મોબાઇલ ની સ્પીડ વધારો: WhatsApp ના કારણે ફોન ચોટતો હોય તો ચપટી માં મોબાઇલ ની સ્પીડ વધારો

Spread the love

મોબાઇલ ની સ્પીડ વધારો: અત્યારે કોઈ પણ હોઈ તે એન્ડ્રોઇડ ફોન ભાગ્યે જ નહિ વાપરતું હોઈ. અને જેની પાસે એન્ડ્રોઇડ ફોન હશે તે WHATSAPP તો વાપરતું જ હોઈ છે. તેના દ્વારા CHATTING સ્ટેટ્સ વગેરેથી તો તમે માહિતગાર હશો જ.

તેમાં આવતા રોજ ફોટોસ વિડિઓઝ તમારા મોબાઈલ માં ઘણી જગ્યા રોકે છે. જો તે મેઇન્ટાઈન ન કરવા માં આવે તો ફોન હેંગ થવા લાગે છે એટલે કે ચોંટવા માંડે છે.

વોટ્સએપને કારણે ફોન એટલો ઓવરલોડ થઈ જાય છે કે દરેક કામ ધીમું થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો ચાલો જાણીયે તે માટેની ઘણી ટિપ્સ કે જેનાથી ફોન માં નકામી જગ્યા રોકાઈ નઈ અને ફોન બરાબર ચાલી શકે.

ચપટી માં મોબાઇલ ની સ્પીડ વધારો

WhatsApp એપ્લિકેશન એ મેટા ની છે. whatsapp નો ઉપયોગ ફક્ત ટાઈમપાસ માટે જ નહીં પરંતુ કામ માટે પણ થાય છે. whatsapp માં ગ્રુપમાં કે કોઈપણ ચેટમાં ફોટોઝ વિડિયોઝ આવતા હોય છે જે ઓટોમેટીક ડાઉનલોડ થઈ જતા હોય છે. એટલે ઘણી વખત જે કામ ના હોય તે પણ ડાઉનલોડ થઈને ફોનમાં જગ્યા રોકે છે. આથી ફોનમાં ઓવરલોડિંગ થઈ જાય છે અને ફોન ધીમો ચાલે છે.

તો ચાલો આપણે જાણીએ એવી ટિપ કે જેના દ્વારા બિનજરૂરી ફોટો વિડીયો કે કોઈપણ ફાઈલ ડીલીટ કરી શકાય અને આપણા ફોનને હળવો બનાવી શકાય.

મોબાઇલમાં whatsapp ની ફાઈલો કેટલી જગ્યા રોકી રહી છે તે કઈ રીતે જાણવું?

  • whatsapp ઓપન કરીને તેમાંથી સેટિંગ્સમાં જવાનું
  • ત્યાં સ્ટોરેજ એન્ડ ડેટા નામનો વિકલ્પ હોય છે તેમાં ક્લિક કરો અને
  • તેમાં મેનેજ સ્ટોરેજના વિકલ્પ પર ક્લિક કરવાનું અને
  • ત્યાંથી ફોનની મેમરી વિશેની માહિતી મેળવવાની આમ
See also  PUC Certificate Online Download: PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

whatsapp ના મીડિયા ને કઈ રીતે ડિલીટ કરવું?

  • whatsapp મીડિયામાં ડીલીટ કરવા માટે ફાઈલોને લાર્જર ધેન 5 mb સિલેક્ટ કરવાનું.
  • ત્યાં તમે Newest, Oldest અને Largest કેટગરી સિલેક્ટ કરવાની અને
  • તેમાંથી જે ફાઇલની જરૂર ન હોય તે ફાઈલો એક સાથે સિલેક્ટ કરીને ડીલીટ કરી શકાય છે.

મોબાઇલની જગ્યા કઈ રીતે બચાવવી

  • આ ફાઈલો કાઢી નાખ્યા પછી ગેલેરીમાં ચેક કરવું અને ત્યાં હોય તો ત્યાંથી પણ કાઢી નાખવી.
  • whatsapp ના સેટિંગમાં જઈને ત્યાં મીડિયા ઓટો ડાઉનલોડનો વિકલ્પ હશે જેને ઓફ કરી દેવાનું.
  • જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે મોબાઈલ ડેટા કે વાઇફાઇ ના ઉપયોગથી તે ડાઉનલોડ કરી શકો છો
  • આથી બિનજરૂરી ફાઈલો ડાઉનલોડ થતી બંધ થઈ જશે અને તમારો ફોન હેંગ નહીં થાય.
વિશ્વગુજરાત હોમ પેજ અહી ક્લિક કરો
વ્હોટ્સપ ગ્રુપ અહી ક્લિક કરો
મોબાઇલ ની સ્પીડ વધારો: WhatsApp ના કારણે ફોન ચોટતો હોય તો ચપટી માં મોબાઇલ ની સ્પીડ વધારો

Leave a Comment

error: Content is protected !!