વરસાદની આગાહી – ગુજરાતમાં 8 થી 12 સપ્ટેમ્બર ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

Spread the love

વરસાદની આગાહી: રાજ્યમાં ગરમીના માહોલ બાદ હજુ થોડાક દિવસ સુધી હળવાથી ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે.

  • ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ આવશે.
  • રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ.
વરસાદની આગાહી - ગુજરાતમાં 8 થી 12 સપ્ટેમ્બર ભારે થી અતિ ભારે વરસાદની આગાહી
વરસાદની આગાહી – ગુજરાતમાં 8 થી 12 સપ્ટેમ્બર ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી

સપ્ટેમ્બર 8, 9 અને 10 દરમિયાન દ.ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

આજે ગુજરાતમાં પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, સુરત, જૂનાગઢ, અમરેલી, અને સોમનાથ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં હવાનું પ્રેશર સર્જાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની  આપેલી માહિતી મુજબ

તારીખ 8 મી સપ્ટેમ્બરનાં રોજ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અને મહીસાગર, જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની  આપેલી છે.

તારીખ 9 મી સપ્ટેમ્બર નાં રોજ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે.

તારીખ 10 મી સપ્ટેમ્બરના રોજ તાપી, નવસારી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અન્ય કેટલાંક છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરેલી છે.

5360 શિક્ષકોની ભરતીની જાહેરાત, કેબિનેટમાં મોટો નિર્ણય

અંબાલાલના કહેવા મુજબ તારીખ 11 અને 12મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરીવાર વરસાદની શક્યતા રહેલી છે 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6 થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરીવાર વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

See also  International Day of Happiness 2022 wishes, quotes, images, theme

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર

એક જ દિવસ માં પંદર તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ

  • જલાલપોરમાં 4 ઈંચ વરસાદ.
  • વલસાડમાં 2 ઈંચ.
  • નવસારીમાં 1 ઈંચ.
  • વાપીમાં 1 ઈંચ.
  • ખેરગામમાં 1 ઈંચ વરસાદ.
  • પારડી તેમજ ઉમરગામમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.

1 thought on “વરસાદની આગાહી – ગુજરાતમાં 8 થી 12 સપ્ટેમ્બર ભારે થી અતિ ભારે વરસાદની આગાહી”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો