- સન્ની પાજી અને અમીષા પટેલ ફરી એકવાર પોતાનો કરિશ્મા બતાવવા આવી રહ્યા છે.
- Gadar 2 ફિલ્મના એક સીનનો વીડિયો વાયરલ થયો.
- વાયરલ થયેલા વીડિયોમાં સની દેઓલ થાંભલો ઉખાડી ફેકતો જોવા મળે છે.
Gadar 2: ગદર એક પ્રેમ કથા આ ફિલ્મ 2001 માં રિલીઝ થઈ હતી. અને તેણે ખૂબ જ ધૂમ મચાવી હતી. સનીદેવલ અને અમીશા પટેલની આ પિક્ચર ને લોકોમાં ખૂબ જ ચાહના મળી હતી.
Gadar 2 માં સનીદેવલ અને અમીશા પટેલ ફરી વખત પોતાનો જાદુ ચલાવવા માટે આવી રહ્યા છે. અને લોકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગદર એક પ્રેમ કથા આ પિક્ચર પછી લોકો ને ઉત્સુકતા છે કે, ગદર પાર્ટ 2 માં શું હશે અને લોકો તેની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. તે સમય દરમિયાન અત્યારે Gadar 2 નો એક વિડીયો વાયરલ થયો છે. જેને જોઈને ચાહકોને ગદર એક પ્રેમ કથા ની યાદો તાજી થઈ ગઈ છે. અને લોકો સનીદેવલ ને જોવા માટે ખૂબ જ ઉત્સાહથી રાહ જોવે છે.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જે વીડિયો વાયરલ થયો છે તેમાં સનીદેવલ Gadar 2ના સેટ પર પાઘડી પહેરેલો પઠાણી સૂટમાં જોવા મળે છે. અને હિરોઈન સિમરત કૌર સનીદેવલ ની પાસે થાંભલામાં બાંધેલી જોવા મળે છે. અને ચારે બાજુ સૈનિકો બંદૂક લઇ અને પોતાની વર્દીમાં ઊભેલા જોવા મળે છે એટલું જ નહીં પણ સનીદેવલ પોતાની જાતને છોડાવવા માટે થાંભલો ઉખેડી નાખતો જોવા મળે છે. ગદર વનમાં સનીદેવલ જમીનમાંથી ડંકી ઉખેડી પાડતો જોવા મળ્યો હતો.
Gadar 2 viral video
આવેલ થયેલા વીડિયોમાં લોકો પોત પોતાની રીતે અનેક અભિપ્રાયો આપી રહ્યા છે ઘણા પ્રશંસકો આ વીડિયો જોઈને કોમેન્ટમાં વાહ વાહી કરી રહ્યા છે ઘણા ઓહ માય ગોડ જેવી પ્રતિક્રિયા આપે છે જ્યારે તેના એક ચાહકે કોમેન્ટમાં લખ્યું છે કે આ શેર કરવું યોગ્ય નથી સની દેઓલ પોતાના ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ફિલ્મ રિલીઝ થયા પહેલા જ તેનો સીન લીક થવો એ ખૂબ જ નિરાશા જનક કહેવાય અને એવી પણ કોમેન્ટ કરી છે કે, #Gadar2 ટીમ આ ફિલ્મને સુરક્ષિત કરો જેથી અન્ય કોઈ નવા સીન લીક ન થાય.
તાજેતરમાં જ Gadar 2નું ફસ્ટ લુક ફિલ્મ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે તે પોસ્ટરમાં ફિલ્મ રિલીઝ થવાની તારીખ પણ જણાવવામાં આવી છે. જ્યારે Gadar 2, 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેના દિગ્દર્શક અનિલ શર્માના પુત્ર અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. જેમને આ ફિલ્મમાં શનિદેઓલ અને હિરોઈન અભિસાના પુત્રની ભૂમિકા ભજવી હતી. આવું પહેલી વાર નથી થયું કે ફિલ્મોના સીન ફિલ્મ રિલીઝ થયા પહેલા વાયરલ થયા હોય, આ પહેલા પણ ફિલ્મનો એકસીન વાયરલ થયો હતો અને જેને ફિલ્મના ચાહકોએ ખૂબ ખૂબ વખાણિયો હતો.

વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા વાળો લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો વિશ્વ ગુજરાત સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો