February 2023 Calendar: ફેબ્રૂઆરી મહિનામાં મહાશિવરાત્રી ક્યારે આવશે? જયા એકાદશી વ્રત ક્યારે આવશે? જાણો તમામ તહેવારોની ચોક્કસ તારીખ. હિન્દુ ધર્મમાં, ઉપવાસ અને તહેવારોની પ્રક્રિયા આખું વર્ષ ચાલતી રહે છે, ચાલો જાણીએ આ મહિનામાં આવતા તીજ તહેવારો ની ચોક્કસ તિથિ અને સમય.

February 2023 Calendar
પંચાંગ અનુસાર, ફેબ્રૂઆરી મહિનો મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે. જ્યારે આ મહિનો ફાગણ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ સાથે સમાપ્ત થાય છે. આ મહિનામાં માઘ પૂર્ણિમા, મહાશિવરાત્રી, જયા એકાદશી જેવા ઘણા મોટા તહેવારો આવે છે.
હિંદુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું આગવું મહત્વ હોય છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતા અથવા કોઈ ચોક્કસ ગ્રહની પૂજા સાથે સંકળાયેલો છે. આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં આખું વર્ષ ઉપવાસ અને તહેવારોની પ્રક્રિયા ચાલતી રહે છે. આવો જાણીએ કે ફેબ્રૂઆરી મહિનામાં કયા-કયા તહેવારો આવે છે.
ફેબ્રુઆરી મહિનામાં આવતા તહેવારો
- 01 ફેબ્રૂઆરી 2023, બુધવાર: જયા એકાદશી વ્રત
- 02 ફેબ્રૂઆરી 2023, ગુરુવાર: ગુરુ પ્રદોષ વ્રત
- 05 ફેબ્રૂઆરી 2023, રવિવાર: માઘ પૂર્ણિમા વ્રત, ગુરુ રવિદાસ જયંતિ, લલિતા જયંતિ
- 06 ફેબ્રૂઆરી 2023, સોમવાર: ફાલ્ગુન મહિનો શરૂ થાય છે
- 09 ફેબ્રુઆરી 2023, ગુરુવાર: દ્વિજપ્રિયા સંકષ્ટી ચતુર્થી
- 12 ફેબ્રૂઆરી 2023, રવિવાર: યશોદા જયંતિ
- 13 ફેબ્રુઆરી 2023, સોમવાર: શબરી જયંતિ, કાલાષ્ટમી, કુંભ સંક્રાંતિ
- 14 ફેબ્રૂઆરી 2023, મંગળવાર: જાનકી જયંતિ
- 17 ફેબ્રૂઆરી 2023, શુક્રવાર: વિજયા એકાદશી વ્રત
- 18 ફેબ્રૂઆરી 2023, શનિવાર: મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત, શનિ ત્રયોદશી
- 20 ફેબ્રૂઆરી 2023, સોમવાર: ફાલ્ગુન અમાવસ્યા (સોમવતી અમાવસ્યા)
- 21 ફેબ્રુઆરી 2023, મંગળવાર: ફુલેરા દુજ, ગુરુ રામકૃષ્ણ જયંતિ, ચંદ્ર દર્શન
- 23 ફેબ્રૂઆરી 2023, ગુરુવાર: વિનાયક ચતુર્થી
- 25 ફેબ્રૂઆરી 2023, શનિવાર: સ્કંદ ષષ્ઠી
- 27 ફેબ્રુઆરી 2023, સોમવાર: હોલાષ્ટક, માસિક દુર્ગાષ્ટમી, રોહિણી વ્રત
લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ સોશિયલ મીડિયા ના માધ્યમો અને લોકવાયિકાઓ એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.
વોટ્સએપ ગૃપ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |