Digital Rupee – ડિજિટલ રૂપી શું છે? મેળવો સંપૂર્ણ માહિતી

Spread the love

Digital Rupee: સામાન્ય રીતે બધે જ UPI સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે તો ડિજિટલ રૂપીની અગત્યતા શું છે ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી

આપણે સૌ જાણીએ છીએ કે હાલ માં બધી જ જગ્યાએ ડિજિટલ પેમેન્ટ સુવિધા આવી ગઈ છે એટલે કે ભારત આવે કેશલેસ ભારત તરીકે આગળ વધી રહ્યું છે જેમાં ક્યાંય પણ ફિઝિકલ નોટ કે સિક્કા જોવા મળે નહીં.

યુપીઆઈ સિસ્ટમ ભારતમાં ડિજિટલ પેમેન્ટ ની ક્રાંતિ લાવી છે સૌથી વધુ ટ્રાન્સેક્શન ભારતમાં થતા હોય તો તે યુપીઆઈ સિસ્ટમ દ્વારા છે યુપીઆઈ ની સફળતા બાદ ભારત સરકાર ડિજિટલ રુપી ની શરૂઆત કરવાની છે

ડિજિટલ રુપી ને લગતા સવાલોમાં તમને વિચાર આવતો હશે કે યુપીઆઈ ચાલે છે તો ડિજિટલ રુપી ની જરૂરિયાત શું છે તે કોણે લોન્ચ કર્યું તે કઈ રીતે કામ કરે છે અને એક્ચ્યુલી ડિજિટલ રુપી છે શું? તો ચાલો જાણીએ વિગતવાર.

Digital Rupee (ડિજિટલ રૂપી) શું છે?

જે રીતે આપણે ભૌતિક સ્વરૂપમાં રૂપિયાના સિક્કા અને 100, 200, 500 રૂપિયાની નોટ કેશમાં રાખીએ છીએ એ જ રીતે ડિજિટલ રુપી પણ આ કેશ નોટ અને સિક્કાઓનું એક ડિજિટલ સ્વરૂપ છે.
આ ડિજિટલ રૂપીને સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency) પણ કહેવામાં આવે છે.

CBDC (સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) શું છે?

સેંન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) એટલે એવું ચલણ જે કોઈ પણ દેશની સેંન્ટ્રલ બેન્ક દ્વારા પ્રદાન (Issue) કરવામાં આવે છે.

See also  Usefull Apps for Farmers: ખેડૂતો ને ખેતીમાં ઉપયોગી થાય તેવી 5 application

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of Inda – RBI)આ ડિજિટલ રૂપી પણ એક ડિજિટલ ચલણ છે જે ભારતની સેંન્ટ્રલ બેન્ક “દ્વારા જારી કરવામાં આવશે.

ડિજિટલ રૂપી ક્યારે લોન્ચ થઈ?

એક નવેમ્બર 2022 છે હોલસેલ માર્કેટમાં ડિજિટલ રૂપિ ને લોન્ચ કરવામાં આવ્યું છે એક ડિસેમ્બર 2022 એ રિટેલ માર્કેટિંગ માટે લોન્ચ કરવામાં આવ્યું છે
હાલમાં આ ડિજિટલ રુપે ડોક્ટર ટેસ્ટિંગ પૂરતું જ છે અને અમુક જગ્યા માટે જ છે.

Digital Rupee કઈ રીતે કામ કરશે?

Digital Rupee તમને આરબીઆઈ મારફતે આપવામાં આવતા એક વોલેટ એપ છે જેના દ્વારા તમે આરામથી પૈસા ટ્રાન્સફર કરી શકશો.

રહી વાત આપ પદ્ધતિ પર વિશ્વાસ કરવાની તો તમે આ ડિજિટલ પર વિશ્વાસ કરી શકો છો તે એક બ્લોક ચેન ઉપર આધારિત છે.
ડિજિટલ રુપી ના ઉપયોગથી ફિઝિકલ રીતે નોટ કે સિક્કાઓ ખિસ્સામાં રાખવા નહીં પડે ડિજિટલ રુપે ખૂબ સરળ રીતે કામ કરે છે અને તે એક વોલેટમાંથી બીજાના વોલેટમાં એપ્લિકેશન દ્વારા ટ્રાન્સફર થઈ શકે છે આ માટે QR CODE તથા વોલેટ એડ્રેસ નો ઓપ્શન પણ મળી રહે છે.

UPI તથા ડિજિટલ રૂપી માં શું ફેર છે ?

