દિવાળી 2022: દિવાળીના આ પાવન પર્વમાં બૉલીવુડ સેલેબ્સ પણ કઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા, તમામ એક્ટર અને એક્ટ્રેસે તમામ દર્શકોને દિવાળી અને ન્યુ યર ની શુભેચ્છા પાઠવી હતી,અમુક એક્ટર અને એક્ટ્રેસ પૂજા કરતાં જોવા મળ્યા હતા તો અમુક દિવડા પ્રગટાવી પોતાનું ઘર રોશન કરી રહ્યા હતા.
દિવાળી 2022 ની સેલિબ્રિટીની તસ્વીરો
વિકી કૌશલ અને કેટરીના કૈફે લગ્ન પછી પહેલી દિવાળી સાથે ઉજવી હતી અને કેટરીનાએ તેના સાસરિયાના ઘરે પૂજા અર્ચના કરી હતી.
![બોલિવૂડ સેલિબ્રીટીએ કરી દિવાળીની ઉજવણી, ફોટો જુઓ [દિવાળી 2022] બોલિવૂડ સેલિબ્રીટીએ કરી દિવાળીની ઉજવણી, ફોટો જુઓ [દિવાળી 2022]](https://vishwagujarat.com/wp-content/uploads/2022/10/viki-caushal.jpg)
અનિલ કપૂરે પણ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

કરીના કપૂરનો પરિવાર પણ આ દિવાળીમાં એક સાથે જોવા મળ્યો હતો,સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ સ્ટાઈલમાં દિવાળી ઉજવી હતી,આ ફોટામાં સૈફનો નાનો પુત્ર જેહ જમીન પર પડી ને રડતો દેખાય છે.

કપૂર પરિવારમાં ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ રીતે દિવાળીની ઉજવણી કરી હતી,નીતુ કપૂરે ઘરમાં જ પૂજા રાખી હતી જય પુત્રવધૂ આલિયાના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા

અજય દેવગણે પણ પુત્ર યુગ સાથે સાથે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી, અજય દેવગણે પરિવાર સાથે દિલ ખોલીને દિવાળીની મજા માણી હતી.

ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ દિવાળી તેના બાળકો અને તેની માતા સાથે ઉજવી હતી.

આયુષમાન ખુરાનાએ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

દિવાળી પર માતા-પિતા સાથે કપૂર બેહનો:તસવીરોમાં જુઓ કપૂર બહેનો કરિશ્મા કપૂર અને કરીના કપૂર ખાને દિવાળી પર ખૂબ મજા માણી હતી.

સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે શાહી અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી

નવ્યાં નંદ અને અનન્યા પાંડેએ પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી અને લાલ વસ્ત્રોમાં ઘણો રંગ ઉમેર્યો હતો

આ દિવાળીમાં શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પરિવાર સાથે ખૂબ એન્જોય કર્યું હતું

દિવાળી પર શ્રદ્ધા કપૂરે પોતાની તોફાની સ્ટાઈલ બતાવી હતી

આ દિવાળીમાં અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાએ સાથે ઘરે પૂજા કરી અને કપલ પોઝમાં અદભૂત તસવીરો શેર કરી હતી.

નેહા ધૂપિયાએ પતિ અંગદ બેદી અને બંને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

અભિનેત્રી યામી ગૌતમ અને નિર્દેશક આદિત્યએ પણ આ દિવાળી ઘરે જ ઉજવી હતી.

અમિતાભ બચ્ચને બૉલીવુડ સેલેબ્સને દિવાળીની પાર્ટી આપી અને ચાહકોને દિવાળીની શુભેચ્છા આપી હતી.

ઉર્વશી રૌતેલાએ ઓસ્ટ્રેલીયાના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે દિવાળીની ઉજવણી ઘરે જ કરી હતી,પૂજા કરતા ફોટો પોસ્ટ કર્યા હતા

અભિનેત્રી કીમ શર્માએ બોયફ્રેન્ડ લિએન્ડર પેસ સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી

અભિનેતા કાર્તિક આર્યને બ્લૂ કુર્તા સાથે હાથમાં દીવડો પકડી ફોટો શેર કરી લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

અભિનેતા પંકજ ત્રિપાઠી પત્ની અને પુત્રી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

અભિનેતા ફરહાન અખ્તરે પત્ની શિબાની દાંડેકર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

ચંકી પાંડેએ દિવાળી પર પરિવાર સાથે મોજ માણી હતી,ચંકી પાંડે પત્ની ભાવના અને પુત્રી અનન્ય પાંસે સાથે જોવા મળી હતી

કિરણ ખેર તેના પરિવાર સાથે અમિતાભ બચ્ચનના ઘરે દિવાળીની પાર્ટીમાં જોવા મળી હતી,પુત્ર સિકંદર ખેર અને અભિષેક બચ્ચન દિવાળી પર સાથે જોવા મળ્યા હતા.

બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં રાની મુખર્જી પણ પહોંચી હતી

અભિનેત્રી અંગિર ઘરે પતિ અને દિગ્દર્શક આનંદ તિવારી સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

અભિનેતા રણદીપ હુડ્ડાએ દિવાળી પર તેની પત્ની સાથે આ તસવીર શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
મહત્વપૂર્ણ લીંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |