેલાએ તે સફરમાં તેમને મદદ કરી. ફક્ત ૮૮ માણસોને ‘સાન્તા મેરિયા’, ‘નીના’ અને ‘પેન્ટા’ નામનાં ત્રણ વહાણોમાં લઈને તેમણે ૩ ઑગસ્ટ, ૧૪૯૨ના રોજ પાલોસ બંદર છોડ્યું અને ૧૨ ઑક્ટોબરના રોજ તેઓ બહમલના કિનારે ઊતર્યા. ત્યાં પહોંચતાં તેમને લાગ્યું કે તેઓ ‘Indies’ પહોંચી ગયા છે અને ત્યાંના વતનીઓ ‘Indians’ છે. એટલે જ કદાચ અમેરિકાના મૂળ વતનીઓ ‘Red Indians’ તરીકે ઓળખાય છે.

ત્યાંથી તેઓ ક્યૂબા અને હૈતી ગયા અને પોતાનાં ત્રણ વહાણોમાંથી એક ગુમાવીને સ્પેન પાછા ફર્યા. ૧૪૯૩માં પોતાની સાથે ૧૫૦૦ માણસો લઈ વેસ્ટ ઇન્ડિઝ ગયા અને પોર્ટો રિકો, જમૈકા અને બીજા ટાપુઓ શોધ્યા (૧૪૯૬).
ત્રીજી સફર વખતે તેઓ દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને ઓરિનિકોના (સાઉથ અમેરિકા) મુખ સુધી પહોંચ્યા. નવી દુનિયામાં સંસ્થાનો સ્થાપ્યાં, પરંતુ તેમના ઉપર ગેરવહીવટ કરવાનો આરોપ મૂકી તેમને કેદ કરી સ્પેન લાવવામાં આવ્યા (૧૫૦૦).
ચોથી સફર (૧૫૦૨ ૦૪)માં તેઓ હોન્ડુરસ, કોસ્ટારિકા અને પનામા પહોચ્યા. આ સફર વખતે તેમને ખાતરી હતી કે તેઓ ભારત ગંગાના મુખ સુધી પહોંચી ગયા છે.
ક્રિસ્તોફર કોલંબસ (Christopher Columbus) પ્રસિદ્ધિ
મૃત્યુ બાદ જ્યારે વિશ્વને જાણ થઈ કે કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો છે ત્યારે તેમને ખૂબ પ્રસિદ્ધિ મળી. યુ.એસ.માં તેમનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. ૧૯૯૨માં તેમની દરિયાઈ સફરની પાંચસોમી જયંતી ઊજવાઈ હતી.