ઈન્ડોનેશિયાની નોટ પર ગણેશજીની મૂર્તિ હોવાનું સાચું કારણ

Spread the love

ઈન્ડોનેશિયાની નોટ પર ગણેશજીની મૂર્તિ હોવાનું સાચું કારણ: ભારતીય ચલણ પર ઈન્ડોનેશિયાના ચલણની જેમ દેવી દેવતાઓના ફોટો હોવા જોઈએ તેવી અરવિંદ કેજરીવાલની માગથી રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે જવાબ આપતા તેને ગુજરાતની ચૂંટણી જીતવા અને ધર્મનો ઉપયોગ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે.

પરંતુ ઈન્ડોનેશિયાના ચલણ બાબતે આપણે ખરેખર ભગવાનના ફોટો છે અને છે તો કયા કારણોથી મુસ્લીમ આબાદીવાળા દેશમાં ભગવાનનો ફોટો રખાયો તે જાણી લઈએ. જો ફોટો હોય તો ક્યારથી ફોટો રાખવામાં આવ્યો, ફોટો રાખ્યા બાદ ઈન્ડોનેશિયાના ચલણમાં શું ફેરફારો આવ્યા તે બધું જાણવું જોઈએ. તો ચાલો જમાવટ પર જાણીએ સમગ્ર વિગતો…….    

ચોલ વંશના રાજાઓનું શાસન ઈન્ડોનેશિયામાં  

ઈન્ડોનેશિયાની ચલણમાં ગણેશજીના ફોટો ક્યાંથી આવ્યો તે મામલે થોડું ઈતિહાસમાં ડોકીયું કરવું પડશે. ઈતિહાસમાં ચોલ વંશના રાજાઓનું ઈન્ડોનેશિયામાં સાશન હતું. ચોલ વંશના રાજાઓએ પોતાના સાશન કાળમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. અનેક મંદિરો તો હજુ પણ ઉભા છે.

ઈંડોનેશિયામાં ગણેશજીને જ્ઞાન, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ જ કારણ હોઈ શકે કે ઈન્ડોનેશિયાના લોકોમાં ગણેશજીની શ્રદ્ધા હોય અને તેઓએ પોતાની નોટમાં ગણેશજીનો ફોટો રાખ્યો હોય. 

જાણો ઈન્ડોનેશિયન ચલણનો ઈતિહાસ

ઈન્ડોનેશિયાનું ચલણ એવું ચલણ છે જેના મૂલ્યમાં ઘણીવાર ઘટાડો થયો છે. ઈન્ડોનેશિયાના ચલણની શરૂઆત જાણવા થોડું ઈતિહાસમાં ડોકીયું કરી લઈએ. ઈન્ડોનેશિયામાં પહેલો સિક્કો નવમી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

17મી સદીથી 20મી સદી સુધી ડચોએ ઈન્ડોનેશિયા પર રાજ કર્યું ત્યારે તેમણે પોતાની રીતે સુધારો કર્યા હતા. 1942થી 1947 સુધી જાપાની લોકોએ ચઢાઈ કરી અને ઈન્ડોનેશિયાનું ચલણ સાવ પડી ભાંગ્યું. ઈન્ડોનેશિયામાં પહેલી નોટ 1946માં છાપવામાં આવી હતી. તેની પહેલા જાપાનનું ચલણ વાપરવામાં આવતું હતું. ત્યાર બાદ વર્ષ 1953માં બેન્ક ઓફ ઈન્ડોનેશિયાની સ્થાપના થાય છે અને અત્યારનું જે ચલણ છે તે અસ્તિત્વમાં આવે છે.

See also  Vi Cheapest Postpaid Plan | Vi નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે!

1959થી 1965 સુધી અને 1992થી 1999 સુધી ઈન્ડોનેશિયામાં તેના ચલણનું ભારે અવમૂલ્યન થાય છે અને ઈન્ડોનેશિયન રૂપિયાહ ઉંધે માથે પડે છે. આ સમયગાળામાં ઈન્ડોનેશિયન રૂપિયાહનું ભારે મૂલ્ય ઘટી જાય છે. ભારતમાં જેમ નોટબંધી થઈ હતી તેમ જ ઈન્ડોનેશિયામાં 2005ના ગાળામાં નોટબંધી થાય છે અને ત્યારબાદથી તેમનું ચલણ થોડું ઠીકઠાક ચાલી રહ્યું છે.

ઈન્ડોનેશિયાની નોટ પર ગણેશજીની મૂર્તિ

આ દરમિયાન જ 20 હજારની નોટ દાખલ કરવામાં આવી હતી જેમાં ગણેશજીનું ચિત્ર છે. પરંતુ હજુ પણ અવમૂલ્યન થઈ જ રહ્યું છે હવે ઈન્ડોનેશિયામાં ફરીવાર નોટબંધી કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. 

ઈન્ડોનેશિયાની 20 હજારની નોટ પર છે ગણેશજીનો ફોટો 

ભારતીય ચલણને રૂપિયો કહેવામાં આવે છે જ્યારે ઈન્ડોનેશિયાના ચલણને રૂપિયાહ કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયાના ચલણમાં 20 હજારની નોટ પર ગણેશજીનો ફોટો રાખવામાં આવ્યો છે. કારણ કે ઈન્ડોનેશિયા એક બિનસાંપ્રયાદિક દેશ છે અને પાંચ-છ ધર્મોને સત્તાવાર માન્યતા આપી છે.

20 હજારની નોટમાં બીજી બાજુ ક્લાસરૂમનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ક્લાસમાં શિક્ષકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. બીજો એક ફોટો છે તે ઈન્ડોનેશિયાના પહેલા શિક્ષા મંત્રી હજર દેવાંત્રાનો છે. 1997માં જ્યારે એશિયાના અનેક દેશોના ચલણ તૂટ્યા હતા ત્યારે ઈન્ડોનેશિયાના ચલણના મૂલ્યમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયમાં 20 હજારના નોટ પર ગણેશજીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો હતો. 

ઈન્ડોનેશિયા વિશે અરવિંદ કેજરીવાલના વિચાર

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઈન્ડોનેશિયા એક મુસ્લીમ દેશ છે. ઈન્ડોનેશિયામાં 85 ટકા મુસ્લીમ છે અને 2 ટકા હિન્દુ છે, છતાં ત્યાંના ચલણ પર ગણેશજીનો ફોટો છે. મારી પ્રધાનમંત્રી મોદીને અપીલ છે કે આપણી નોટ પર પણ ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો રાખવામાં આવે. 

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો