ઘણાં લોકો અત્યારે ભારતમાં યોજાનાર આગામી વર્લ્ડ કપ (2023) ની રાહ જોતા હશે અને સાથે સાથે ક્રિકેટની રમતના નિયમો વિશે થોડા મૂંઝવણમાં હશે તેથી આજે DRS (Decision Reviews System) વિશે થોડી જાણકારી લઇએ.
ક્રિકેટમાં બેટિંગ કરનાર અને બોલિંગ કરનાર બંને પાસે આ DRS નો ઓપ્શન હોય છે. કોણ આઉટ છે કે નહી તેના ઉપર અમ્પાયર ની નિર્ણય આપવાની ક્ષમતા પર શંકા હોય અને ત્રીજા અમ્પાયર ને પૂછવું પડે અને ત્રીજો અમ્પાયર જે પદ્ધતિ દ્વારા આઉટ કે નોટઆઉટ નકકી કરે એને “નિર્ણય સમીક્ષા પધ્ધતિ” અથવા Decision (D) review (R) system (S)- DRS તરીકે ઓળખાય છે.

DRS બે જાતના હોય છે
- અમ્પાયર પોતાનાં માટે લે તે છે (જેમાં ખેલાડી કોઇ વાંધો ન ઉઠાવી શકે)
- બન્ને ટીમના ખેલાડીઓ DRS માંગે તે.
DRS લેવાના નિયમો ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ( t20, ટેસ્ટ મેચ અને વન ડે) માં અલગ અલગ હોય છે. પણ common rules કે સામાન્ય નિયમો કયા કયા હોય છે જે ત્રણેય ફોર્મેટ માં લાગુ પડે છે એની વિગત નીચે પ્રમાણે છે.
DRS ના સામાન્ય નિયમો
- DRS લેવાની સમય મર્યાદા 15સેકંડ હોય છે. 15 સેકંડ ચૂકી ગયા તો એમાં કંઇ કરી ન શકાય.
- ફિલ્ડિંગ કપ્તાન અથવા બેટ્સમેનને આઉટ જાહેર કરવા માટે ઓનફિલ્ડ-અમ્પાયરને નિર્ણયની સમીક્ષા કરવા માટે “T” સંકેત આપવો જરૂરી છે. નીચે ચિત્રમાં દેખાડયું છે તે પ્રમાણે” T” સંકેત બતાવવો જ પડે.

- DRS લેવા માટે અમ્પાયર ની મંજુરી જરુરી નથી.
- જયારે ખેલાડીઓ મેદાન ઉપર DRS નકકી કરતા હોય ત્યારે ડ્રેસિંગ રૂમ તરફ નજર કરીને કોચ કે બીજા કોઈની તરફ પૂછાય નહી નહિતર અમ્પાયર એને કેન્સલ કરી નાખે.
- થર્ડ અમ્પાયરને DRS પર કોઇપણ નિર્ણય આપતાં પહેલા બોલની ડિલિવરી જોવી પડે. નો બોલ હોય તો DRS આગળ વધે જ નહી.
- થર્ડ અમ્પાયર ને પોતાને શું લાગે છે એની પર નિર્ણય ન આપી શકે. એણે 3 ટેક્નોલોજી નો ઉપયોગ કરવો જ પડે અને પછી જ નિર્ણય આપી શકે. આ ત્રણ ટેક્નોલોજી નીચે પ્રમાણે છે.
- હોક-આઇ, અલ્ટ્રા-એજ/રીઅલ-ટાઇમ સ્નિકો (RTS) અને હોટસ્પોટ – એલબીડબલ્યુ અથવા કેચ માટે અપીલના કિસ્સામાં બોલ બેટ સાથે અથડાયો છે કે કેમ તે તપાસવા માટે વપરાય છે.
- હોટસ્પોટ ટેક્નોલોજી બેટ અને બોલ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને કારણે ગરમી ઉત્પન્ન થાય છે એને માપીને જે હોટ સ્પોટ બને છે એને આધારે બેટ કે પેડ બોલ સાથે અથડાયું છે કે નહી એની ખાતરી કરાય છે.
- જ્યારે, અલ્ટ્રાએજ અથવા આરટીએસ જ્યારે બોલ બેટની નજીક હોય ત્યારે સહેજ ધાર અડી ગઇ છે કે નહી અથવા સ્પાઇક સૂચવવા માટે અવાજનો ઉપયોગ કરે છે.

- જુના નિયમમાં stump પર રાખેલી બેલ્સ ને stump ની હાઇટ માં ગણવામા આવતી નહોતી પણ હવે નિયમ બદલાયો છે.
- વિકેટ ઝોન ( ચિત્ર માં જે પટ્ટો દેખાય છે તે) એ સ્ટમ્પનું કુલ ક્ષેત્રફળ, ઊંચાઈ અને પહોળાઈ અને બેલ્સની નીચેની ધાર સુધીનો વિસ્તાર ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.
વિકેટ ઝોન” હવે તમામ રીતે બેઈલની ટોચ સુધી લંબાવવામાં આવશે, જે અગાઉ ફક્ત બેઈલના તળિયે જતું હતું, મેં નીચે ચિત્ર માં જે લાલ રંગનું કુંડાળું કર્યું છે એ ફેરફાર નવો થયો છે.

