ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જાહેર

Spread the love

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 આજે જાહેર કરવામાં આવી. લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે આતુરતાનો આજે અંત આવ્યો. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી આજે સત્તાવાર રીતે ગુજરાતની ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સ ની શરૂઆતમાં ચૂંટણી પંચે મોરબીની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચો દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ આપવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં આયોજિત કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આઠ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022 નું પરિણામ સાથે જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 કાર્યક્રમ

આજ રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહીં આપવામાં આવી છે.

  • પ્રથમ તબક્કાનું મતદાન : 1 ડીસેમ્બર
  • બીજા તબક્કાનું મતદાન : 5 ડીસેમ્બર
  • ચૂંટણીનું પરિણામ : 8 ડીસેમ્બર

પત્રકાર પરિષદના મહત્વના અંશ

  • ચૂંટણીમાં આ વખતે 51782 મતદાન મથકો
  • ચૂંટણીમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન
  • 4.6 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સમયપત્રક

મતદાન ઘટના ક્રમપેલો તબક્કો
(89 એસી)
બીજો તબક્કો
(93 એસી)
જાહેરનામું બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન માટેની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
ચકાસણી માટેની તારીખ15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાન કરવાની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની ચિત્રાત્મક રજૂઆત

ગુજરાત વિધાનસભા ચૂંટણી એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજવાની છે. ગુજરાતના કયા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે અને કયા વિસ્તારમાં બીજા તબક્કામાં મતદાન થશે તેની સમજ આપવા માટે ચૂંટણી પંચ દ્વારા નકશો જાહેર કરવામાં આવેલ છે. આ નકશામાં પીળા રંગ ના વિસ્તારમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. જ્યારે ગુલાબી રંગના વિસ્તારમાં બીજા તબક્કામાં મતદાન થશે. નીચે આપેલ નકશાનો અભ્યાસ કરો.

See also  Best Top 10 Driving Insurance companies In U.S.

મહત્વપૂર્ણ લિંક :

ચૂંટણી કાર્યક્રમઅહીંથી વાંચો
ચૂંટણી પંચનો પરિપત્રઅહીંથી વાંચો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!