Driving Licence Online Apply: ભારતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે લાઇસન્સ હોવું જરૂરી છે. લાયસન્સ વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે તથા દંડપાત્ર છે. જે લોકો વાહન ચલાવે છે તે લોકો ને લાઇસન્સ જરૂરી છે. લાઇસન્સ કાઢવા માટે લોકો ને તેમના મન માં ઘણા પ્રસ્નો હોય છે. કઈ રીતે લાઇસન્સ નીકળશે?, લાઇસન્સ માટે શું પ્રોસેસ હસે? તેમજ તેના જેવા ઘણા પ્રસ્નો મન માં ચાલતા હોય છે. તો આજે તમારા તમામ સવાલના જવાબ તમને આ આર્ટિક્લ માં મળી જશે.
Driving license online form / ડ્રાઇવિંગ લાઇસન્સ ફોર્મ:
પોસ્ટ ટાઈટલ | ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ |
પોસ્ટ નામ | ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ |
સ્થળ | ગુજરાત |
અરજી પ્રકાર | ઓનલાઈન |
Driving Licence Online Apply માટે ફોર્મ:
1988 માં જાહેર થયેલ જોગવાઈ અનુસાર ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત બહાર પાડેલ છે. લર્નિંગ મેળવ્યા પછી કોઈપણ વ્યક્તિ 180 દિવસની અંદર એટલે કે છ મહિના બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકે છે. એટલે લર્નિંગ લાઇસન્સ છ મહિના સુધી વેલીડ ગણાશે. લર્નિંગ લાઇસન્સ ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઇન ફોર્મ ભરીને મેળવી શકાય છે. લોકોને આરટીઓના ધક્કા ન ખાવા પડે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. કે જેથી કરીને લાઇસન્સ સરળતાથી મળી રહે.
ડ્રાઇવિંગ લાઇસન્સ ના પ્રકાર:
લાઇસન્સ ના પ્રકારો | વાહનના પ્રકાર |
MC 50cc | MC 50cc .માં જે વાહનોની એન્જિન ક્ષમતા 50cc અથવા તેનાથી ઓછી છે તેનો સમાવેસ થાય છે. |
LMV-NT | LMV-NT માં જીપ અને મોટર કાર જેવા વાહનો લાઇટ મોટર વ્હીકલ કેટેગરીમાં આવે છે પરંતુ તે નોન-ટ્રાન્સપોર્ટ ક્લાસના છે. |
FVG/MCWOG | સ્કૂટર અને મોપેડ જેવા ગિયર વગરના વાહનો આ કક્ષામાં સમવામાં આવે છે. |
MCX50CC | 50cc કે તેથી વધુ ક્ષમતા વાળા વાહનો એટ્લે કે મોટરસાઇકલ જેવા વાહનો. |
MCWG | મોટરસાઇકલ જેવા વાહનો ગિયર સાથે અને ગિયર વગરના આ શ્રેણી હેઠળ આવે છે. |
HGMV | માલસામાનના પરિવહન માટે વપરાતા અન્ય સમાન વાહનો જેવા કે ટ્રેલર, મોટી ટ્રકો અને વાહનો HGMV ની શ્રેણીમાં આવે છે. |
HPMV | HPMV શ્રેણી હેઠળ જે વાહનો વ્યાપારી હેતુ માટે ચાલે છે અને મુસાફરોને લઈ જવા માટે ઓલ ઈન્ડિયા પરમિટ ધરાવે છે તે આવે છે. |
ડ્રાઇવિંગ લાઇસન્સ ના ફોર્મ માટે જરૂરી વસ્તુઓ :
- લાઈટ બિલ,
- ટેલીફોન બિલ,
- લિવિંગ સર્ટિફિકેટ,
- જન્મ દાખલો,
- પાસપોર્ટ ફોટો વગેરે.
બિન ટ્રાન્સપોર્ટ વાહનો લાઇસન્સ મેળવવા માટે વ્યક્તિએ 18 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ. તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિની ઉંમર 20 વર્ષ પૂરી કરેલો હોવી જોઈએ. ટુ-વ્હીલર માટે 16 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ. તે ઉપરાંત તે 8 પાસ કરેલ હોવું જોઈએ. લર્નિંગ લાઇસન્સ છ મહિના માટે માન્ય રહે છે. આથી તે છ મહિનાના સમય ગાળામાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી લેવું જોઈએ.
ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા પદ્ધતિ:
- ટ્રાફિકના નીતિ નિયમો તથા ટ્રાફિકના નિશાન ઉપર પરીક્ષા લેવામાં આવે છે.
- લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે કોમ્પ્યુટર થી નોલેજ ટેસ્ટ પાસ કરવાની હોય છે.
- આ ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે.
- દરેક પ્રશ્ન માટે ૪૮ સેકન્ડનો સમય મળે છે.
- તેમાં એ 11 પ્રશ્નો ના જવાબ સાચા આપવાના હોય છે.
- જો કોઈ વ્યક્તિ ન આપી શકે તો તે 24 કલાક પછી ફરીથી પરીક્ષા આપી શકે છે.
- જે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ કે લર્નિંગ લાઇસન્સ હોય તેની વેલીડીટી પૂરી થઈ ગઈ હોય તો તે કોઈપણ પરીક્ષા આપ્યા વિના રીન્યુ કરાવી શકે છે.
- લર્નિંગ લાઇસન્સ મેળવ્યા બાદ 30 દિવસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પરીક્ષા આપી શકો છો.
Driving license online form માટે ફી
ડ્રાઇવિંગ લાઇસન્સ તથા લર્નિંગ લાઇસન્સ ની ફી એકસાથે જ ભરવાની હોય છે.
- લર્નિંગ લાઈસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી + રૂ. 150 વાહનની કેટેગરી દીઠ આપવા જરૂરી છે.
- સ્માર્ટ કાર્ડ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રૂ. 200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ. 300 ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આપવા જરૂરી છે.
Driving license online form કઈ રીતે ભરવુ?
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in
- હોમ પેજમાં જઈ Driver/Learners License’ ઓપ્શન સિલેક્ટ કરો
- ત્યારબાદ નવા પેજમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ જે પેજ ઓપન થાય તેમાં એપ્લાય ફોર લર્નર લાઇસન્સ નો ઓપ્શન સિલેક્ટ કરવો અને કંટીન્યુ પર ક્લિક કરવું.
- ત્યારબાદ નવા પેજ પર જીલ્લો તથા કેટેગરી સિલેક્ટ કરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ એક તમારા મોબાઇલમાં ઓટીપી આવશે જે સબમીટ કરો ત્યારબાદ નો પ્રકાર સિલેક્ટ કરીને ઓનલાઈન ફી ભરો. જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે તે અપલોડ કરો.
- ત્યારબાદ લાઇસન્સ ના પ્રકાર સિલેક્ટ કરીને ત્યાં મંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સબમીટ બટન પર ક્લિક કરો.
Driving Licence Online Apply ફોર્મ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |

1 thought on “Driving Licence Online Apply: ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો”