તમારા કામનું :- મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

Spread the love
  • હેલ્થ ઈન્શ્યોરન્સ શા માટે જરૂરી છે?
  • હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા કઈ કઈ વાતો ધ્યાને રાખવી?
  • હેલ્થ ઈન્શ્યોરન્સને અસર કરતા પરિબળો કયાં કયાં છે?

અત્યારના સમયમાં મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે. આજે આપણે મેડીક્લેમ હોવો શા માટે જરૂરી છે તેના વિશે જાણીશું.

આજના આ ફાસ્ટ યુગમાં માણસને પોતાના માટે સમય રહેતો નથી નથી કસરત કરી શકતા કે નથી સરખું ખાવાનું પણ લઈ શકતા. ઓછામાં પૂરું અત્યારની લાફસ્ટાઇલ અને ખાવાપીવાની આદત માણસને વધુને વધુ બીમારી બનાવે છે. માણસની દોડતા મને અનિયમિત ખોરાકને કારણે તેની તબિયત બગડે છે, અને હોસ્પિટલમાં દાખલ પણ થવું પડે છે. હોસ્પિટલ નો ખર્ચો એટલો બધો હોય છે કે માણસ હોસ્પિટલ નું બિલ જોઈને મૂંઝાઈ જાય છે. આવા આકસ્મિક રીતે આવતા દવાખાનાના ખર્ચને પહોંચી વળવા માટે મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમે પણ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો તો અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ

મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે તેનું પ્રીમિયમ મહત્વનું પરિબળ છે. પ્રીમિયમ નો તમામ આધાર તમારી ઉંમર, કૌટુંબિક ઈતિહાસ, નોકરીમાં જોખમ, જૂની બીમારી વગેરેને ધ્યાનમાં લઈને તમારું પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા પ્રીમિયમને અસર કરતા તમામ પરિબળોને સમજવા જોઈએ. આ તમામ પરિબળો તમને સૌથી ઓછા પ્રીમિયમ પર શ્રેષ્ઠ હેલ્થ ઈન્શ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરશે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા સમયે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પ્રીમિયમનો ભાર ખિસ્સા પર ન પડે.

મેડિક્લેમ / હેલ્થ ઈન્શ્યોરન્સ રીન્યુઅલ સુવિધા

મેડીક્લેમ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ જ્યારે તમે લો છો ત્યારે તેનો સમયગાળો નિશ્ચિત હોય છે આ પોલીસી એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે ત્યારબાદ તમે તેના લાભ મેળવવા માગતા હોય તો તમારે ફરીથી રીન્યુ કરાવી પડે છે. ત્યારે તમારે એ નક્કી કરવું જોઈએ કે કઈ સંસ્થા તમને એ રીન્યુ કરવાની ફેસીલીટી આપે છે જે સંસ્થા તમને પોલીસી રીન્યુઅલ કરવાની સુવિધા આપતી હોય તેની પાસે જ તમારે આ પોલીસી લેવી જોઈએ કારણ કે તમે ભરેલા પ્રીમિયમની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમે તેનો લાભ મેળવી શકતા નથી.

See also  Amazing Health benefits of Yoga And Asanas

તમારા પરિવાર માટે મેડીક્લેમ

જ્યારે તમે પરિવાર માટે મેડિક્લેમ અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી કરતા હોય ત્યારે આ વાત તમારે ધ્યાન રાખવી જોઈએ ત્યારે તમને બે વિકલ્પો મળે છે. એક છે ફેમિલી હેલ્થ પ્લાન અને બીજું છે ફેમિલી ફ્લોટર પ્લાન.
આપણે આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમે ફેમિલી હેલ્થ પ્લાન લીધો છે, અને તમારા પરિવારમાં કુલ ચાર વ્યક્તિઓ છે, અને તમે દરેક વ્યક્તિના એક એક લાખના પ્લાન લીધા છે. તો કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડશે અને તેનો મેડિકલ ખર્ચો ₹1,00,000 થી વધી જાય તો, બાકીના પૈસા તમારે તમારા ખિસ્સામાંથી આપવા પડશે. પરંતુ જો તમે ફેમિલી ફ્લોટર પ્લાન લીધો હશે તો ચારમાંથી કોઈ પણ એક વ્યક્તિ બીમાર પડશે તો તેને ચાર લાખ રૂપિયા સુધીનું વળતર મળશે.

હેલ્થ ઈન્શ્યોરન્સની સરખામણી કરવી જોઈએ

ઇન્સ્યોરન્સ લેતા પહેલા તમારે તેની સરખામણી કરવી જોઈએ. કારણકે ઈન્શ્યોરન્સ પોલિસીમાં અકસ્માત, પ્રસૂતિ લાભ, એમ્બ્યુલન્સ, સર્જરી અને આઉટ પેશન્ટ ઉપચાર માટેની જોગવાઈઓ હોય છે અને તે જાણવું જોઈએ. તમે જે પ્લાન કર્યો છે તેમાં આ બધી સુવિધાઓ સામેલ છે? શું તમારી પોલિસી આ બધાને આવરી લે છે અને જો તમારી પોલિસી આ બધુ આવરી લે તો એ પછી પોલિસીની મર્યાદા પણ જોવી જોઈએ. સાથે જ બીજી કંપનીના પ્લાન સાથે પણ તેની સરખામણી કરવી જોઈએ, તમામ મુદ્દાઓ ચકાસણી કર્યા પછી જ તમારે મેડીક્લેમ લેવો જોઈએ.

– કેશલેસ હોસ્પિટલની યાદી

મેડિકલ વીમો લેતા પહેલા આપણે કેશલેસ હોસ્પિટલોની યાદી મેળવી લેવી જોઈએ. તમે જે કંપની પસંદ કરી છે. તેમાં કઈ કઈ હોસ્પિટલમાં તમે સારવાર મેળવી શકો છો એ જાણકારી મેળવી લેવી જોઈએ. ક્યારે પણ એક બે મોટી કે પ્રખ્યાત હોસ્પિટલ ધ્યાનમાં રાખીને પોલીસી લેવી ના જોઈએ. તમારી આસપાસની હોસ્પિટલો ની યાદી તેમાં ચકાસવી જોઈએ.

જ્યારે કટોકટીની સ્થિતિ આવે ત્યારે તમે ઝડપથી સારવાર મેળવી શકો તે માટે આ જરૂરી છે.

– મહત્વની વાત ક્લેમ સેટલમેન્ટ રેશિયો

ઇન્સ્યોરન્સ લેતા પહેલા તમારે તે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોઈ લેવો જોઈએ. જે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સો ટકાથી નજીક હોય તેવી કંપનીનો પ્લાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

See also  How to Lose Weight Fast - Best 15 Tips

– પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન એક્સપેન્સ

તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો ત્યારે તમારી પાસે કેસ નો ખર્ચો તથા ઓપરેશન અથવા તો તમે હોસ્પિટલમાંથી રજા લો છો ત્યારે તમને પાંચ છ વખત વિઝીટ કરવાનું કહેવામાં આવે છે. ઘણી ઈન્શ્યોરન્સ પોલિસી એવી હોય છે જે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના રિપોર્ટ્સ અને દવા જેવા તમામ હોસ્પિટલના પૈસા પણ સાથે જ ચૂકવે છે. ત્યારે તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા આ વસ્તુ ધ્યાને લેવી જોઈએ.

– હેલ્થ પોલિસીમાં કો-પે

ઘણી વખત હેલ્થ ઇન્સ્યોરન્સ માં એવો વિકલ્પ મળે છે કે જ્યારે તમારા હોસ્પિટલ નો ખર્ચો થાય, ત્યારે તેવા ખર્ચા ના 10 થી 20 ટકા ખર્ચા પોલીસી લેનારે ચૂકવવા પડે છે. એટલે કે 80 થી 90 ટકા ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની ભોગવશે અને બાકીનો ખર્ચો ઇન્સ્યોરન્સ લેનાર છે તે વ્યક્તિએ ચૂકવવો પડશે. આનો ફાયદો એ થશે કે આવી પોલીસીઓનું પ્રીમિયમ ખૂબ જ ઓછું હોય છે. ત્યારે આપણે એવી પોલીસી પસંદ કરવી જોઈએ કે, જેનું પ્રીમિયમ ખૂબ જ ઓછું આવે.

– કેપિંગ પોલીસી

મેડિકલ ઈન્શ્યોરન્સ પોલિસીમાં એક લિમિટ મુકેલ હોય છે કે હોસ્પિટલમાં કઈ કઈ વસ્તુનો કેટલો ખર્ચો મળશે, તો તમારે એવી પોલિસી લેવી જોઈએ જેમાં નો કેપિંગ પોલિસી હોય.

– વધુમાં વધુ નો ક્લેમ બોનસ

નો ક્લેમ બોનસ એટલે કે આખા વર્ષમાં તમારે હેલ્થ પોલિસી નો ઉપયોગ કરવાની જરૂર પડી નથી તો જે તે વીમા કંપની આગળના વર્ષમાં ડિસ્કાઉન્ટ આપતી હોય છે. જે કંપની તમને વધુમાં વધુ ફાયદો આપતી હોય તેનું ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી જોઈએ.

સમ-ઈન્સ્યોરડ કે કવરેજ

મેડીકલ વીમો લેતા સમયે તેનું કવરેજ કે સમ ઈન્સ્યોરડ કેટલું છે તે જાણવું જોઈએ તેના માટે જેમને હાલમાં જ કોઈ બીમારી લાગુ પડી હોય અને તેનો વીમો પાકી હોય તે જોવું જોઈએ અને સાથે સાથે કઈ બીમારીમાં કેટલું કવરેજ મળે છે તે વિશેની તમામ માહિતી મેળવ્યા બાદ જ હેલ્થ પોલિસી ખરીદી કરવી જોઈએ.

See also  Benefits of eating in a metal vessel: કઈ ધાતુના વાસણ માં ભોજન કરવા થી શું ફાયદા થશે?
વિશ્વ ગુજરાત હોમ પેજ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને નીચેની વિગતો આપીએ છીએ.

આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!