ડિજિટલ રુપી એ ભારતીય રૂપિયાનો પ્રકાર છે અને UPI એટલે કે તે બેંક સાથે સંકળાયેલું હોય છે જેના મારફતે તમે એક એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં પૈસાની લેવડદેવડ કરી શકો છો.

ડિજિટલ રુપી સીધે સીધી ભારતની આરબીઆઈ સાથે જોડાયેલ છે એટલે કે તેનું પેટા બેંક સાથે કોઈ કનેક્શન નહીં રહે.ડિજિટલ રુપી મારફતે કરેલું કોઈ પણ ટ્રાન્જેક્શન આરબીઆઈ દ્વારા થશે પરંતુ જો તમે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો તો તે તમે જે તે બેંક સાથે કનેક્ટેડ કરેલ હશે તેમાંથી થશે ડિજિટલ રુપીને કોઈપણ બેંક એકાઉન્ટ સાથે કનેક્ટ કરવું નહીં પડે તે કોઈપણ ટ્રાન્જેક્શન તેના બેન્ક એકાઉન્ટ વિના થશે.

See also  Where is My Train App - Best No.1 Real Time Train Tracker

ડિજિટલ રુપીને ચાલુ કરવા માટે શરૂઆતમાં તમારા ભૌતિક રૂપિયા માંથી તેને ડિજિટલ કેસમાં ટ્રાન્સફર કરાવવા પડશે.

ભારતમાં UPI સિસ્ટમ હોવા છતાં પણ ડિજિટલ રૂપી ની જરૂરિયાત છે ખરી?

આજકાલ ઘણા વ્યવહારો યુપીએ ટ્રાન્જેક્શન દ્વારા થાય છે જેના લીધે ફિઝિકલ કેશ વ્યવહાર ઘણો ઘટી ગયો છે પરંતુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતાં હોવાથી તે રિલેટેડ બેંકમાંથી ચાર્જ લાગે છે.
જે હાલના સમય ગાળામાં સરકાર ભોગવી રહી છે કેમ કે જો સરકાર આ ન ભોગવે અને બધા જ નાગરિકોએ આ ચાર્જ ભોગવવામાં આવે તો ફરીથી ફિઝિકલ પૈસાનો જ ઉપયોગ થવા માંડે આજે ચાર્જ લાગે છે તેનું નામ MDR (Merchant Discount Rate) છે હાલમાં આપણી પાસેથી કોઈપણ જાતનો ચાર્જ વસૂલવામાં આવતો નથી પરંતુ ભવિષ્યમાં લેવામાં આવી શકે છે.

આથી જ ભવિષ્યની જ વિચાર કરીને સરકાર દ્વારા ડિજિટલ રુપીનો આવિષ્કાર કરવામાં આવી રહ્યો છે ડિજિટલ રુપીના ઉપયોગથી આ એમ ડી આર ચાર્જ નહીં લાગે તથા એક વોલેટ માંથી બીજા વોલેટમાં ઈઝીલી પૈસા ટ્રાન્સફર થઈ જશે આથી જ સરકારે વચ્ચેની બધી બેંકો ને હટાવીને ડાયરેક્ટ આરબીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન થાય તે વિચાર આગળ કરાવ્યો છે

ડિજિટલ રુપીમાં MDR નો કોઈ ચાર્જ નહીં લાગે કારણ કે આમાં તો બેન્ક સાથે લોકોએ કોઈ વ્યવહાર નહીં કરવો પડે, ડાઇરેક્ટ બ્લોકચેન દ્વારા જ એક વોલેટમાંથી બીજા વોલેટમાં ડિજિટલ રૂપી ટ્રાન્સફર કરી શકાશે.

ક્રોપ ટોપ કરન્સી ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ રૂપી બંને અલગ છે કે કેમ?

હા ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ રુપી બંને અલગ અલગ છે બંનેની એક જ સમાનતા છે કે બંને બ્લોક ચેન દ્વારા કામ કરે છે ડિજિટલ રુપીને આરબીઆઈ કંટ્રોલ કરે છે જ્યારે ક્રિપ્ટો કરન્સી ને કોઈ પણ જાતનો કંટ્રોલ નથી આપણા ભૌતિક પૈસા ને ડિજિટલ રુપીમાં ફેરવીએ તો તેની કિંમતમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી જ્યારે ક્રિપ્ટો કરન્સીમાં ફેરફાર થતો રહે છે

See also  તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 30 સેકન્ડમાં

જો 100 રૂપિયાની એક નોટ હોય તો ડિજિટલ રુપીમાં પણ તેની વેલ્યૂ 100 રૂપિયા હશે.

