Digilocker Whatsapp Service: હવે whatsapp પર ડાઉનલોડ કરો મહત્વના ડોક્યુમેન્ટ

Spread the love

Digilocker Whatsapp Service: ડીજીલોકર દ્વારા whatsapp માં ફેસીલીટી આપવામાં આવે છે. ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં સાથે રાખવા સરળ નથી અને આજના ડિજિટલ યુગમાં મોબાઇલમાં ડોક્યુમેન્ટ સચવાઈ રહે છે. આથી ડીજીલોકર માં એડ થયેલા તમામ ડોક્યુમેન્ટ હવે આપણે whatsapp દ્વારા મેળવી શકીએ છીએ.

આજકાલ બધાને ડોક્યુમેન્ટ ફિઝિકલ સાથે રાખવા મુશ્કેલ છે. માટે હવે મોબાઈલમાં આપણા જરૂરી ડોક્યુમેન્ટ સાચવીને રાખી શકાય છે. તેથી ગમે ત્યારે જરૂર પડે તો પણ આપણે સોફ્ટ કોપી બતાવી શકીએ. તે માટેની એક એપ્લિકેશન છે ડીજીલોકર આ એપ્લિકેશનની whatsapp સર્વિસ પણ ઉપલબ્ધ છે.

Mygov helpdesk

Mygov helpdesk પરથી અનેક ડિજિટલ સેવાઓ whatsapp પર મળી રહે છે. ડીજીલોકર સુવિધા તેમની એક છે. કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ પણ whatsapp પરથી ડાઉનલોડ કરી શકાય છે. ભારતના નાગરિકને બધી જ સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા Mygov Helpdesk પર નવી શરૂઆત કરવામાં આવી છે જ્યાં whatsapp દ્વારા ડિજીલોકર સેવાઓ નો ઉપયોગ કરી શકાય છે.

Digilocker Whatsapp Service થી ડાઉનલોડ થતા ડોક્યુમેન્ટસ:

  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • ધોરણ 12 ની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વીમા પોલિસી ટુ વ્હીલર ની
  • વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ

Digilocker Whatsapp Service હેલ્પ ડેસ્ક નંબર

mygov helpdesk દ્વારા whatsapp નંબર બહાર પાડેલ છે આ નંબર 9013151515 આ નંબર પરથી whatsapp દ્વારા સુવિધાઓ મેળવી શકાય છે

Whatsapp દ્વારા ડોક્યુમેન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવા?

  • સૌથી પહેલા +919013151515 આ નંબર સેવ કરવાનો
  • તે પછી whatsapp માં આ નંબર ની ચેટ ખોલવાની
  • ચેટ ખોલ્યા બાદ તેમાં hi મેસેજ કરવાનો
  • મેસેજ કરતા સામેથી એક ગ્રીટિંગ મેસેજ આવશે જેમાં બે ઓપ્શન આપેલા હશે. એક કો-વીન સવીઁઁસ અને બીજું ડીજી લોકર સર્વિસીસ આમાંથી ડીજી લોકર સર્વિસીસ સિલેક્ટ કરો.
  • ઓપ્શન સિલેક્ટ કરતા સામેથી મેસેજ આવશે કે તમારું ડીજીલોકરમાં એકાઉન્ટ છે કે કેમ
  • જેમા yes આપવાનું તે પછી તેમાં તમારો આધાર કાર્ડ નંબર માગશે તે 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખો
  • આધાર સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે નંબર પર એક ઓટીપી આવશે ત્યારબાદ છે ડોક્યુમેન્ટ આધાર સાથે લિંક હશે તેનું લીસ્ટ આવી જશે દાખલા તરીકે આધાર કાર્ડ પાનકાર્ડ લાઇસન્સ વગેરે.
  • એમાંથી તમારે જે ડાઉનલોડ કરવું હોય તેનો ક્રમ લખવાનો
  • ત્યાર પછી તે ડોક્યુમેન્ટ પીડીએફમાં તમને મળી જશે અને તેમાં નીચે ડીજી લોકર નો સિમ્બોલ હશે.
  • આ સિમ્બોલ હોવાથી ડાઉનલોડ કરેલ ડોક્યુમેન્ટ બધી જ જગ્યાએ માન્ય રહેશે.
See also  QR Code જનરેટ કરી ઉપયોગમાં લેતા શીખો
Whatsapp માં ડોકયુમેન્ટ ડાઉનલોડ કરવાનો વિડીયોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Digilocker Whatsapp Service: હવે whatsapp પર ડાઉનલોડ કરો મહત્વના ડોક્યુમેન્ટ

FAQs: Digilocker Whatsapp Service અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ડિજીલોકર વોટ્સએપ પર ઉપલબ્ધ છે?

પહેલા ખાતરી કરો કે તમે તમારા મોબાઈલમાં MyGov WhatsApp હેલ્પલાઈન નંબર (9013151515) સેવ કર્યો છે. એકવાર તે સેવ થઈ જાય, પછી WhatsApp પર DigiLocker સેવાઓ નો લાભ લઈ શકાય છે

શું DigiLocker એ સરકારી એપ છે?

ડિજીલૉકર એ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) ની મુખ્ય પહેલ છે. DigiLocker નાગરિકના ડિજિટલ દસ્તાવેજ વૉલેટમાં અધિકૃત ડિજિટલ દસ્તાવેજોની ઍક્સેસ પ્રદાન કરીને નાગરિકના ‘ડિજિટલ સશક્તિકરણ’નો હેતુ ધરાવે છે.

1 thought on “Digilocker Whatsapp Service: હવે whatsapp પર ડાઉનલોડ કરો મહત્વના ડોક્યુમેન્ટ”

Leave a Comment

error: Content is protected !!