Jio કંપની ઘણા બધા રિચાર્જ કરવા માટેના પ્લાન બહાર પાડે છે. જેમાં તેના પોર્ટફોલિયોમાં એક ખાસ રીચાર્જ પ્લાન છે. જેની કદાચ તમને ખબર પણ નહીં હોય. આ પ્લાનમાં jio યુઝર એક વખત રિચાર્જ કરશે અને તે રિચાર્જ નો લાભ બીજા ચાર સીમ કાર્ડમાં પણ મળી શકશે, અને સાથે જ amazon અને Netflix ફ્રીમાં વાપરી શકશો.
- એક રિચાર્જ કરી અને ચાર સીમ ચલાવો
- Jioના પોર્ટફોલિયોમાં મળે છે ખાસ રિચાર્જ પ્લાન્સ
- Amazon અને netflix જેવા OTT નો ફ્રીમાં ઉપયોગ
Jio કંપની સૌથી સારું અને સસ્તા નેટ માટે પ્રખ્યાત છે. તેના પોર્ટફોલિયોમાં અવનવા પ્લાન હોય છે ઘણી વખત સસ્તા અને મોંઘા બંને પ્લાન આપણે જોઈ શકીએ છીએ. જો તમારું ફેમિલી મોટું હોય અને બધાની વચ્ચે એક જ પ્લાન ઉપયોગમાં લેવા માગતા હોય તો તેના માટે એક બેસ્ટ પ્લાન્ટ છે.
જો તમારા ફેમિલીમાં ચાર લોકો હોય તો તેના માટે આ પ્લાન ઉપયોગ કરી શકો છો આ પ્લાનમાં તમારે ફક્ત એક જ રિચાર્જ કરવું પડશે અને તેનો લાભ કુટુંબના ચારે સભ્યોને મળશે
Jio ના આ ફેમિલી પ્લાનમાં એક સાથે કુટુંબના ચારે સભ્યોના ફોન ચાલી શકે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કોલિંગ, ડેટા, SMSની સાથે OTT બેનિફિટ્સ પણ મળે છે. આ પ્લાન ની વિગતવાર માહિતી આપણે મેળવીએ.

JIOનો બેસ્ટ ફેમિલી પ્લાન
Jio ના આ ફેમિલી પ્લેનમાં જો તમે ચાર લોકો ઉપયોગ કરવા માંગતા હોય તો આ પ્લાન ટ્રાય કરી શકો છો. Jio નો આ એક પોસ્ટપેડ પ્લાન છે. તેનો માસિક બિલ 999 રૂપિયા આવે છે. જે ચા સંયુક્ત ચાર કાર્ડ નું બિલ હોય છે. અને આ ચાર કાર્ડ વચ્ચે આ યુઝર્સને 200GB ડેટા મળે છે.
વધેલા ડેટાનો પછીના મહિને પણ ઉપયોગ કરી શકાય છે.
આ પ્લાન નો એક ફાયદો એ પણ છે કે, જો આ મહિને તમે પૂરેપૂરો ડેટા ઉપયોગ કરી શકતા નથી, તો 500GB સુધી ડેટા રોલ અવરની સુવિધા પણ મળે છે. એટલે કે વધેલો ડેટા એ પછીના મહિનામાં તમે વાપરી શકશો. અને ડેટા લિમિટ પુરી થયા બાદ યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GBના રેટથી ડેટા મળે છે.
આ પ્લાન પર ચાર સીમ કાર્ડ ચાલી શકશે
આ પ્લાનમાં એક મેન યુઝર હશે અને તેના સિવાયના ત્રણ સીમકાર્ડ પણ આપવામાં આવશે. કન્ઝ્યુમર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100 SMS ડેટા મળે છે. પ્લાનને ખરીદનાર જીયો યુઝર્સ કંપનીની 5G સર્વિસ નો ઉપયોગ કરી શકશે હશે.
વધારાનો ફાયદો
Jio ના આ પોસ્ટપેડ પ્લાનમાં પ્લાન ખરીદનારને Netflix નું સબસ્ક્રીપ્શન ફ્રી માં મળશે. અને સાથે જ amazon prime નું સબસ્ક્રીપશન પણ ફ્રીમાં મળશે. આ પ્લાનના આ એક્સ્ટ્રા બેનિફિટ છે.
સાથે સાથે જ યુઝર્સને જીઓ એપ્લિકેશનનું કોમ્પ્લીમેન્ટરી એક્સેસ મળે છે એમ જોઈએ તો જીઓ સિનેમા jiotv jio ક્લાઉડ અને જીઓ સિક્યુરિટી નું એક્સેસ પણ સાવ મફત મળે છે