[ડિજીટલ કરન્સી] RBI દેશમાં લોન્ચ કરશે ઈ-રૂપી, જાણો લાભ અને ગેરલાભ.

Spread the love

[ડિજીટલ કરન્સી] RBI દેશમાં લોન્ચ કરશે ઈ-રૂપી: રિઝર્વ બેંક આગામી નાણાકિય વર્ષથી દેશની સૌ પ્રથમ ઈ કરન્સી લોન્ચ કરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022ના બજેટ ભાષણમાં પણ ડિઝીટલ કરન્સી અંગે વાત કરી હતી. જો કે દેશમાં હજુ પણ ઘણા લોકો ડિઝીટલ કરન્સીથી અજાણ છે. લોકોને તેના ઉપયોગ, લાભ અને ગેરલાભ અંગે પણ જાણકારી નથી.

ડિજીટલ કરન્સીનું મુલ્ય પેપર કરન્સી જેટલું જ

રિઝર્વ બેંક CBDCને એક ડિઝિટલ રૂપમાં કેન્દ્રીય બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ લિગલ ટેન્ડર તરીકે પરિભાષિત કરે છે. આ સોવરેન પેપર કરન્સીના સમાન જ છે, પરંતું તેનું એક અલગ સ્વરૂપ છે, ઈ-રૂપી એટલે કે ડિઝીટલ કરન્સીનું મુલ્ય પણ વર્તમાન કરન્સીની જેટલી જ છે. આ ડિઝીટલ કરન્સીને પણ ફિઝીકલ કરન્સીની જેમ જ સ્વિકારવામાં આવશે.  CBDC કેન્દ્રીય બેંકની બેલેન્સ સીટ પર લાયબિલિટીના સ્વરૂપમાં જોવા મળશે. 

હવે ખિસ્સામાં રોકડ રકમની જરૂર નહીં

ઈ-રૂપી આવી જવાથી ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં પડે, તે મોબાઈલ વોલેટની જેમ જ કામ  કરશે. તેને રાખવા માટે બેંક એકાઉન્ટની પણ જરૂર નહીં પડે. તેનાથી કેશલેસ પેમેન્ટ થઈ શકશે. તેનાથી રોકડ રૂપિયા રાખવાની કે તેને સાચવવાની ઝંઝટ નહીં રહે. રોકડ રૂપિયા છાપવાનો સરકારનો ખર્ચ બચશે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે.

શા માટે ડિઝીટલ કરન્સી લોન્ચ કરવામાં આવે છે?

ભારતમાં ક્રિપ્ટોકરન્સીની માગ વધુ છે. જો કે આરબીઆઈ શરૂઆતથી જ તેનો વિરોધ કરે છે. ક્રિપ્ટોકરન્સીના જવાબમાં જ ઈ-રૂપી લોન્ચ કરવામાં આવી રહી છે. આરબીઆઈનું માનવું છે કે ઈ-રૂપી ડિઝીટલ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે, અને પેમેન્ટ સિસ્ટમ વધુ સુદ્રઢ બનશે. આ જોખમમુક્ત વર્ચ્યુઅલ કરન્સી સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરશે.

See also  Jio 5G Bands: Jioનું 5G સિમ ફક્ત આ સ્માર્ટફોન્સમાં જ ચાલશે, અહીંથી સંપૂર્ણ લિસ્ટ જુઓ

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

મહત્વપૂર્ણ લીંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો