History Of Dabeli: આપડા દેશમાં ખાવાની પીવાની વાતો કરવામાં આવે તો તેમાં ચટપટી દાબેલી ને કેમ ભૂલી શકાય. આપડા દેશી ખાવાની વસ્તુ એટલે કે સૌથી પેહલા યાદ આવતું નામ દાબેલી. ગુજરાત માટે તો તે એક જાત નું દેશી બર્ગર જ સમજી લ્યો. દાબેલીના અલગ અલગ અનેક વસ્તુ નુ મિશ્રણ હોવાથી ખૂબ જ ચટપટું સ્વાદ માં હોઈ છે. દેખાવે લાગતું વડપાવ કે બર્ગર જેવું દાબેલી સૌને ખૂબ ભાવતી નાસ્તો છે. અને ગુજરાત નું તો ખૂબ જ પ્રખ્યાત Street food પણ છે. પરંતુ તે મુંબઈ માં પણ તેટલું જ પ્રખ્યાત છે.
History Of Dabeli: તો ચાલો આજે આપણે જાણીએ આપડા દેશી બર્ગર એટલે કે દાબેલી નો ઈતિહાસ :
આજકાલ લોકો Fastfood માં સૌથી વધુ પસંદ કરતા હોઈ તો તે છે આપણે ગુજરાતી દેશી બર્ગર એટલે કે દાબેલી. અત્યારે તે એક જ ખુબ જ પ્રખ્યાત Street food બની ગયું છે. તેનાં ઇતિહાસ માં એવું છે કે ગુજરાત ના કચ્છ ના એક ભાઈ કેશવજીભાઇ ગાભા ભાઈ ચુડાસમા નામના ભાઈ એ સૌથી પેલી દાબેલી ની શોધ કરી હતી. તેવું કેહવામાં આવે છે.
વષૅ 1960 માં આ દાબેલી ની વાનગી ગામ માંથી બાહર વેચવા નીકળી અને તે પછી ધીમે ધીમે આખા ગુજરાત માટે પ્રિય બની ગઇ. ગુજરાત ના દરેક ગામ સુધી આ વાનગી પોચી ગય છે. આજથી લગભગ બે દાયકા પેહલા દાબેલી સૌથી સસ્તી એટલે કે માત્ર 3 રૂપિયામાં જ મળતી હતી અને જેના અને હવે 20 થી 30 રૂપિયામાં વેચવામાં આવે છે. દાબેલી પણ વડાપાવ ની જેમ એક સસ્તું Streetfood છે. તે ખૂબ જ ચટપટું હોઈ છે. અને આ દાબેલીના દબાવીને બનાવવામાં આવતી હોવાથી તેને દાબેલી કહેવામાં આવે છે.
દાબેલી સ્વાદે કેવી હોય છે?
દાબેલીના હવે અલગ અલગ ઘણા પ્રકારે મળે છે અને તેનો સ્વાદ પણ ચટપટો હોઈ છે.આખી દાબેલી, કટકા દાબેલી વગરે. દાબેલીના સૌથી મોટી ખાસિયત છે તેનો મસાલો તેની વચ્ચે બટેટા નો માવો જે બનવાનો હોઈ છે તે જ સ્વાદ લગાડે છે. લાલ તથા લીલી ચટણી અને તે ઉપરાંત આંબલી ખજૂર તથા લસણ સાથે ખાસ દાબેલીનો મસાલો બનાવવામાં આવે છે. અને આ ચતાનીથી જ દાબેલી નો સ્વાદ ખાટો મીઠો આવે છે. ગુજરાતી સ્વાદ હોઈ એટલે બધાને ભાવે તે તો નક્કી જ છે. આ દાબેલી પર મસાલા શીંગ, સેવ તથા કાંદા છાંટીને આપે છે જેથી તેના સ્વાદ માં અનેકગણો વધારો થય જાય છે.
કયા કયા રાજ્યોમાં દાબેલી લોકપ્રીય છે?
ભારત ના ઘણા ખરા રાજ્યોમાં પણ દાબેલી હવે લોકપ્રિય બનતી જાય છે. ગુજરાત જ નહિ બલ્કે ભારતના ઘણા રાજ્યો માં હવે દાબેલી મળતી થાય ગઈ છે. ગુજરાતમાં તો રાજ્યના દરેકે દરેક નાના હોઈ કે મોટા બધે જ ગામડામાં પણ દાબેલી ની ડીશ મળી રહે છે. રેલવે સ્ટેશન હોઈ બસ સ્ટેન્ડ હોઈ કે ગમે ત્યાં તમને દાબેલીની લારી જોવા મળી જ જાય છે. એટલી પ્રખ્યાત વાનગી બની ગઈ છે.
દાબેલી ની ડીશ ભારત માં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર , કર્ણાટક , તેલંગાણા, રાજસ્થાન માં પણ લોકપ્રિય થઈ ગઈ છે. અને દિલ્હી માં પણ કેટલીક જગ્યા એ દાબેલી સરળતાથી મળી રહે છે. આ સાથે જ ઇન્દોર અને ભોપાલ માં જાવ તો ત્યાં પણ ગુજરાતી ટેસ્ટ ની દાબેલી નો સ્વાદ મેળવી શકો છો. રાજ્ય જેમ બદલે તેમ તેના સ્વાદ માં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે પરંતુ દાબેલી તો મળી જ રહે છે. દાબેલીનું મૂળ કચ્છ છે. આથી જો તેનો એકદમ અસલ સ્વાદ લેવો હોઈ તો તો કચ્છ માં જ જવું પડે. ત્યાંની કચ્છી દાબેલી ખુબ જ પ્રખ્યાત છે. અને દાબેલી એ એવી વસ્તુ છે જે નાના મોટા સહુ કોઈને ભાવે છે.
Google News પર ફોલો કરવા માટે | અહિં ક્લીક કરો |
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહી ક્લિક કરો |
અમારું વ્હોટસપ ગ્રુપ | અહિં ક્લીક કરો |

History Of Dabeli F.A.Q.:
ગુજરાત માં દાબેલી ક્યાં ગામ ની વખણાય છે?
કચ્છ ની કાચ્ચી દાબેલી વખણાય છે.
કોને દાબેલીની શોધ કરી હતી ?
કેશવજી ગાભા ચુડાસમા એ શોધ કરી હતી
વડાપાવ અને દાબેલી વચ્ચે શું તફાવત છે?
દાબેલી અને વડાપાવ વચ્ચેનો તફાવત મુખ્યત્વે સ્ટફિંગમાં છે. દાબેલીમાં સ્ટફિંગને દાબેલી મસાલા કહે છે. તે પીસેલી મગફળી, છૂંદેલા બટાકાની બનેલી છે, જેમાં ઘણા બધા મસાલા મિક્સ કરવામાં આવે છે. દાબેલી મસાલા સેવ, દાડમના દાણા અને ચટણી સાથે ટોચ પર છે.