- નિયમમાં ફેરફારને પગલે, જમીનથી બેલ્સ ની ટોચની ધાર સુધીનો વિસ્તાર અમલમાં આવશે.
- જુના નિયમ પ્રમાણે જો કોઈ અમ્પાયરે બેટ્સમેનને નોટ આઉટ ઠરાવ્યો હોય, તો ડીઆરએસ દ્વારા જૂના LBW નિયમ હેઠળ, નિર્ણયને ફેરવવા માટે અડધાથી વધુ બોલ બેલની નીચેની ધાર પર મારવા માટે જરૂરી છે.50% બોલ સ્ટમ્પની ઉપરની ધાર પર અથડાતો હોય તો જ મેદાન પરનો નિર્ણય આઉટ કે નોટ આઉટ માટે નિર્ણય લેવાતો
- નવા નિયમ હેઠળ , રિવ્યુ વખતે મેદાન પરના નિર્ણયને ઉલટાવી શકાય તે માટે અડધાથી વધુ બોલને બેલની ટોચની ધાર પર મારવાની જરૂર છે. તેથી, વધારાના 1.38 ઇંચ સાથે, બેલ્સની ઊંચાઈ, સમીકરણમાં આવે ત્યારે જ LBW ગણાય.
- રનઆઉટના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે જો કોઈ બેટ્સમેન ફોરવર્ડ મોમેન્ટમ સાથે ક્રિઝ તરફ દોડતો હોય અથવા ડાઇવિંગ કરતો હોય અને પોપિંગ ક્રિઝની પાછળ તેના બેટને ગ્રાઉન્ડ કરે છે પરંતુ ત્યારબાદ વિકેટ પડતી વખતે જમીન સાથેનો સંપર્ક તૂટી જાય છે છતાં. બેટ્સમેન રન આઉટ ગણાશે નહીં.

- બાઉન્ડ્રી કેચ માટે, ફિલ્ડર જે બોલને ટચ કરે છે તેઓને બાઉન્ડ્રીની અંદરથી બોલને અડ્યા પછી જ DRS નિર્ણય લેવામાં આવશે.
- અમ્પાયર કોલ નો નિયમ નીચે પ્રમાણે છે.ખેલાડીને આઉટ આપવા માટે, બોલ લાઇનમાં અથવા ઓફ સ્ટમ્પની બહાર પિચ થવો જોઈએ (જ્યારે શોટ આપવામાં આવે છે), બોલ સ્પષ્ટપણે વિકેટ સાથે અથડાતો હોય તે રીતે અસર હોવી જોઈએ.

