દિવાળી પહેલા ખાસ કરી લો માતા લક્ષ્મીની પૂજા, થઈ જશો માલા માલ

Spread the love

દિવાળી પહેલા ખાસ કરી લો માતા લક્ષ્મીની પૂજા, થઈ જશો મા લા માલ: અત્યારે નવરાત્રીની સીઝન ચાલી રહી છે નવરાત્રી પછી તરત જ ઘરમાં સાફ-સફાઈ અને દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ જશે આ વખતે દિવાળી 24 ઓક્ટોબર 2022ના દિવસે આવી રહી છે. દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શું તમને ખબર છે કે દિવાળીના 15 દિવસ પહેેલા પણ માં લક્ષ્મીની પૂજા કરવાનુ વિધાન છે. જો તમે આ વિધાન કરો છો તો ઘરમાં ધનધન્યાની કમી નહીં રહે.

દિવાળી પહેલા ખાસ કરી લો માતા લક્ષ્મીની પૂજા

  • દિવાળીના દિવસોમાં કરો માતા લક્ષ્મીની પૂજા.
  • વિધિ વિધાન પૂર્વક માતાની પૂજા અર્ચના કરવાથી માતાની અમી દ્રષ્ટિ રહે છે.
  • દિવાળીના પખવાડિયા અગાઉ આ ખાસ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી

હિન્દુ ધર્મમાં દિવાળીનું આગવું સ્થાન છે. દિવાળીના તહેવારની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ વર્ષે દિવાળી 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે દિવાળીના 15 દિવસ પહેલા પણ માં લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસે પણ તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને શરદ પૂર્ણિમા અથવા કોજાગરી કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 9 ઓક્ટોબરે છે. શરદપૂનમના દિવસે મહાલક્ષ્મીની આરાધના કરવાથી ઘરમાં ધન ધાન્ય ની કમી નહીં રહે.

શરદ પૂર્ણિમાનું જાગરણ 

દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમને શરદ પૂનમ કહેવામાં આવે છે શરદપૂનમની રાત્રે લોકો ફરવા જાય છે રાસ રમે છે અને માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આખી રાત જાગીને તેમના ભજન-કીર્તન કરે છે. એક માન્યતા અનુસાર શરદપૂર્ણિમાની રાત્રે ઐરાવત પર બેસીને દેવરાજ ઈન્દ્ર મહાલક્ષ્મી સાથે પૃથ્વી પર આવે છે અને પૂછે છે કે કોણ જાગ્યું છે. જે જાગે છે અને તેમનું સ્મરણ કરે છે તેને લક્ષ્મી અને ઈન્દ્રની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દિવસે મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. 

See also  સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, અહીંયાથી દર્શન કરો

લક્ષ્મી માતાજી ના પગલા

શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત જાગરણ કરીને માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરનારા લોકોને માં લક્ષ્મીની વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમા ના દિવસે માં લક્ષ્મીના પ્રવેશ માટે લોકો ઘરના દરવાજા પરથી પૂજા સ્થળ સુધી તેના પગલા બનાવે છે. આ દિવસે ખીર બનાવવાની પણ પરંપરા છે

દૂધ પૌવા તથા ખીરનો વિશેષ પ્રસાદ 

આ પૂર્ણિમાને શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીને રાત્રે વિશેષ ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર ભગવાન દ્વારા અમૃતના ટીપાં વરસાવવામાં આવે છે તે અમૃતથી ખીર અથવા દૂધ ભરે છે. તેથી મોટાભાગના લોકો રાત્રે ગાયના દૂધમાંથી બનાવેલી ખીર ચંદ્રની રોશનીમાં રાખે છે્, પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો