CNG ગેસ : નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ગુજરાતમાં CNG ગેસ પંપો બંધ

Spread the love

CNG ગેસ બાબતે એક અગત્યના સમાચાર બહાર આવ્યા છે કે CNG પમ્પ જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. અત્યારે સીએનજી ગેસ જીવન જરૂર સાધન થઈ ગયું છે. તેના વગર લોકોને ચાલી શકે તેમ નથી, તેવામાં આવા સમાચારથી લોકોમાં હતાશા છવાઈ ગઈ છે.

CNG માર્જિનમાં વધારો ન થતાં CNGનું વેચાણ બંધ કરી ડિલર્સ નોંધાવશે વિરોધ, 3 માર્ચના રોજ સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય

  • CNGમાં માર્જિનમાં વધારો ન થતાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ગુજરાતમાં CNG પંપો બંધ
  • CNGનું વેચાણ બંધ કરી ડિલર્સ નોંધાવશે વિરોધ 
  • CNGનું વેચાણ બંધ 


રાજ્યમાં CNG પંપના ડિલર્સો ફરી એકવાર આકરા પાણીએ થયા છે. CNGમાં માર્જિનમાં વધારો ન થતાં એક દિવસ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.  CNGનું વેચાણ બંધ કરી ડિલર્સ વિરોધ નોંધાવવાના છે.

CNG ગેસ ડીલરના માર્જિનમાં વધારો ન થતા લેવાયો નિર્ણય

CNG પંપના ડિલર્સના માર્જિનમાં વધારો ન થતાં તેઓ ફરી એકવાર આકરા પાણીએ થયા છે. 3 માર્ચના રોજ CNGનું વેચાણ બંધ રાખી વિરોધ નોંધાવશે. CNG વેચતા ડિલર્સના માર્જીનમાં વધારો ન થતા તેમણે આ નિર્ણય લીધો છે. ડિલર્સે વારંવાર રજૂઆત કરવા છતા માંગ ન સ્વીકારાઇ હોવાનું જણાવ્યું છે. 55 મહિનાથી CNGનું માર્જિન વધ્યું ન હોવાના કારણે ડિલર્સ વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે.

CNG ડીલર્સ એસોસીએશન દ્વારા સૂચના અપાય છે

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે,  CNG ડીલર માર્જીન છેલ્લા 55 મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાચ રાજ્યના તમામ CNG ડીલરોએ તા.3-3-2023ને શુક્રવારે સવારે 7 કલાકથી CNG ગેસ નું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે.

See also  आसुस फोनपैड और एचपी एस लेट 7 . के बीच का अंतर

CNG વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

ઉલ્લેખનીય છે કે, CNG ગેસ ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. CNG ગેસ પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!