- અમ્પાયર્સ કોલનો અર્થ એ છે કે જો બોલ ટ્રેકર બોલને અમ્પાયરના કોલ તરીકે સ્ટમ્પ સાથે અથડાતો બતાવે તો મેદાન પરના અમ્પાયર દ્વારા આપવામાં આવેલ નિર્ણય સ્થગિત રહેશે.આવા સંજોગોમાં થર્ડ અમ્પાયર નિર્ણયને ઉલટાવી શકતો નથી કારણ કે તે final કોલ છે જે ફિલ્ડ અમ્પાયર દ્વારા લેવામાં આવેલા નિર્ણય દ્વારા સંચાલિત થાય છે.
- 2016 માં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે DRS ના ભાગ રૂપે અમ્પાયરનો કૉલ રજૂ કર્યો જેથી મેદાન પરના અમ્પાયરોને નિર્ણયો લેવા માટે confidence ગુમાવે નહી. અમ્પાયર કોલ LBW માટે જ લેવાય છે., એલબીડબ્લ્યુના નિર્ણય માટે, ક્યાં બોલ અસર( impact) થાય છે, જ્યાં બોલ પિચ( pitching) કરે છે અથવા અંદાજિત બોલ પાથ (Ball tracker) પસાર થાય છે તે સ્ટમ્પ અમ્પાયરના કોલ તરીકે ગણવામા આવે છે, અને મેદાન પરનો અમ્પાયર થર્ડ અમ્પાયર ને પૂછે તો એમાં સામેની ટીમ પોતાનો DRS નો હક્ક ગુમાવતા નથી કારણ કે અમ્પાયર ને doubt હતો એને મદદ થઈ રહી છે.
- આ ઉપરાંત, બેટ્સમેન હવે કેચ, સ્ટમ્પ અથવા રન આઉટ થઈ શકે છે જો બોલ ફિલ્ડર અથવા વિકેટ-કીપર દ્વારા પહેરવામાં આવેલા હેલ્મેટને અડી ગયો હોય તો પણ એ આઉટ ગણાશે.
- જો કોઇ કારણસર થર્ડ અમ્પાયર હાજર ન હોય અથવા જે ટેક્નોલોજી વાપરવાની હોય એ દશેરાના ઘોડાની જેમ ન ચાલે તો એ સંજોગોમા મેદાન પરનાં અમ્પાયર નો નિર્ણય ફાઇનલ ગણાશે.
- DRS માટે જે બેટ્સમેન ક્રીઝ પર હોય તે અને સામેની ટીમનો કેપ્ટન અથવા એક્ટિંગ કેપ્ટન જ વિનંતી કરી શકે બાકીનાં દસ ખેલાડીઓ ચર્ચા કરી શકે પણ એ માટે વિનંતી ન કરી શકે.
- 15 સેકંડ ની અંદર પ્લેયર રિવ્યુ માટેની વિનંતી એકવાર કરવામાં આવે તે પછી તેને પાછી ખેંચી શકાતી નથી.
- T20 ક્રિકેટ માં દરેક દાવમાં 1 DRS review મળે છે.
- ટેસ્ટ મેચમાં પહેલા દરેક ટીમને ત્રણ DRS આપવામા આવતા હતા, પરંતુ હવે ટેસ્ટ ક્રિકેટમાં તે ઘટાડીને બે પ્રતિ ઇનિંગ્સ કરવામાં આવ્યા છે. એક દાવમાં તમે DRS વાપરો નહી તો બીજી ઇનિંગ માં ઉમેરાતા નથી.
DRS મા વપરાતી ટેકનોલોજી
સ્નિકોમીટર
સ્નિકોમીટર એમ્બિયન્ટ સાઉન્ડ ઉત્પન્ન કરે છે અથવા જ્યારે બોલ પસાર થાય છે ત્યારે કોઈપણ અવાજ પકડી લે છે અને પછી યોગ્ય સિગ્નલને મોટાં કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે એક પ્રકારનો માઇક્રોફોન છે જે વિવિધ ફ્રીક્વન્સીઝના અવાજો કેચ કરે છે જે જ્યારે બોલ બેટ અથવા પગના કોઈપણ પેડને અથડાવે છે ત્યારે જે અવાજનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. તે નિર્ણય લેવામાં મદદ કરે છે જ્યારે LBW નિર્ણયોના કિસ્સામાં અમ્પાયરો કેચ-બાઈન્ડ અથવા ઇનસાઇડ-એજ માટે વાપરે છે આ સાધન માં સંવેદનશીલ માઇક્રોફોન અને ઓસિલોસ્કોપનો સમાવેશ થાય છે .ધ્વનિમાં તીવ્ર ભિન્નતા એ સંકેત આપે છે કે બેટ ઑબ્જેક્ટને અથડાયુ છે કે નહી.સ્નિકોમીટરના કિસ્સામાં, પિક્ચર અને સાઉન્ડ બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટમ્પ ની નીચે રાખેલું માઇક્રોફોન અને ઇન્ફ્રારેડ કેમેરા બંને સચોટ રીતે કામ કરે છે.
પણ આ જૂની ટેકનોલોજી હતી એટલે હવે હોટ સ્પોટ ( hot spot) no ઉપયોગ થાય છે.
હોટસ્પોટ
હોટ સ્પોટ એ ઇમેજ સેન્સિંગ સિસ્ટમ છે જેમાં ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ એ જાણવા માટે કરવામાં આવે છે કે બેટ્સમેને બોલને માર્યો છે કે નહીં. જ્યારે હોટ સ્પોટની વાત આવે છે, ત્યારે થર્મલ વેવ રિમોટ સેન્સિંગના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ધારને શોધવા માટે ઘર્ષણ પેદા થાય છે. આ ટેક્નોલોજીનો સૌપ્રથમ ઉપયોગ 2006માં ઓસ્ટ્રેલિયામાં એશિઝ દરમિયાન કરવામાં આવ્યો હતો.
- સ્નિકોમીટર ની મદદ માટે પિક્ચર અને સાઉન્ડ જોઈએ.
- હોટ સ્પોટ માટે કે અલ્ટ્રા એજ માટે ઘર્ષણ માપવું પડે. .
અલ્ટ્રા એજ એ એજ ડિટેક્શન માટે સ્નિકોમીટરનું અપગ્રેડેડ વર્ઝન છે જે સ્ટમ્પ માઈક અને વિઝ્યુઅલ એવિડન્સના લાઈવ સાઉન્ડ પર કામ કરે છે અને અત્યારે latest technology ગણાય છે.
આશા રાખું છું કે તમને ક્રિકેટ મેચ જોતી વખતે આ માહિતી કામ લાગશે અને તમે પણ ચોથા અમ્પાયરની ભૂમિકા ભજવી શકશો.
સૌજન્ય: ESPN cricket and Cricket Australia as well as Sports Star.
આવી જ અવનવી માહિતી માટે વિશ્વ ગુજરાત ની રેગ્યુલર મુલાકાત લેતા રહો. અને અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઓ.