ગિરનાર પરિક્રમામાં કપિરાજની પજવણી: વિજિલન્સ માં તપાસ સોંપાઈ. જુનાગઢ ગીરનારમાં પરિક્રમા ચાલુ થઈ હોય, લાખો શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક પરિક્રમા કરી રહ્યા છે તેની વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે. જેમાં અસામાજિક તત્વો વાનર રાજને પજવણી કરતા જણાઈ રહ્યા છે, ટૂંક સમયમાં કોઈ પગલાં લેવાઈ શકે છે.

શ્રદ્ધાપૂર્વક યાત્રા કરો તેનો કોઈ વાંધો નથી પરંતુ ઘણા લોકો પર્યાવરણને તથા વન્યજીવોને જાણે અજાણે મજાક મસ્તી માં નુકસાન પહોંચાડી રહ્યા છે. જે ખરેખર દુઃખની બાબત છે. આશા રાખીએ કે હવે પછી કોઈપણ લોકો પર્યાવરણને તથા વન્યજીવોને નુકસાન ન પહોંચાડે અને પ્રકૃતિનો આનંદ માણે.