હવે ઓનલાઈન મેળવો આવકનો દાખલો. Income Certificate @digitalgujarat.gov.in

Spread the love

શું મિત્રો તમે આવકનો દાખલો / Income Certificate મેળવવા માંગો છો? તો આવો આપણે જાણીએ કે કઈ રીતે ઓનલાઇન આવકનો દાખલો મેળવી શકાય છે. તેના માટેની વિગતો અહીં આપવામાં આવી છે. You are searching for How to get Income Certificate @ digitalgujarat.gov.in Portal?

આવકનો દાખલો કેવી રીતે મેળવી શકાય છે? તેનો લાભ કઈ રીતે મેળવવો અને તેનો લાભ કોને કોને મળે? તે માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

આવક નો દાખલો ઓનલાઇન મેળવો | Get Income Certificate Online | આવકનો દાખલો ઓનલાઇન કેવી રીતે મેળવવો? | આવકનો દાખલો એટલે શું? | આવકના દાખલા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા (Documents) ની જરૂર પડે છે? | આવકનો દાખલો મેળવવા માટે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી? | સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે. તે તમારી આવકનો સરકારી પુરાવો છે. આવકનો દાખલો ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

Table of Contents

ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો એટલે શું?

કોઈપણ એક નાણાકીય વર્ષમાં તમારી ટોટલ આવક કેટલી છે તેનું એક પ્રમાણપત્ર સરકાર દ્વારા આપવામાં આવે છે જેને ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો કહેવાય છે.

See also  Gujarati New Year 2022: બેસતા વર્ષ પર ખરીદો 350cc એન્જિનવાળી આ 5 લક્ઝુરિયસ બાઇક, જાણો કેટલી છે કિંમત

એક વખત કઢાવેલ આવકનો દાખલો ત્રણ વર્ષ સુધી ચાલે છે એટલે કે ત્યાં સુધી તેને સાચવીને રાખવાનો અને ત્યાં સુધી તે વેલીડ ગણાય છે.
ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલા માટેની અરજી ઓનલાઇન તથા ઓફલાઈન કરવાની રહેશે.

Income Certificate Online / આવક દાખલો ઓનલાઇન મેળવો પુરી મહિતી

વિગત Get Income Certificate Online
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારઆવકનો દાખલો લેવા માટેનું સર્ટિફિકેટ
અરજીઆવક ના દાખલો માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

કોઈપણ અરજી કરનારે આવક ના દાખલા કઢાવવા માટે કયા કયા પુરાવા આપવાના રહેશે ?

 • એક પાસપોર્ટ સાઇઝ ફોટો
 • ​50 રૂપિયાનો સ્ટેમ્પ
 • ​અરજી કરનાર નું રાશનકાર્ડ
 • ​આધારકાર્ડ
 • ​છેલ્લું આવેલું લાઈટ બિલ
 • ​અરજી કરનાર ની પાડોશીના આધાર કાર્ડ
 • ​ધારાસભ્ય કે સાંસદ પાસેથી મળતો આવક નો દાખલો
 • ​૩ રૂ. ની કોટડ ફી ટીકીટ

ઇન્કમ સર્ટીફીકેટ એટલે કે આવકનો દાખલો શું બધા લોકો કઢાવી શકે?

Income Certificate / આવકનો દાખલો લઘુમતી જાતિ હોય વિમુક્ત જાતિ હોય કે શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય સામાજિક રીતે પછાત વર્ગ હોય વગેરે લોકો આવકનો દાખલો કઢાવી શકે છે.

Income Certificate કોણ મેળવી શકે છે ?

ઇન્કમ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરનાર ગુજરાત રાજ્ય માં રહેતો હોવો જરૂરી છે.

ઇન્કમ સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કઈ રીતે કરી શકાય ?

ઇન્કમ સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે:

