Hair Loss / ખરતા વાળ માટે એલોવેરાના અકસીર ઉપાય: એલોવેરા એટલે કે કુંવારપાઠું આયુર્વેદમાં અનેરું સ્થાન ધરાવે છે. વાળ માટે એલોવેરા નો ઉપયોગ ખૂબ જ કારગત છે. તે વાળ માટે સૌથી શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચારોમાંનું એક છે, એલોવેરામાં એન્ટીઑક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસથી ભરપૂર પ્રમાણમાં હોય છે જે સંક્રમણ સામે લડે છે. અને સ્કેલ્પને તંદુરસ્ત બનાવે છે. એલોવેરા વાળને ખરતા અટકાવે છે અને વધવામાં પણ મદદરૂપ છે.
એલોવેરાના ઉપયોગથી વાળની માવજત કરો: અત્યારે લોકોની રહેણી અને ખાનપાન ના લીધે એટલે કે ખરાબ પાણી અને ખોરાકમાં પોષક તત્વોનું ધ્યાન ન રાખવાને લીધે વાળની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પહેલા તો વાળના મૂળ નબળા પડે છે અને પછી ધીમે ધીમે વાળ ખરવા લાગે છે અથવા તો નાની ઉંમરમાં જ સફેદ વાળ અથવા તો ટાલ પડી જાય છે. જે લોકો આવી સમસ્યાથી પીડાય છે તે લોકો માટે આજે એલોવેરા ના ઉપયોગથી વાળને પહેલા ની જેમ જ ઘટ્ટ અને મુલાયમ કઈ રીતે બનાવી શકાય તેની થોડી ટિપ્સ જાણીએ.
માથાના વાળમાં એલોવેરા લગાવવાની રીત | માથાના વાળ પર એલોવેરા લગાવવાની રીતો | Hair Loss
- એલોવેરાને કોપરેલ તેલ કે (એગ) ઈંડામાં મિશ્રણ કરી પેસ્ટ બનાવી વાળમાં લગાવી શકાય છે.
- એલોવેરાના તાજાં પાન લો, તેને ધોઈને થોડી વાર માટે પાણીમાં મૂકી દો, એમ કરવાથી તેનાં ટૉક્સિન્સ નીકળી જશે. ત્યારબાદ તેને પીસીને તેમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો.
- Hair Loss માટે એલોવેરા જેલને વાળમાં લગાવી આખી રાત રાખી પણ શકાય છે.
નાળિયેર તેલ અને એલોવેરા
આ તેલ બનાવવા માટે સૌપ્રથમ એક વાટકામાં બે ચમચી જેટલું નાળિયેરનું તેલ અને એક ચમચી જેટલું એલોવેરા નું જેલ લો. બંને મિશ્રણને સરખી રીતે પેસ્ટ કરી ધીમી આંચ પર ગેસ પર ગરમ કરો. આ મિશ્રણ ગરમ થયા બાદ તેને ઠંડુ પડવા દો, ઠંડું પડ્યા પછી આ મિશ્રણ વાળમાં લગાવી દો, અને એક કલાક સુધી રહેવા દો. એક કલાક થયા બાદ વાળની હુંફાળા પાણીથી ધોઈ લો. નિયમિત રીતે આવું કરવાથી વાળના મૂળ મજબૂત થશે. વાળ ખરતા બંધ થઈ જશે, અને ધીમે ધીમે માથાના વાળનો ગ્રોથ પણ વધી જશે.
એલોવેરા હેર માસ્ક
એલોવેરા હેર માસ્ક બનાવવા માટે બે ચમચી એલોવેરા જેલ, બે ચમચી મધ, એક ચમચી દહીં લો. ત્યારબાદ આ ત્રણેય સરખી રીતે મિક્સ કરી દો. તે મિશ્રણ થયા બાદ આ પેસ્ટને વાળમાં લગાવી દો. 20 મિનિટ બાદ વાળને ધોઈ લો. એલોવેરા હેર માસ્ક દ્વારા વાળને પૂરતા પ્રમાણમાં ભેજ અને પોષણ મળી રહે છે. વાળને પૂરતું પોષણ મળવાને કારણે તે શુષ્ક રહેતા નથી અને મજબૂત બને છે.
