કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat @echallan.parivahan.gov.in

Spread the love

કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat

કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online 

અત્યારના સમયમાં મોટા શહેરોમાં બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા મુકેલા હોય છે. આવામાં ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોનું અજાણતા જ ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા – અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય, જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારી ડરવાની જરૂર નથી.

તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં ચલણ જારી થયું છે અથવા મેમો ફાટ્યો છે કે નહીં તે તમે ઘરે બેસીને જ જાણી શકો છો. અને જો તમારા વાહન પર ચલણ ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું પેમેન્ટ પણ કરી શકો છો. હવે આપણે વિગતવાર જોઈએ કે આપણા વાહનનું ચલણ ફાટ્યું છે કે નહીં અને તેનું પેમેન્ટ કઈ રીતે કરવું.

ચલણનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

 • ઓનલાઇન ચલણ ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે echallan.parivahan.gov.in ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
 • ત્યારબાદ તમારે ચેક ચલણ સ્ટેટસ  (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાં તમને ત્રણ વિકલ્પ જોવા મળશે (ચલણ નંબર, વ્હીકલ નંબર, DL નંબર) મળશે. ત્યાં તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
 • વ્હીકલ નંબર સિલેક્ટ કર્યા બાદ વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail)  પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.
See also  Where is My Train App - Best No.1 Real Time Train Tracker

ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ…
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કાપ્યું હોય, તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.

ઓનલાઇન ચલણનું પેમેન્ટ કઈ રીતે કરવું?

 • તમારા વાહનની જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
 • ઓનલાઇન પેમેન્ટ કરવા માટે તમારે ચલણની આગળ Pay Now  પર ક્લિક કરવાનું રહેશે.
 • તે પ્રોસેસ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
 • ત્યારબાદ તરત જ તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 • નેક્સ્ટ કર્યા પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

ઈ-ચલણ કોન્ટેક્ટ @Echallan.Parivahan.Gov.In

 • જો તમને કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો.
 • ઇમેઇલ: helpdesk-echallan[at]gov[dot]in
 • ફોન: 0120-2459171 (સમય: 6:00 AM – 10:00 PM)
કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat @echallan.parivahan.gov.in
કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat @echallan.parivahan.gov.in

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કોઈપણ વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરવાની ઓફિસિયલ વેબસાઇટ કઈ  છે?

અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

3 thoughts on “કોઈ પણ વાહનનું ચલણ ફાટ્યું છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat @echallan.parivahan.gov.in”

Leave a Comment

error: Content is protected !!