ડિજિટલ રુપી ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એક કાનૂની ટેન્ડર છે જેના લીધે આ ચલણ ઉપર પૂરો વિશ્વાસ કરી શકાય છે.

જે રીતે ભારતમાં ક્રિપ્ટોકરન્સી માટે 30% ટેક્સ લાગે છે તેમ ડિજિટલ રુપીમાં તમને કોઈ ટેક્સ જોવા નથી મળતો.ડિજિટલ રૂપીમાં તમને કોઈ પણ પ્રકારનું વ્યાજ પણ નહીં મળે.

ડિજિટલ રૂપીના ફાયદાઓ

  • ડિજિટલ રુપી આરબીઆઈ હેઠળ કામ કરતે હોવાથી સુરક્ષિત છે ડિજિટલ રુપીને કારણે ભૌતિક કેસ રાખવા પડશે નહીં જેમ જેમ ડિજિટલ રુપી નો ઉપયોગ વધશે તેમ તેમ સરકારને પ્રિન્ટિંગ કે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચો બચી જશે રસ્તામાં આવતા જાતા પૈસા ખોવાઈ જાય કે લૂંટાઈ જાય તેવા કિસ્સાઓ પણ બંધ થઈ જશે ભારતના લોકો આ એક ટેકનોલોજી દ્વારા વિકાસ સાધી શકશે.
  • આમાં કોઈ MDR ચાર્જ નહીં લાગે જેના લીધે ફ્રીમાં તેનો ઉપયોગ કરી શકાશે.
  • જે રીતે આપણી પૈસાની નોટ ફાટી જાય છે એવું આ ડિજિટલ રુપીમાં જોવા નહીં મળે.
  • ભારતમાં ડિજિટલ ઈકોનોમીને સારો વિકાસ મળશે.
  • ડિજિટલ રૂપીનો ઉપયોગ કરવું ખૂબ જ સરળ રહેશે.
  • ભારતની બહાર પણ ઉપયોગ કરી શકાશે.
  • ફ્રોડ પેમેન્ટને થતાં રોકાશે.
  • બઁક અકાઉંટ ખોલાવવાની જરૂર પણ નહીં પડે.

ડિજિટલ રૂપી પાછળ ભારત સરકારનું ઉદેશ્ય શું છે?

ડિજિટલ રૂપી પાછળ ભારત સરકારનું ઉદેશ્ય એ જ છે કે લોકો વધારેમાં વધારે ડિજિટલ ચલણનો ઉપયોગ કરે અને ભારત સરકારે વધારે પૈસાને કેશમાં પ્રિન્ટ ન કરવું પડે.જ્યારે સરકાર કેશ નોટને પ્રિન્ટ કરે છે તો તેને પ્રિંટિંગ કરવું, સાચવવું, અલગ-અલગ બેન્કો સુધી પહોચાડવું, ફાટેલી નોટને બદલવી જેવા વગેરે કામો માટે બીજા વધારે પૈસા ખર્ચ કરવા પડે છે.

જો લોકો ડિજિટલ રૂપીનો ઉપયોગ કરે તો ઘણા મોટા ખર્ચાઓને ખતમ કરી શકાય છે.આનાથી લોકો UPI થી જે પૈસા ટ્રાન્સફર કરે છે એ પણ છોડીને ડિજિટલ રૂપી દ્વારા પૈસા ટ્રાન્સફર કરશે તો MDR ચાર્જ પણ સરકારે નહીં ચૂકવવો પડે.

ડિજિટલ રૂપીને કારણે લોકોને બેન્ક અકાઉંટ પણ ખોલાવાની જરૂર નહીં પડે. ડિજિટલ રૂપીના ખૂબ ફાયદાઓ છે.

આ રીતે ડિજિટલ રૂપી પાછળ સરકારના ઘણા હેતુ છે જેના દ્વારા ભારત ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી શકે, આભાર.

Digital Rupee - ડિજિટલ રૂપી શું છે? મેળવો સંપૂર્ણ માહિતી
વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

1 thought on “Digital Rupee – ડિજિટલ રૂપી શું છે? મેળવો સંપૂર્ણ માહિતી”

  1. સારી યોજના છે.
    ધીરે બધા યુઝ ટુ થઇ જશે.

    Reply

Leave a Comment

error: Content is protected !!