એલોવેરા અને આદુનો સ્પ્રે
એલોવેરા અને આદુનો સ્પ્રે બનાવવા માટે તમારે અડધો કપ જેટલું એલોવેરા જેલ ની જરૂર પડશે, અને તેના ચોથા ભાગ જેટલો આદુનો રસ લો. એલોવેરા જેલ અને આદુના રસની સરખી રીતે મિશ્રણ કરી લો. ત્યારબાદ તે દ્રાવણને સ્પ્રેની બોટલમાં ભરી લો. આ સ્પ્રેને વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ 20 થી 25 મિનિટ બાદ વાળ સુકાઈ ગયા બાદ તેને સરખી રીતે ધોઈ લો. આ ઉપાય દ્વારા તમારા વાળ પહેલાની જેમ જ ચમકતા થઈ જશે.
એલોવેરા જેલ અને નારિયેળ દૂધનું મિશ્રણ
એલોવેરા જેલ અને નારિયેળ દૂધના મિશ્રણને વાળમાં લગાવવાથી હેર કન્ડીંશનિંગ થઈ જાય છે. આ મિશ્રણ અને વાળને પોષણ આપે છે.
એલોવેરા જેલ અને નારિયેળ દૂધનું મિશ્રણ માટે એક વાટકામાં 4 મોટી ચમચી એલોવેરા જેલ, 4 ચમચી નારિયેળનુ દૂધ તથા એક મોટી ચમચી નારિયેળનું તેલ લો. ત્યારબાદ બધું સરખી રીતે મિક્ષ કરો દો. મિશ્રણ તૈયાર થયા બાદ આ મિશ્રણને વાળમાં લગાવો અને અડધો કલાક માટે એમનેમ રહેવા દો. વાળ સુકાઈ ગયા બાદ હેર વોશ કરી લો. આ મિશ્રણ દ્વારા વાળ ખરતા બંધ થાય છે અને વાળ સિલ્કી થાય છે.
એલોવેરા અને ડુંગળીનો રસ
આ ઉપાય ખૂબ જ કારગત છે. Hair Loss માટે તમે એલોવેરા ને ડુંગળીનો રસ મિક્સ કરીને વાળ પર લગાવો તો અદ્ભુત પરિણામ મળે છે. એલોવેરા અને ડુંગળીના રસનું મિશ્રણ વાળને ખરતા રોકે છે. આ મિશ્રણ માટે સૌ પ્રથમ 3 થી 4 મોટી ચમચી જેટલો ડુંગળીનો રસ લો ત્યારબાદ એમાં એલોવેરા જેલ મિક્સ કરી લો. ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણને વાળમાં લગાવો અને એક કલાક માટે સુકવા દો. વાળ સુકાઈ ગયા બાદ હેર વોશ કરી લો. આ પ્રયોગ દ્વારા Hair Loss ની અનેક સમસ્યાઓ દૂર થઇ જશે.
Hair Loss માટે ઉપર જણાવ્યા સિવાય પણ ઘણા બધા ઉપાય છે, જેના દ્વારા વાળની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો. જેમ કે વાળમાં દહીં લગાવવું, એલોવેરામાં કૉફી મિક્સ કરી થોડીવાર માટે વાળમાં લગાવવું, ચોખાના પાણીથી વાળ ધોવા, શેમ્પૂમાં કૉફી મિક્સ કરી વાળ ધોવા, લીમડાના પાનની પેસ્ટને વાળમાં લગાવવી.

Hair Loss માટે આ બધાં ઉપાયો કરતાં પણ સૌથી વધુ મહત્વનું છે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવો. તેના માટે તમે આયર્ન, ઝીંક, પ્રોટીન, એન્ટીઑક્સીડેન્ટ, એમીનો એસિડ, વિટામિન એ, બી, સી, ડી અને ઈ અને ફેટી એસિડથી ભરપૂર ખોરાક લેવો. અને સમય સર ખોરાક લેવો.
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
અમે તમારા સુધી Hair Loss માટે એલોવેરાના આયુર્વેદિક ઉપાયોની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
વાહ ખૂબ જ સરસ માહિતી આપી છે. મને આ લેખ વાચી ને મે પ્રયોગ કર્યો અને એલોવેરા થી મારા વાળ ખરતા અટકી ગયા છે. આભાર આપનો