 • તમે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે www.digitalgujarat.gov.in આ સાઇટ ઓપન કરો
 • ​ત્યારબાદ ત્યાં મેનુ બારમાં જશો તો મેનુ પર ક્લિક કરો
 • ​તેમાંથી સર્વિસિસ સિલેક્ટ કરો
 • ​સર્વિસીઝમાં સીટીઝન સર્વિસ વિકલ્પ સિલેક્ટ કરીને આગળ વધો
 • ​ત્યારે તેમાં એક નવું ટેબ ખુલશે
 • ​તેમાં આગળ જતા ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલા માટે નું ઓપ્શન આવશે
 • ​પછી ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરો
 • ​ત્યા ક્લિક કરતા એક નવું પેજ ખુલશે
 • ​જેમાં એપ્લાય ઓનલાઈન લખેલ હશે તેમાં ક્લિક કરો
 • ​ઓનલાઇન એપ્લિકેશન કર્યા પછી રજીસ્ટર થયેલા હશે તો તેનો યુઝર આઇડી અને પાસવર્ડ નાખવાનો રહેશે પરંતુ જો રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો ન્યુ રજીસ્ટ્રેશન સિલેક્ટ કરવું
 • ​ લોગીન થયા બાદ એપ્લાય ઓનલાઈન કરવું અને તેમાં એક આગળ નવું પેજ ખુલશે જેમાં કંટીન્યુ ટુ સર્વિસ ક્લિક કરો.
 • ​ત્યાં ઓનલાઇન આપેલા ફોર્મમાં બધી જ વિગતો ભરીને અને પછી સબમિટ ક્લિક કરો.
See also  आसुस फोनपैड और माइक्रोमैक्स ए116 कैनवास के बीच का अंतर

ઇન્કમ સર્ટીફીકેટ એટલે કે આવકનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કરવાની વિગત

 • Digital gujarat portal પર જઈ ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી
 • ​જે સ્થળ પર આપ રહેતા હોય તેને લગતા મામલતદાર ની કચેરીના તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી અરજી કરવા માટેનું ફોર્મ મેળવવું આ ફોર્મ માટે કોઈપણ ફી લેવામાં આવતી નથી.
 • ​ફોર્મ માં વિગતો ભર્યા બાદ ત્રણ રૂપિયાની કોર્ટ ફીટ ટિકિટ ફોર્મ પરના આગળના પેજ પર ખાલી જગ્યા ઉપર લગાડવી તથા તે સાથે બધા જરૂરી ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્ષ ફોર્મ સાથે જોઈન્ટ કરવી.
 • ​આ ફોર્મ ભરાઈ જાય પછી મામલતદાર ની કચેરીએ અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈને તમે ભરેલું ફોર્મ તથા બધા જ ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં તે ચેક કરાવું જવાબ આપવા અને સહી સિક્કા કરાવવા.
 • ​ તેમાં સહી સિક્કા કરાવ્યા પછી ઇન્કમ સર્ટિફિકેટ માટે ફોટો પડાવવાના સ્થળે જવું.
 • ​ફોટો પડાવ્યા બાદ ત્યાં તેની ફી ની ચૂકવણી કરવી અને તેની પહોંચ મેળવવી.
 • ​તે પહોંચમાં આવકનો દાખલો મેળવવા માટેની તારીખ લખેલ હશે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.

Income Certificate માટેના એપ્લિકેશન ફોર્મ ક્યાથી મલશે

 • ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે આવકના દાખલનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

આવાકના દાખલા માટેના હેલ્પલાઈન નંબર

ડિજિટલ ગુજરાત પોર્ટલ નો હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને Digital Gujarat (Help Desk) નો  હેલ્પલાઇન નંબર મળી જશે.

હેલ્પલાઇન નંબર (HelpLine Number) : 18002335500

મહત્વપૂર્ણ લિંક

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
આવકના દાખલનું ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હવે ઓનલાઈન મેળવો આવકનો દાખલો. Income Certificate @digitalgujarat.gov.in

FAQ: વારંવાર પૂછાતા પ્રશ્નો

Q. ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો એટલે શું?

Ans. કોઈપણ નાણાકીય વર્ષ માટે તમારી કુલ આવક ની ખાતરી આપતું જરૂરી આધાર પુરાવાઓ સાથે રજૂ કરાતું એક સરકારી પ્રમાણપત્ર કે જેને ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલો કહે છે.

See also  आसुस फोनपैड और एचपी एस लेट 7 . के बीच का अंतर

Q. એક વખત કઢાવેલ આવકનો દાખલો કેટલો સમય ચાલે છે?

Ans. એક વખત કઢાવેલ નો દાખલો ત્રણ વર્ષ સુધીની તેની સમય મર્યાદા છે

Q. ઇન્કમ સર્ટીફીકેટ મેળવવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

Ans. Income Certificate Online મેળવવા માટે www.digitalgujarat.gov.in ઓફિસિયલ વેબસાઈટ છે.

આવક નો દાખલો કેટલા વર્ષ સુધી માન્ય ગણાય છે?

આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ (નાણાકીય વર્ષ) માટે માન્ય રહેશે.

અહીં આપેલ ઉપરોક્ત માહિતી દ્વારા અમે તમોને ઇન્કમ સર્ટિફિકેટ માટેની જરૂરી માહિતીઓ પૂરી પાડી છે તદ ઉપરાંત તમને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો અમારો સંપર્ક કરો.

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો