Hero Splendor Xtec નો નવો લૂક થયો વાયરલ, જાણો તેના ફીચર્સ અને કિંમત

Spread the love

Hero Splendor Xtec નો નવો લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હીરો ની આ જબરદસ્ત બાઈકના ફીચર્સ અને કિંમત જાણવા માટે આર્ટીકલ ને અંત સુધી વાંચો. Hero Splendor Plus એ હીરો મોટોકોર્પની બેસ્ટ સેલીંગ મોટરસાઈકલ છે. હિરોએ તેની આ સૌથી વધુ વેચાતી મોટરસાયકલનું નવું મોડલ Hero Splendor Xtec ખૂબ જ જબરદસ્ત ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે. હીરો પોતાની આ નવી મોટરસાયકલ એકદમ નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. તેનો લુક એકદમ અલગ હશે અને ઘણા કલર ઓપ્શન પણ આપવામાં આવશે.

Hero Splendor Xtec નો નવો લૂક થયો વાયરલ, જાણો તેના ફીચર્સ અને કિંમત

Hero Splendor Plus Xtec નું એન્જિન

Hero Motocorp ની આ નવી જબરદસ્ત મોટરસાયકલ Splendor Plus Xtecનું એન્જિન પહેલા ના મોડલ જેવું જ છે અને તે 97.2cc એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન સાથે જોવા મળે છે. આ મોટરસાયકલ નું એન્જિન 7.9 bhp પાવર અને 8.05 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ મોટરસાયકલ Hero MotoCorpની i3S એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ ધરાવે છે. આ સિસ્ટમ માઇલેજ વધારવામાં ઘણી મદદરૂપ થાય છે.

Hero Splendor Xtec ના ફીચર્સ

Hero Splendor Plus Xtec મોટરસાયકલની અન્ય વિશેષતાઓમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક હાઇડ્રોલિક શોક એબ્સોર્બર્સ અને પાછળના ભાગમાં 5-સ્ટેપ એડજસ્ટેબલ હાઇડ્રોલિક શોક એબ્સોર્બર્સ આવેલા છે. તે 130 mm ફ્રન્ટ અને રીઅર ડ્રમ બ્રેક્સ, ટ્યુબલેસ ફ્રન્ટ અને રીઅર ટાયર, 9.8-લિટર ફ્યુઅલ ટાંકી, જેવી સુવિધાઓ ધરાવે છે. Hero Splendor ડિઝાઇન અને પર્ફોર્મન્સના સંદર્ભમાં વધુ અલગ નથી, પરંતુ Hero Splendor Xtec સંપૂર્ણ ડિજિટલ કન્સોલ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને રીઅર ટાઇમ માઇલેજ રીડઆઉટ, તેમજ સાઇડ સ્ટેન્ડ એન્જિન કટઓફ સહિત અનેક સુવિધાઓ સાથે આવે છે.

કિંમત

Hero Splendor Plus Xtec બાઇકની કિંમત ભારતમાં રૂ. 72,900 (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હીરો સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક નવા મોડલ 4 અલગ અલગ રંગોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડેલમાં ટોર્નેડો ગ્રે, સ્પાર્કલિંગ બીટા બ્લુ, કેનવાસ બ્લેક અને પર્લ વ્હાઇટ જેવા સ્ટાઇલિશ રંગોનો સમાવેશ થાય છે.

See also  Best Top 10 Driving Insurance companies In U.S.

આવી જ અવનવી માહિતી માટે વિશ્વ ગુજરાત ની રેગ્યુલર મુલાકાત લેતા રહો. અને અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઓ.

Leave a Comment

error: Content is protected !!