LPG ગેસ સિલિન્ડર માટે નવા નિયમો લાગુ

Spread the love

LPG ગેસ ધરાવતા ગ્રાહકો માટે નવા નિયમો લાગુ પડી રહ્યા છે. હવે હવે એલપીજી ધારક ને ગેસ સિલિન્ડર વાપરવા માટે કરકસર કરવી પડશે કારણ કે નવા નિયમ અનુસાર વર્ષમાં માત્ર 15 જ સિલિન્ડર મળશે. અને મહિનામાં બેથી વધુ સિલિન્ડર બુક કરી શકાશે નહીં.

LPG ગેસ સિલિન્ડર માટે નવા નિયમો પર ઊડતી નજર.

  • ગેસ સિલિન્ડરમાં નવા નિયમો
  • ગેસ ની બોટલ માં ભાવ વધારો થવાની શક્યતા
  • એક વર્ષમાં માત્ર 15 એલપીજી સિલિન્ડર
  • એક મહિનામાં બે સિલિન્ડરની લિમિટ

ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થવાની શક્યતા

સરકાર દર છ મહિને સમીક્ષા કરે છે. આમ તો દર વર્ષે પહેલી એપ્રિલ અને પહેલી ઓક્ટોબર એ આવું કરે છે. પહેલી ઓક્ટોબરના રોજ થનારી સમીક્ષામાં નેચરલ ગેસની કિંમત વધી શકે છે. આથી CNG અને LPG નેચરલ ગેસ માંથી બનતા હોય તેના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે..

એક વર્ષમાં માત્ર 15 એલપીજી સિલિન્ડર જ મળશે.

હવે નવા નિયમો અનુસાર હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15  સિલિન્ડર જ ખરીદી શકશે. LPG ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી. 

એક મહિનામાં 2 LPG સિલિન્ડરની લિમિટ

હવે નવા નિયમો અનુસાર હવે ગ્રાહક એક માસ માં માત્ર 2 LPG સિલિન્ડર જ ખરીદી શકશે. આખા વર્ષ માટે LPG ગેસ સિલિન્ડરની સંખ્યા 15 ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી. 

See also  Maria Sharapova Bio, Maria Sharapova Is Pregnant, News, Months, Her Routine, Health

સબસીડી મેળવતા ગ્રાહકો માટે નિયમ

જે લોકો સબસીડી મેળવી રહ્યા છે તેવા ગ્રાહકો માટે હવેથી વર્ષમાં ૧૨ સિલેન્ડર ઉપર જ સબસીડી મળશે જો ગ્રાહક 13 મો સિલિન્ડર લે છે તો તેના પર તેને સબસીડી મળશે નહીં. આ ફેરફારો ત્રણેય ઓઈલ કંપનીઓના ગ્રાહકોને લાગુ કરવામાં આવ્યા છે.

LPG ગેસ સિલિન્ડર માટે નવા નિયમો લાગુ

શા માટે આવ્યો નવો નિયમ?

એક રિપોર્ટ અનુસાર ડિસ્ટ્રીબ્યૂટર્સ દ્વારા આપવામાં આવતી જાણકારી અનુસાર, રાશનિંગ માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે બિન સબસીડી વાળી ગેસ બોટલ કોમર્શિયલ કરતા ઘણી સસ્તી હોવાથી તેનો વધુ ઉપયોગ થતો હતો જેના કારણે આ નવો નિયમ લાવવામાં આવવાની જરૂર પડી છે.

તમામ કંપનીઓ માટે નિયમો

નવા નિયમો તમામ ગેસ કંપનીઓ માટે છે. આ નિયમો IOCL, HPCL તેમજ BPCL ના તમામ નોન ઉજ્જવલા ગ્રાહકોને લાગુ પડશે. આ અંગે IOCLના જનરલ મેનેજર અરુણ પ્રસાદે જણાવ્યું કે નવા નિયમોના અમલીકરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ અંગે સૂચના મળ્યા બાદ જ આ નિયમો અમલમાં આવશે. જો કે, કેટલાક ગ્રાહકોએ કહ્યું કે IOCLના સોફ્ટવેર SDMS દ્વારા 15 એલપીજી સિલિન્ડર લીધા હોય તેવા ગ્રાહકોનું બુકિંગ કરવામાં આવી રહ્યું નથી.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો