બીજી ટેસ્ટ પૂરી થયા બાદ જાડેજા અને અક્ષર પટેલ વચ્ચેની રમુજી વાતચીત ખૂબ જ વાયરલ થઈ રહી છે. બંને ખેલાડીઓ ખૂબ જ ફની મોમેન્ટ શેર કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના શ્રેષ્ઠ આંકડા 7/42 હતા, જે કારકિર્દીની શ્રેષ્ઠ હતી. રવિચંદ્રન અશ્વિને પણ 53 રનમાં 3 વિકેટ લીધી હતી.
આ સિરીઝમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 17 વિકેટ લીધી છે અને 96 રન બનાવ્યા છે. તે લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યા હતા અને તે બોલને સ્ટમ્પની નજીક ફેંકીને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આઉટ કરવા માંગતા હતા હતો.
જાડેજા અને અક્ષર પટેલ વચ્ચેની રમુજી વાતચીત
રમત બાદ અક્ષર પટેલે રવિન્દ્ર જાડેજા સાથે મજેદાર ઇન્ટરવ્યૂ કર્યું હતી. અક્ષર પટેલે જાડેજાને વાતચીતમાં પૂછ્યું: “સર, મારી બોલિંગ આવી રહી નથી. અક્ષરને બોલિંગ નથી દેવી, એટલે આવી જબરદસ્ત બોલિંગ કરો છો? તમે છ મહિના પછીના લાંબા બ્રેક પછી કમબેક કર્યું. તો શું તમે છ મહિના દરમિયાન એ જ વિચારી રહ્યા હતા કે કમબેક કરીને બધું વસૂલ કરવું છે.”
આ સવાલ પૂછતા જ જાડેજા અને અક્ષર બંને હસી પડ્યા હતા. જાડેજાએ કહ્યું કે જ્યારે ટીમ ખૂબ જ ઉછાળવાળી પીચ પર રમતી હોય ત્યારે સ્પિનરની ભૂમિકા વધી જાય છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને દરેક બોલ સ્વીપ કરતા જોયા બાદ તેણે પોતાની બોલિંગ યોજના વિશે વાત કરી.
જાડેજાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમને સ્વીપ અને રિવર્સ સ્વીપ પસંદ છે, તેથી તેણે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલ કરવાનો પ્રયાસ કર્યો. જો બેટ્સમેન બોલ ચૂકી જાય, તો તેનું બોલ્ડ થવું નક્કી છે. આજે એવું જ થયું જ્યારે પાંચ બોલ સ્ટમ્પ પર પડ્યા.
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેન સ્વીપ શોટ રમવાની લાલચમાં આઉટ થયા હતા. સ્ટીવ સ્મિથ અને એલેક્સ કેરી બંને સ્વીપ અને રિવર્સ સ્વીપ શોટનો ઉપયોગ કરવામાં સારા છે. ત્રીજી ટેસ્ટ 1 થી 5 માર્ચ દરમિયાન ધર્મશાલાથી ઈન્દોર શિફ્ટ થશે અને ચોથી ટેસ્ટ 9 થી 13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |